?? પ્રકૃતિ ??
? સંધ્યા ના નિર્મળ ક્ષિતિજ મા આથમતા સૂયૅ ને,
હથેળીમાં રાખી આંખોથી પીવો પસંદ છે.
? પરોઢ મા લહેરાતા ઘાસ પર ઝગમગતા,
ઝાકળબિંદુ ઓ પર વહેતો પવન તો સાવ મંદ છે.
? ચૌ-તરફ ઊગેલા વૃક્ષો ની ડાળ પર છે,
પંખીઓનો કલરવ શું ત્યાં પણ આનંદ છે?
? પર્વત પર થી ખડ-ખડ વહેતા ઝરણા ના શીતળ જળ મા,
ઊભરાતા પરપોટા તો કેવા સ્વછંદ છે!
? રાત્રિ ના અંધકારમાં આકાશે ટમટમતા તારલા જોઈ,
થાય છે કે કુદરત તો કેટલો અનંત છે!
?☘જયેશ વેકરીયા ☘?