સરીતા ગાયકવાડ, હિમા દાસ કે જેણે તમામ અગવડતાઓ ને પાર પાડી દેશને ગોલ્ડ અપાવી, જે ગૌરવ પ્રદાન કર્યું છે. તેનું શબ્દો દ્વારા ભાવપૂર્ણ અભિવાદન
?તિરંગો લહેરાતો જોવા ની જીદ હતી,
બાકી જીત એટલી સરળ પણ ન હતી,
?માટી ની તાકાત બતાવાની વાટ હતી,
બાકી અહી ક્યાં સુખમય જીંદગી હતી?
?ગરીબી હતી,લાચારી લેશમાત્ર ન હતી,
મજબૂત મન થી ફક્ત 'ગોલ્ડ' ની તૈયારી હતી,
?દેશ ની શાન મા એ ગૌરવશાળી ક્ષણ હતી,
અથાગ પરિશ્રમ ની જ્વલંત એ જ્યોત હતી,
?સમય ને ક્ષણભર હંફાવે એવી,ધાંસૂ એ દોડ હતી,
લહેરાયો તિરંગો,છલકયા આંસૂ ગર્વ ની એ પળ હતી,
?'જન ગણ મન' ના ગાન મા નવી ચેતના હતી,
અંધારી રાત મા ઉદિત થયો સૂર્ય, ને નવી ઊર્જા હતી.
?જયેશ વેકરીયા ?