The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મા જેવો સ્નેહભર્યો સ્પર્શ ને હૂંફાળી છાયા તો પૈસા આપીને પણ ખરીદાતી નથી, આખી દુનિયામાં પિતા જેવી મજબૂત છત્રછાયા ક્યાંય પણ મળતી નથી... કોઈ પાસે રહેવા છત્ર નથી ને કોઈના માથે વ્હાલની છાયા નથી નસીબમાં, ગમે ત્યાં ફરી આવો પણ ઘર જેવી શાંતિ ને સુરક્ષા મોટી હોટેલમાં મળતી નથી... જેને બધી સુવિધાઓ મળી હોય એ લોકો આજે જવાબદારીથી દુર ભાગે છે, મહેનત કમાણીથી મેળવેલી છત્રછાયાની કિંમત ઘણાં લોકોને સમજાતી નથી.... છત્રછાયા વગરના ઘણાં ને આજીવન તરસતા ને તડપતા જોયા છે, સુરક્ષાના ઢાલ સ્વરૂપ પરિવારની છત્રછાયા કોશિશ કરવા પણ બનાવતી નથી... આખી દુનિયા દુશ્મન બની જાય પણ મા બાપ ક્યારેય પણ અહિત કરતાં નથી, ભાઈ બહેનના મસ્તીભર્યા પ્રેમની છત્રછાયા ની તુલના કોઈ દિવસ કરાતી નથી.. ખુશનસીબ છીએ આપણે બધા તો આટલી સારી છત્રછાયા મળી છે જીવનમાં, જેમને આ બધું નથી મળ્યું એની વેદનાની પીડા તો આપણાથી જોવાતી નથી.... -Bhargav Jagad
ઘડિયાળનાં કાંટા જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીયે છીએ.... નદીના પાણી જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એક દિશા તરફ ને એક સાથે વહેતાં રહીએ છીએ.... દીપકના જ્યોત જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એકબીજાને પૂરક બનીને પ્રકાશ ફેલાવતાં રહીએ છીએ... વરસાદનાં ટીપાં જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એકબીજાં માટે તરસતા રહીએ છીએ... ફૂલની પાંખડીઓ જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એકબીજા સાથે રહીને મહેકતા રહીએ છીએ.... સૂરજના કિરણો જેવો છે તારો અને મારો સંબંધ, હંમેશા એકબીજા સાથે સાથ સહકાર આપતા રહીએ છીએ.. -Bhargav Jagad
મને સમાચાર મળ્યા છે આજે તારા, તું ખોવાયેલી રહે છે મારા વિચારોમાં... દિલ ખુશ થઈ ગયું સાંભળી સમાચાર, તું તો ધબકતી રહે છે મારી ધડકનોમાં... મારું મન એકદમ વિચલિત થઈ ગયું, સમાચાર સાંભળી હું ખોવાય ગયો તારી યાદોમાં.. રાતની ઊંઘ પણ હરામ થઈ ગઈ મારી તો, તારી મુલાકાત તો થાય છે મારાં સપનોમાં.... સમાચાર ખુશીના હોય કે દુઃખના હોય હંમેશા હેરાન કરે, હું તો હંમેશાં ભરમાઈ જાવું છું તારી બધી જ વાતોમાં.... બધું જ ભાન ભૂલાય ગયું તારા પ્રેમમાં, વ્યસ્ત રહેવા લાગ્યો છું હું તો તારા વિચારોમાં... -Bhargav Jagad
અનરાધાર વરસાદ વરસીને ધરતી ને ભીજાવે છે, અનરાધાર વરસાદમાં મને કોઈની યાદો મુજાવે છે... વરસાદ તો એની ધૂનમાં અનરાધાર વરસી રહ્યો છે, તારી અઢળક વાતો ને યાદો આજે પણ રડાવે છે... વરસાદ આવ્યોને ધરતીએ લીલાં વસ્ત્રો પહેરી લીધા, તારી યાદો નું ઝાપટું આવ્યું ને મન ખુશીથી નચાવે છે..... તડપી હશે આ ધરા એટલે તો વરસાદ અનરાધાર વરસ્યો તારો બેહદ પ્રેમ ને સંભાળ આજે પણ મને યાદ આવે છે.... ચાતક ની ને ખેડૂતોની રાહ આજ રંગ લાવી હોય એવું લાગે, તારી વિરહની વેદના તો આજ પણ મને તડપાવે છે... વરસાદ પણ અનરાધાર વરસી ને નુકસાન કરી ગયો, તારા સંગાથની આદત મને રાત દિવસ મને જગાડે છે..... -Bhargav Jagad
કાચી માટી જેવી છે કાયા આપણી, કોને ખબર ક્યારે પડી જવાય, પરપોટા જેવી છે જિંદગી આપણી, કોને ખબર ક્યારે ફૂટી જવાય... દૂરથી સુંદર લાગતા સંબંધો પણ પરપોટા જેવાં જ થઈ ગયાં, પોતાના જ વેરી બની ગયાં છે, કોને ખબર ક્યારે તુટી જવાય.... અસ્તિત્વ કાયમ નથી રહેવાનું ખબર હોવાં છતાં ભ્રમમાં રહીએ, અહંકાર એવો ભર્યો છે બધાંમાં, કોને ખબર ક્યારે ફૂલી જવાય, અજાણ્યાએ થોડાં વખાણ શું કર્યા આપણે તો પોતાના સમજવા લાગ્યા, વહેમના દરિયામાં જીવીએ ને રહીએ છીએ, કોને ખબર ક્યારે ડૂબી જવાય.... જીવનનો ભરોસો નથી કંઈ ને ભવિષ્યની ચિંતા કર્યા કરીએ, આજુબાજુ ભટક્યા કરીએ છીએ, કોને ખબર ક્યારે ઉડી જવાય..... પરપોટા સમી જિંદગી છે બધી જ મોહમાયા છોડી થોડી શાંતિ રાખીએ.... વેરઝેર ભૂલી જઈએ બધાં, કોને ખબર ક્યારે રાખમાં ભળી જવાય... -Bhargav Jagad
તારા જવાથી ન થવાનું થઈ જ ગયું મારી સાથે, તારા જવાથી જિંદગીમાં ન થવાનું થઈ ગયું મારી સાથે... જિંદગીમાં ઘણાં પ્રશ્નો હતાં ને ઘણી મુશ્કેલી પણ આવી, અણધાર્યો વળાંક આવ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે.... પ્રેમ હતો તારાથી ને પ્રેમમાં ઘણાં સપનાંઓ જોયાં હતાં, સપનાં બધાં તુટી ગયાં ને ન થવાનું થઈ ગયું મારી સાથે.... તું દૂર ચાલી ગઈ ને જિંદગી મારી બરબાદ થઈ ગઈ, પ્રેમમાં સાથ છૂટ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે.... વિચાર્યું ન હતું એવું બધું જીવનમાં જોવા મળ્યું, વિશ્વાસ તૂટ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે... પોતાની ભૂલ હતી એમાં બીજાને શું દોષ આપવો, પ્રેમમાં દગો મળ્યો ને ન થવાનું થઈ ગયું મારી સાથે.... -Bhargav Jagad
તારી નજર મારી નજર સાથે મળી ત્યારથી પ્રેમ થયો મને, મારા અધૂરા સપનાઓને પ્રેમમાં પાંખો મળી ગઈ છે... તે તો મને તારી પ્રેમમાં પાંખોની યાદો આપી છે, તે તો મને આ દુનિયામાં તારામાં જીવડાવ્યો છે.. જ્યારે તારી યાદોમાં મારી આંખો ભીની થાય છે, ત્યારે તારો હસતો ચહેરો મને પ્રેમમાં પાંખો આપે છે.. પ્રેમમાં પાંખોના પીંછા પણ ખરી ગયાં હતાં, પ્રેમમાં પાંખોના પીંછા પણ લુંટાય ગયાં હતાં.... તારા સાથે પ્રેમમાં પાંખો વડે ઊંચી ઉડાન ભરવી હતી, તે તો અધવચ્ચે જ સાથ છોડીને મારાથી દૂર ચાલી ગઈ છે.... પ્રેમમાં તારી યાદો ને આંખોમાં આંસું સાથે જીવી રહ્યો છું, સંગાથ છૂટ્યો અને પ્રેમમાં પાંખો પણ તુટી ગઈ છે.... -Bhargav Jagad
હું તો દુનિયાની સામે એકલો જ લડવા તૈયાર છું, આપણા દુશ્મન જ અંગત હોય તો લડવું કઈ રીતે... પોતાના સ્વાર્થ માટે આપણી સામે સારો દેખાવ કરે, આ સ્વાર્થી દુનિયામાં દુશ્મન વચ્ચે જીવવું કઈ રીતે.... દોસ્તને બધું કહિશ તો એ પણ મારાં દુશ્મન બનશે, મારાં જખ્મોની વાત ને મુંજવણ કહેવું કઈ રીતે.... ચહેરા પર મુખોટા પહેરીને ફરે છે બધાં તો અત્યારે, દોસ્ત કોણ અને દુશ્મન કોણ છે એ ઓળખવું કઈ રીતે..... કેવો સમય આવી ગયો દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડી, વર્ષોથી અબોલા હતાં એમની સાથે હવે બોલવું કઈ રીતે.... મિત્રતા કરી કે દુશ્મની નિભાવી એ જ ખબર ન પડી , મનની મથામણમાં તો હવે ખૂશ રહેવું પણ કઈ રીતે.... -Bhargav Jagad
તારી ને મારી વાતોને અનાવરણ કરવાની કંઈ જરૂર નથી, તારી ને મારી દોસ્તી કંઇક અલગ આવરણ થી બંધાયેલી છે... બહાર છે મસ્ત મજાનું વાતાવરણ ને આપણું સુંદર અનાવરણ, તારી ને મારી પ્રીતની અનોખી દોર વિશ્વાસથી જોડાયેલી છે... પ્રેમ છે એને બધાં સામે જાહેર કરવાની કોઈ જરૂર નથી, તારી ને મારી યાદો દિલનાં એક ખુણે સંગ્રહાયેલી છે... શોખ છે બધાને પોતાની પ્રતિષ્ઠા ને અનાવરણ કરવાની, તારી ને મારી સમજણશક્તિ તો અલગ ઢાલ માં ઘડાયેલી છે.... ઝઘડો કરશું ને ફરી સાથે બેસીને વાતો પણ કરીએ અમે તો, તારી ને મારી લાગણીની ભાષા મૌનમાં છુપાયેલી છે.... પુસ્તકનું કે પ્રતિમાનું અનાવરણ કરી શકાય પણ પ્રેમનું નહીં કરાય, તારી ને મારી દોસ્તીની વાતોમાં આખી દુનિયા ખોવાયેલી છે... -Bhargav Jagad
તું આવે કે ના આવે આ મારી આંખોમાં તારી યાદો હર-પળ સતાવે છે, તારી યાદો ને તારી વાતો તો મને દિવસ- રાત તડપાવે છે, ગજબની છે તારી યાદો, એક ભૂલું તો બીજી તૈયાર જ હોય, તારી મીઠી નોકજોક વાળી મસ્તી તો મને કાયમ હસાવે છે.... કેમ કરીને ભૂલું તારી વાતોને તો એક પછી એક યાદ આવે, તારી યાદો તો એકાંતમાં મારી આંખોમાં આંસુ લાવે છે..... એવો કેવો નાતો જોડાય ગયો આપણી વચ્ચે ખબર નથી પડતી, તારી હસી મજાક વાળી આદત તો મને હિંમત આપે છે.... આંખોમાં તારી યાદોના સપનાં સજાવી રાખીને ફરું છું, તારી સાથે જોડાયેલી કોઈ પણ વાત આજે પણ મને રડાવે છે.... બધાં કહે છે કે જે દૂર ચાલ્યું ગયું એ પાછું નથી આવતું, મારા દિલમાં તારા પ્રત્યેનો પ્રેમ મને હંમેશા નમાવે છે.... -Bhargav Jagad
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser