બા
દુર થી યે આવતો જોઇ મને ઓળખી જાય
આ ધુધળી નજર નો વરતારો તારો હજુયે એવો જ તેજ છે બા
તારી કરચલી પડી ગયેલી આંગળીઓ નો મારા માથા પર થતો સ્પર્શ હજુયે એવો જ કોમળ છે બા
નિશાળે જવાની ઉતાવળ મા મને ગરમ ગરમ રોટલી જમાડવા મા તારા દાજી ગયેલા હાથ ના છાલા હજુયે મને યાદ છે બા
મારા તોફાન ના વંટોળ વચ્ચે તારા ચિંતાતુર ચહેરા ની રેખાઓ થી માંડીને
મીઠા સુરીલા હાલરડાં ના રણકાર હજુયે આ હદય ને સાંભરે છે બા
પરીવાર માટે જીવન ખચૅનાર, સમણાંઓ મા રંગ ભરનાર
વ્હાલ મમતા ના અવિરત વહેતા ધોધ સમી
મારા દરેક શ્વાસ મા તુ કેદ છે બા
જયેશ વેકરીયા