?પહેલો પ્રેમ ?
?પ્રેમ ને કોર્ટ નું સમન્સ સમજી સ્વીકારી લ્યો,
આપની વિશ્વાસુ લખી નીચે સહી કરી દયો,
? લહેરાતી તમારી લટ ના પંચનામા થોડા હોય?
સાક્ષી એક હું જ હતો, કહો ત્યાં જુબાની આપી દઉ,
?તમારી કાતિલ નજર થી ઘવાયું છે આ દિલ,
રજામંદી હોય જો તમારી, તો આ લાગણીઓ પ્રસ્તુત કરી દઉ,
?તમારા મંદ મંદ હસતા ચહેરા ની ઊજળી રેખાઓ ને,
કાયમી ધોરણે હદય ની તિજોરી મા કેદ કરી લઉ,
? મુખ માંથી ઝરતા મોતી જેવા તમારા શબ્દો ને,
હા હોય તમારી તો કાગળ પર આબેહૂબ વર્ણવી દઉ,
? સંતાડીને રાખેલ પ્રેમ ના આ છોડ ને સીંચયો છે વ્હાલ થી,
આવો તો સહિયારા જતન થી વટ વૃક્ષ બનાવી દઉ.
?જયેશ વેકરીયા ?