વરસી જાને હવે
કાળા ડિબાંગ વાદળો ની ઋતુ છે આ
આકાશ ના સફેદીપણા થી નિરાશા છવાઈ છે.
વરસાદ ની હેલી મા ભીંજાતા સર્વસ્વ ની ઋતુ છે આ
તારા આવા કોરાપણા થી હતાશા સર્જાય છે.
વસુંધરા ના ખોળે આળોટતી લીલોતરી ની ઋતુ છે આ
ઠાલા વાતા પવન થી ઉદાસી વરતાય છે.
ખડખડ વહેતા મુક્ત નદી નાળા ની ઋતુ છે આ
ડ્રાવ ડ્રાવ કરતા દેડકા ય હવે મન મા મુંઝાય છે.
હસતી ફૂલ ની ફોરમ ને નાચંતા મોર ની ઋતુ છે આ
ઊડતી ધૂળ ની ડમરીઓ થી ધરતી નુ મન છેદાય છે.
ખાબોચીયું ખુંદતા મસ્તીખોર ભુલકાઓની ઋતુ છે આ
ન વરસવા ના આ જિદ્દીપણા થી ઘણાંય પ્રણયમન અકળાય છે.
હરખ થી વાવણી કરતા ધરતીપુત્ર ના આનંદ ની ઋતુ છે આ
આભ નું મન પણ શાંત છે ક્યાંક ક્યાંક વીજળી ના ચમકારા દેખાય છે.
વરસી જા ને મન મુકી ને મહેર વરસવા ની ઋતુ છે આ
માળીયા મા સુતેલી છત્રી ય હવે કાટ ખાય છે.
જયેશ વેકરીયા