ઘડિયાળનાં કાંટા જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીયે છીએ....
નદીના પાણી જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એક દિશા તરફ ને એક સાથે વહેતાં રહીએ છીએ....
દીપકના જ્યોત જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એકબીજાને પૂરક બનીને પ્રકાશ ફેલાવતાં રહીએ છીએ...
વરસાદનાં ટીપાં જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એકબીજાં માટે તરસતા રહીએ છીએ...
ફૂલની પાંખડીઓ જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એકબીજા સાથે રહીને મહેકતા રહીએ છીએ....
સૂરજના કિરણો જેવો છે તારો અને મારો સંબંધ,
હંમેશા એકબીજા સાથે સાથ સહકાર આપતા રહીએ છીએ..
-Bhargav Jagad