હું તારી યાદમાં 2

(318)
  • 124
  • 17
  • 52.1k

રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને જોયું તો આજુબાજુના બેડ પર વિકી અને અવી સુતા હતા. એ બંન્ને ભર ઊંઘમાં ઘસઘસાટ નસકોરા બોલાવતા હતા. મેં રૂમની લાઈટ ઓન કરવાનું ટાળ્યું અને મારા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી જેથી મને થોડો પ્રકાશ મળી રહે અને હું મારું કામ કરી શકું. હું બેડ પરથી ઉભો થઈને મોબાઈલની ફ્લાઇસ્લાઈટ સાથે નીચે ઉતર્યો અને બાજુના ટેબલ પાસે ગયો જ્યાં અમે લોકોએ રાત્રે પીધા પછી અધૂરી રહેલી બ્રાન્ડીની બોટલ મૂકી હતી. મેં ધીમે રહીને કોઈને સંભળાય નહિ એ રીતે ત્યાંથી બોટલ ઉઠાવી.

New Episodes : : Every Wednesday

1

હું તારી યાદમાં 2 - 1

રાત્રે 1 વાગતા મારી આંખ ખુલી ગઈ અને હું બેડ પરથી ઉભો થયો. મેં મારી આજુબાજુ નજર ફેરવી અને તો આજુબાજુના બેડ પર વિકી અને અવી સુતા હતા. એ બંન્ને ભર ઊંઘમાં ઘસઘસાટ નસકોરા બોલાવતા હતા. મેં રૂમની લાઈટ ઓન કરવાનું ટાળ્યું અને મારા મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી જેથી મને થોડો પ્રકાશ મળી રહે અને હું મારું કામ કરી શકું. હું બેડ પરથી ઉભો થઈને મોબાઈલની ફ્લાઇસ્લાઈટ સાથે નીચે ઉતર્યો અને બાજુના ટેબલ પાસે ગયો જ્યાં અમે લોકોએ રાત્રે પીધા પછી અધૂરી રહેલી બ્રાન્ડીની બોટલ મૂકી હતી. મેં ધીમે રહીને કોઈને સંભળાય નહિ એ રીતે ત્યાંથી બોટલ ઉઠાવી. ...Read More

2

હું તારી યાદમાં 2 (ભાગ-૨)

રૂમ પર આવીને હું ફ્રેશ થયો અને અમે ત્રણેય જણા બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા. મારા મનમાં હજી એ જ આવતો હતો કે રાત્રે મારા જોડે શુ થયું હતું. એ રોશની જે મારા તરફ આવી રહી હતી એ કોણ હતી? અને હું તો પાણીમાં ડૂબી ગયો છતાં પણ હું જીવતો કેમ બચી ગયો? હા મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત હતી. કારણકે મેં ત્યાં જઈને ૨ વાર સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી હતી. પહેલીવાર જ્યારે મેં મારા કાન પર ગન રાખી ત્યારે મને એવો આભાસ થયો હતો કે મારા ખભા પર કોઈએ હાથ મુક્યો હતો પણ પાછળ ફરીને જોતા ત્યાં કોઈજ ...Read More

3

હું તારી યાદમાં 2 (ભાગ-૩)

અવી : કેમ ભાઈ, બવ સારી ઊંઘ આવી ગઈ કે શું તને ?હું : ના હવે કાઈ ઊંઘ નથી મને.વિકી : તો કેમ આમ સૂતો છું કોઈ ટેંશનમાં છું કે શું ?હું : ના ભાઈ, કોઈજ ટેંશન નથી. આપણને શુ ટેંશન હોય ?અવી : તો શેના વિચારોમાં ખોવાયેલો છું?હું : છે, હવે કોઈક.વિકી : ઓહહ, કોઈક એમને ?હું: હા કોઈક.અવી: અમને તો જણાવ કોણ છે એ કોઈક?હું : હું પણ નથી ઓળખતો ભાઈ એને.વિકી: શુ વાત કરે છે ઓળખતો નથી અને એના વિચારોમાં ખોવાયેલો છે તું. હું : જરૂરી થોડું હોય કે જેને ઓળખતા હોય એનાજ વિચારોમાં ખોવાયેલા હોઈએ. ક્યારેક એવું પણ બને કે જેને આપણે ના ...Read More

4

હું તારી યાદમાં 2 (ભાગ - ૪)

મેં શિખાએ મોકલેલો મેઈલ ઓપન કર્યો અને અને એમાં નજર ફેરવીને પ્રોગ્રામ અને એપની ડિટેઇલ્સ ચેક કરી. પછી મેં જોડે કોન્ટેકટ કર્યો અને કનેક્ટ કરીને લગભગ 1 કલાક જેવી માથાકૂટ પછી મને એ બગનું સોલ્યુશન મળ્યું અને મેં મારું કામ પૂરું કર્યું. મેં મારી ઘડિયાળમાં જોયું તો સવારના 11:30 જેવો સમય થઇ ગયો હતો. આજે હું ઓલરેડી ટિફિન લઈને નહોતો આવ્યો. આજે મને પહેલીવાર ઓફિસમાં બેઠા બેઠા આટલો બધો કંટાળો આવતો હતો અને કોઈ કામમાં મન નહોતું લાગતું. મન થતું હતું કે ત્યાં જઈ આવું અને એકવાર એનું મુખડું જોઈ આવું પણ ત્યાં જવામાં પણ અવરોધ હતો કારણકે અત્યાર ...Read More

5

હું તારી યાદમાં 2 - (ભાગ - ૫)

જેવો મેં ફોન રિસીવ કર્યો તો સામેના છેડેથી સીધો જ અવાજ આવ્યો “રુદ્ર સર, હું વંશિકા બોલું છું.”હું:- કોણ ? (મને થોડો ડાઉટ હતો કે કદાચ એજ વંશિકા હશે પણ હું પોતે કન્ફ્યુઝ હતો કારણકે મને પણ ખબર હતી કે વંશિકા સાથે હજી સુધી મારી કોઈ વાત-ચીત નથી થઈ તો પછી મારો નંબર એની પાસે ક્યાંથી આવી શકે!)વંશિકા :- તમારા કોમ્પ્લેક્સમાં ત્રીજા ફ્લોર પર જે ડેટા એન્ટ્રીની ઓફીસ છે. થોડા દિવસ પહેલા તમે આવ્યા હતાને અમારી ઓફિસમાં મારા પીસી માં ઇસ્યુ હતો ત્યારે.હું :- (ચોકી ગયો કે જેને અત્યાર સુધી હું વાત કરવા માટે તક શોધી રહ્યો હતો એને ...Read More

6

હું તારી યાદમાં 2 - (ભાગ - ૬)

તે ત્યાંથી એક્ટિવા લઈને ત્યાંથી જતી રહી. હું હજી પણ ત્યાંજ ઉભો હતો. હવે હું ઘરે જવાનું વિચારતો હતો મને વિચાર આવ્યો અને મેં શિખાને કોલ કર્યો. એક-બે રિંગ વાગી અને શિખાએ કોલ રિસીવ કર્યો.શિખા:- ગુડ મોર્નિંગ રુદ્ર સર.હું :- ગુડમોર્નિંગ મિસ શિખા. મને જાણવા મળ્યું કે તમે કોઈને મારો નંબર આપ્યો હતો ?શિખા:- હા, આપ્યો હતોને, કેમ નહોતો આપવાની જરૂર ?હું:- અરે ના, સારું કર્યું તે આપ્યો એ એમ પણ આપણા ક્લાયન્ટની સેવા કરવી એ તો આપણો ધર્મ છે.શિખા:- અચ્છા, પણ મને તો એ ક્લાયન્ટ થોડા વધારે પડતા જ સ્પેશિયલ લાગે છે તમારા માટે.હું:- હા, હવે જે છે ...Read More

7

હું તારી યાદમાં 2 - (ભાગ -૭)

રાતના 9:30 વાગ્યા હતા અને હું વિચારતો હતો કે મારે વંશિકાને મેસેજ કરવો જોઈએ કે નહીં. ફાઇનલી નક્કી કરી કે હવે એને મેસેજ કરું અને એની સાથે વાત કરું. મેં મારું વોટ્સએપ ઓપન કર્યું અને વંશિકાનો કોન્ટેકટ કાઢ્યો. એને એનો ડી.પી. બદલ્યો હતો. કદાચ આજે સવારે જ બદલ્યો હતો કારણકે સવારે મેં જોયું ત્યારે એનો અલગ ડી.પી. હતો. મેં પટકન એને હાઈ લખીને મેસેજ કર્યો અને હું ફોન સાઇલેન્ટ મોડ પર રાખીને મારી છાતી પર રાખીને સુઈ ગયો. 5 મિનિટ જેવો સમય થયો અને મારા ફોનમાં વાઈબ્રેશન થયું અને મેં મોબાઈલ હાથમાં લીધો અને નોટિફિકેશન લાઈટ પર નજર નાખી. ...Read More

8

હું તારી યાદમાં 2 - (ભાગ-૮)

3 દિવસ સુધી વંશિકા મને કોન્ટેકટ નહોતી કરવાની. 3 દિવસ સુધી આપણી વચ્ચે કોઈ વાત નહિ થાય આ વંશિકાના હતા. એને મને જણાવ્યું કે એના અંકલ અને એમના ફેમિલી મેમ્બર્સ આવે છે લંડનથી એટલે હું એમની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરવાની છું. અમે લોકો અમુક પ્લેસ પર ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે કારણકે એ લોકો ઘણા સમય પછી અમદાવાદ આવી રહ્યા છે અને એમના દીકરા-દીકરીએ અમદાવાદ જોયું જ નથી એટલે એમને વિઝિટ કરાવવા માટે હું 3 દિવસ એમની સાથે જ રહીશ. 3 દિવસ કદાચ આપણે વાત નહિ થઈ શકે અને હું ઓફીસ પણ નથી આવવાની. વંશિકા ફક્ત એટલું કહીને ...Read More

9

હું તારી યાદમાં 2 - (ભાગ - ૯)

બપોરનો સમય થવા આવ્યો હતો. હું હજુ સુધી મારા કામમાં પડ્યો હતો. સોફ્ટવેર કોર્ડિંગનું થોડું ઘણું કામ પતી ગયું કમ્પ્યુટર વર્ક છે જ એવું જે ક્યારેક ક્યારેક કરવાવાળા લોકો માટે રસદાયક હોય છે અને દરરોજ આખો દિવસ એના પરજ રહેવાવાળા લોકો માટે ત્રાસદાયક હોય છે. એમા પણ સૌથી અઘરું કામ એટલે કોડિંગ કરવું. જેમાં તમને સૌથી વધુ ફરસ્ટ્રેશન આવે છે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને ઘણીવાર એટલી હદ સુધી કંટાળો આવવા લાગે કે ત્યાંથી ઉભા થઈને ક્યાંક બહાર જતું રહેવાનું મન થાય છે. સોફ્ટવેર ફિલ્ડવાળા હમેશા ફ્રી ટાઈમ શોધતા હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરવાની ...Read More

10

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૦)

શિખાને મોડું થતું હતું એટલે એણે રસ્તામાં કાઈ પણ ખાવાની ના પાડી હતી અને એના કારણે મેં પણ કાંઈ ખાધું. હું ફટાફટ ઘરે જઈને ફ્રેશ થયો. ઘડિયાળમાં જોયું તો ૧૦:૨૦ થવા આવ્યા હતા. મેં રેડી થઈને મારુ બાઇક કાઢ્યું અને લઈને નીકળી પડ્યો. હવે જમવાની બહુ ઈચ્છા નહોતી મારી કારણકે મારી ભૂખ મરી ગઈ હતી એટલા માટે મેં નાસ્તો કરવાનું વિચાર્યું. મેં બાઇક પિઝા ડમ તરફ જવા દીધું અને ત્યાં જઈને બાઇક પાર્ક કર્યું. હું અંદર દાખલ થયો ત્યાં વધુ ભીડ નહોતી કારણકે ૧૧ વાગ્યાનો સમય થવાનો હતો અને હમણાં શોપ બંધ થવાની તૈયારીમાં જ હતી. હુ ટેબલ પર ...Read More

11

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૧)

આજે પણ સવારે રૂટિન સમય મુજબ ૭ વાગ્યે મારા મોબાઈલનો એલાર્મ વાગવા લાગ્યો અને હું જાગીને ઉભો થયો. થયો અને ચા-નાસ્તો કરીને પોતાના રૂટિન સમય પર ઓફિસ જવા માટે નીકળી પડ્યો. આજે વધુ કામ ના હોવાના કારણે વહેલું ઓફિસ જવું જરૂરી નહોતું એટલે હું આરામથી ઘરેથી નીકળ્યો હતો. રસ્તામાં ટ્રાફિકનો સામનો કરતા-કરતા અને અમુક ટ્રાફિકને અમદાવાદની સ્ટાઇલમાં બાઈક ગમે ત્યાંથી કાઢીને નીકળતા-નીકળતા હું મારા રેગ્યુલર ટાઈમ પર ઓફિસ પહોંચી ગયો. આજે ઓફિસમાં બધા એમ્પ્લોયી આવી ગયા હતા અને હું છેલ્લે બાકી રહ્યો હતો. શિખા પણ પોતાના સમય પર આવી ગઈ હતી. હું એકજ આજે છેલ્લો હતો. ક્યારેક ક્યારેક લાગતું ...Read More

12

હું તારી યાદમાં 2 - (ભાગ - ૧૨)

મે મોબાઈલ હાથમાં લીધો અને એની ડિસ્પ્લે પરનું નામ વાંચ્યું. શિખાનો કોલ હતો. મે વિચાર્યુકે આટલી સવારમાં શિખાનો કોલ આવ્યો હશે. મેં અડધી ઊંઘમાં કોલ રિસીવ કર્યો.હું :- ગુડમોર્નિંગ શિખા. બોલ અત્યારમાં કોલ કર્યો તે ?શિખા :- ગુડમોર્નિંગ અને સોરી તમને અત્યારે ડિસ્ટર્બ કરવા માટે.હું :- અરે વાંધો નહિ બોલ શુ કામ હતું ?શિખા :- મારા લેપ્ટોપનું ચાર્જર બગડી ગયું છે અને આજે રવિવાર છે તો કોઈ શોપ પણ ખુલી નહીં હોય. તમારો ફ્રેન્ડ છે ને જેને ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. તમે એને કહીને મને આજના દિવસમાં ચાર્જર મગાવી આપશો ? મારે અરજન્ટ કામ છે લેપટોપમાં અને બેટરી લો છે.હું ...Read More

13

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૩)

મે પાછળ તરફ ફરીને જોયું. એ હાથ વંશિકાનો હતો. અચાનક હાથ મુકવાના કારણે હું શોક થઈ ગયેલો. મારી નજર પર પડી. એને બ્લેક કલરનું ફૂલ સ્લીવવાળું ટીશર્ટ પહેર્યું હતું અને બ્લુ લાઈટ જીન્સ પહેરેલું હતું. એના આ લૂકમાં એ હમેશા સુંદર લાગતી હતી. આજે એનો એજ લૂક હતો જે મેં પહેલીવાર એને ઉસમાનપુર ચાર રસ્તા પર જોઈ હતી ત્યારે હતો. એની આંખો હમેશા મને ઘાયલ કરવા માટે કાફી હતી. હું એને એમજ એકીટશે જોઈ રહ્યો હતો. વંશિકા : રુદ્ર…રુદ્ર….હું : હા, બોલ.વંશિકા : ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા ?હું : ક્યાંય નહીં, કાંઈ નહોતો વિચારતો.વંશિકા : તો મારી સામે કેમ જોઈ ...Read More

14

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૪)

મને પણ સમજાઈ નહોતું રહ્યું કે અમારા વચ્ચે હવે ફક્ત મિત્રતા રહી હતી કે વંશિકા પણ મારા પ્રત્યે આકર્ષિત રહી હતી. અમે લોકો અહીંયા બેઠા એને ૧ કલાક જેવો સમય થી ગયો હતો. મેં મારી ઘડિયાળમાં જોઈને આ વસ્તુ નોટિસ કરી. સાંજના સાત વાગી ગયા હતા. મેં વંશિકાને કહ્યું.હું : વંશિકા, ૭ વાગી ગયા…વંશિકા : હા, યાર ઘરે જવા માટે નીકળવું પડશે હવે. હું : હા, ચાલો હવે નીકળીએ.વંશિકા : વાતો-વાતોમાં ક્યારે સમય જતો રહ્યો એની ખબર ના પડી. હું : હા, ચાલ હવે જલ્દી નીકળીએ. તને પણ મોડું થતું હશે.વંશિકા : હા, હજી મારે ઘરે જઈને રસોઈ પણ બનાવવી પડશે.હું ...Read More

15

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૫)

વંશિકા : હા, સાચેજ તમને તમારી તબિયતની કાઈ ચિંતા જ નથી.હું : છે જ હો.વંશિકા : એટલેજ રાતે લેટ કમ્પ્યુટર સામે બેસી રહેતા હતા.હું : ૩ દિવસ બેસવાથી કાઈ ના થઇ જાય હવે મેડમ.વંશિકા : આજે ૩ દિવસ બેસવાની આદત પાડો એટલે કાલે સવારે બીજા વધારે દિવસો સુધી બેસવાની આદત પડી જાય.હું : અચ્છા એવું હોય એમ ?વંશિકા : હા.હું : તમને બવ ચિંતા થાય છે તમારી ?વંશિકા : હા, તમારી ગર્લફ્રેન્ડ તો છે નહીં એટલે હવે ફ્રેન્ડ ચિંતા નહિ કરે તો બીજું કોણ કરશે ?હું : અચ્છા, તો તારે ક્યાં બોયફ્રેન્ડ છે.વંશિકા : હા, પણ હું તમારી જેમ ...Read More

16

હુ તારી યાદમાં 2 - (ભાગ-૧૬)

બધાની વચ્ચે બિન્દાસ ડેરિંગ કરીને વંશિકા મારી અને શિખાની પાસે આવીને ઊભી રહી અને બોલી.વંશિકા :- હેલો ફ્રેન્ડ્સ.હું અને :- વેલકમ વંશિકા. પ્લીઝ ટેક યોર સીટ.હું ઊભો થયો અને એક ખુરશી વંશિકાની બાજુમાં ખસેડી જેવી રીતે એક મેચ્યોર મેન એક લેડીઝને રિસ્પેક્ટ આપે છે એવી રીતે. વંશિકાએ પણ મને થેંકયુ જેન્ટલમેન કહ્યું અને પોતાની ખુરશી પર બેસી ગઈ. કામમાં ૧:૩૦ વાગી ગયો હતો અને સમય ક્યાં જતો રહ્યો એનો ખ્યાલજ નહતો રહ્યો એના કારણે મને પણ બહુ ભૂખ લાગી હતી. શિખા અને વંશિકાએ પોતાની ટિફિન ખોલ્યું અને અમારા ત્રણેય વચે ટેબલ પર મૂક્યું. બંને ટિફિન પહેલી સુગંધ ખૂબ જાણીતી ...Read More

17

હુ તારી યાદમાં 2 - (ભાગ-૧૭)

હું ચાલીને આગળ ગયો અને જોયું લોકો ગાડીવાળાને ઘેરીને ઊભા હતા અને એક માણસ ત્યાં બેઠેલા એક વૃદ્ધને આશ્વાસન રહ્યા હતા જેમનું એક્સિડન્ટ થયું હતું. વૃદ્ધ અંકલની ઉમર લગભગ ૬૦ વર્ષ અથવા એનાથી વધુ લાગતી હતી. એમને માથામાં ઇજા થવાના કારણે લોહી નીકળી રહ્યું હતું અને હાથ-પગ પર છોલાઈ જવાના કારણે ત્યાં પણ થોડી ઇજા થઈ હતી. હું ત્યાં ગયો અને એમની પાસે ગયો. મારો સ્વભાવ પહેલાથી નિખાલસ અને મદદનીશ પ્રકારનો હતો. લોકોનું દુઃખ મારાથી ક્યારેય જોવાતું નહોતું. લોકોની તકલીફ દૂર કરવા અથવા મદદ કરવા માટે હંમેશા આગેવાની ધરાવતો હતો એટલે મારાથી અંકલની હાલત જોવાતી નહોતી. મે અંકલને જઈને ...Read More

18

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૮)

મારો દરરોજનો એલાર્મ ટાઈમ ફિક્સ હતો એટલે ફક્ત આજે વહેલા ઊઠવાની કાઈ ખાસ જરૂર નહોતી. હું મારા રેગ્યુલર ટાઇમ વાગતા જેવો ઊઠી ગયો હતો અને નાહીને રેડી થઈ ગયો હતો. આમ તો હું જીન્સ કરતા વધુ ફોર્મલ કપડાજ પહેરતો હતો કારણકે મારી પર્સનાલિટી પ્રમાણે મારા પર ફોર્મલ કપડાં વધુ શૂટ થતા હતા અને આજ કારણથી હું દરરોજ ઓફિસવર્ક માટે હંમેશા ફોર્મલ કપડાજ પહેરતો હતો. ક્યારેક બહાર ફરવા જવાનું હોય એ સમયે જીન્સ અને ટી-શર્ટ પહેરતો હતો. આજે પણ મે નેવી બ્લ્યુ કલરનો શર્ટ અને લાઇટ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. સવારમાં મે વંશિકાને ફક્ત એક સિમ્પલ ગુડમોર્નિંગનો મેસેજ કરી ...Read More

19

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૯)

હું ચાલતો-ચાલતો કાર પાસે પહોંચ્યો. આજે સવારે ચા-નાસ્તો નહોતો કર્યો એટલે મને સખત ભૂખ પણ લાગી હતી. હું ફટાફટ કારમાં બેઠો અને રાકેશભાઈને પૂછ્યું કે તમે જમી લીધું ?જવાબમાં રાકેશભાઈએ મને ના કહ્યું. મે રાકેશભાઈને કીધું મને સખત ભૂખ લાગી છે સૌથી પહેલા આપડે કંઈક જમી લઈએ.રાકેશભાઈ :- મને તો આદત છે સર ઉપવાસની અને તમે જમીને નથી આવ્યા ?હું :- ના, મને મોડું થઈ ગયું હતું મિટિંગમાં અને આમ પણ હોટલના ખાવામાં મને કોઈ રસ નહોતો મને કંઈક સ્ટ્રીટફૂડ ખાવાની ઈચ્છા થઈ છે અને મને એકલા જમવાની આદત નથી એટલે તમારે પણ મારી સાથે આવવું પડશે જમવા માટે.રાકેશભાઈ ...Read More

20

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૦)

હું :- કેવો વારો અને મે શું કર્યું ?વંશિકા :- હા ઊભા રહો. મને એમ કહો કે આટલું મોડું માટેનું કોઈ ખાસ કારણ ?હું :- હા, એક મોટી પ્રોજેક્ટને લગતી મિટિંગ હતી અને તે મિટિંગ છોડીને જમવા જવાય તેમ નહોતું કારણકે તેનાથી મારી છાપ પર ખરાબ અસર થવાની શક્યતા હતી.વંશિકા :- આર યુ સ્યોર ?હું :- હા મેડમવંશિકા :- ઠીક છે અને મને મેડમ કહીને માખણ ન લગાવશો ઓકે.હું :- હું માખણ નહીં લગાવતો કારણકે મને માખણ બહુ ભાવે છે એટલે હું એને વેસ્ટ નથી કરતો અને તમને ના ગમતું હોય તો હું મેડમ ન કહું તમને.વંશિકા :- ના ...Read More

21

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૧)

જમતા જમતા વંશિકા જોડે થોડી એવી વાત થઈ હતી. હવે મારે મારું બીજું કામ પૂરું કરવાનું હતું. હું મારી બહાર નીકળ્યો બોલ્યો. "હેલો ફ્રેન્ડ, થોડીવારમાં બધા લોકો ફ્રી થઈને કોન્ફરન્સ રૂમમાં આવો." આટલું બોલીને હું પાછો મારી ઓફિસમાં જતો રહ્યો અને મારા કમ્પ્યુટરમાંથી એક પેનડ્રાઈવમાં થોડી પ્રેસેન્ટેશનની એક ફાઇલ કોપી કરીને મારી પાસે લઈ લીધી. થોડીવાર પછી હું કોન્ફરન્સ રૂમમાં ગયો જ્યાં બધા કલીગ મારી રાહ જોઈ રહ્યા હતા. મે મારું લેપટૉપ ઓન કરીને તેમાં પેનડ્રાઈવ લગાવી અને પ્રોજેક્ટર સાથે કનેક્ટ કર્યું. એટલામાં શ્રેયએ પોતાનો પ્રશ્ન મૂક્યો.શ્રેય :- સર આ મિટિંગ શેના રિલેટેડ છે ?હું :- સોરી એવ્રીવન, તમને ...Read More

22

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૨)

મારા એલાર્મની ઘંટડીઓ વાગવા લાગી અને મારી આંખ ખુલી ગઈ. રાત્રે મારો મોબાઈલ મારી છાતી પર પડ્યો રહ્યો હતો. વિચારો કરતા કરતા મને ઊંઘ ક્યારે આવી ગઈ તેની ખબર નહોતી રહી. એલાર્મ સાંભળતાજ હું સફાળો જાગ્યો અને રેડી થવા માટે ઊભો થયો. રેડી થઈને ચા-નાસ્તો કર્યો અને ફટાફટ પોતાની જોબ પર જવા માટે નીકળ્યો. ઓફિસ પહોંચીને મારી આદતની જેમ હું બાઇક પાર્કિંગ પાસે ઊભો રહ્યો જ્યાં સુધી વંશિકાના આવી જાય અને થોડીવારમાં વંશિકા અને શિખાની સાથે એન્ટ્રી થઈ. અમે ત્રણેય એક સાથે લિફ્ટમાં ગયા. વંશિકા તેના ફ્લોરપર ઉતરી ગઈ અને હું અને શિખા બંને અમારી ઓફિસમાં એન્ટ્રી થયા. મારી ...Read More

23

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૩)

"શું કામ છે એટલું અગત્યનું ?" હું અને વંશિકા એક સાથે બોલી ઊઠ્યા.શિખા :- રુદ્ર સર ભૂલી ગયા હશે હું જણાવી દઉં. સર આ શનિવારે ૯ એપ્રિલ છે. તમને યાદ છે તે દિવસે શું છે ?હું :- શિખા ખરેખર યાદ નથી મને. પ્લીઝ યાદ કરાવીશ કે શું છે ?શિખા :- મને ખબર હતી કે તમે ભૂલી ગયા હશો. સર મારો જન્મદિવસ છે.હું :- ઑહ શીટ યાર, સોરી શિખા હું ભૂલી ગયો હતો.શિખા :- ઈટ્સ ઓકે કોઈ વાંધો નહીં. તો હવે વાત એમ છે કે શનિવારે સાંજે મારા ઘરે પાર્ટી રાખેલી છે. એટલે તમે બંને લોકો ઇન્વાઇટેડ છો. રુદ્ર સર ...Read More

24

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૪)

મારો મોકલેલો મેસેજ વંશિકાએ તરત જોઈ લીધો.વંશિકા :- બસ હો કાઈ પણ બોલો છો. તમે ફ્લર્ટિંગ શીખી રહ્યા છો મિ. ઓથોર.હું :- અચ્છા તમે આને ફ્લર્ટિંગ કહો છો એમ.વંશિકા :- હા, બાય ધ વે તમે રસ્તો ભૂલી રહ્યા છો અને હવે બીજા ટોપિક પર જઈ રહ્યા છો. આપડે કોઈક અલગ ટોપિક પર વાત કરતા હતા.હું :- અચ્છા ક્યાં ટોપિક પર વાત કરતા હતા ?વંશિકા :- આપડે શિખાની બર્થડે પાર્ટી વિશે વાત કરી રહ્યા હતા.હું :- અચ્છા હા તો બોલો આગળ શું ?વંશિકા :- શું આગળ મને એમ કહો કે તમે મને પિક કઈ રીતે કરશો ?હું :- કેવી રીતે ...Read More

25

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૫)

સવારે એલાર્મ વાગતા હું ઊઠી ગયો. આજે એલાર્મ મે અડધી કલાક વહેલો સેટ કરી દીધો હતો કારણકે સવારે પહેલાતો ગાડી શો રૂમમાં મૂકવા માટે જવાનું હતું અને ત્યાંથી બસમાં ધક્કા ખાતા ખાતા ઓફિસ જવાનું હતું. સવારમાં નાસ્તો કરીને આજે વંશિકા સાથે મેં શિખાને પણ એક મેસેજ કર્યો જેમાં મેં લખ્યું હતું કે આજે મારે ઓફિસ આવવામાં થોડું મોડું થશે. જયંતસરને પણ જણાવવું જરૂરી હતું પણ તે હું ફોન કરીને જણાવવું વધુ જરૂરી સમજતો હતો. મેં કારની ચાવી હાથમાં લીધી અને મારી બેગ લઈને પાર્કિગમાં પહોંચ્યો. સૌથી પહેલા મે કારના ગ્લાસ સાફ કર્યા અને પછી કારનો સેલ માર્યો પણ ઘણા ...Read More

26

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૬)

મારું કામ પતાવીને હું નવરો પડ્યો. મારી પાસે પૂરતો સમય નહોતો આજે થોડો પણ વધારે ટાઇમપાસ કરવાનો કારણકે મારે પહેલા જેમ બને તેમ વહેલા ઘરે પહોંચવાનું હતું. હું ફટાફટ ઓફિસમાંથી મારું બેગ લઈને બહાર નીકળ્યો અને મારું બાઇક સ્ટાર્ટ કર્યું. ટ્રાફીકમાં જેમ તેમ ફટાફટ બાઇક ચલાવતા હું મારા ઘર પાસે પહોંચ્યો. ઘરે પહોચતા મને લગભગ ૬:૦૦ વાગી ગયા હતા. લિફ્ટની રાહ જોવાની જગ્યાએ હું તરત સિડી પર ફટાફટ ચડવા લાગ્યો અને માર ફ્લોર પર પહોંચીને મારા ઘરનું લોક ખોલ્યું. ઘરમાં દાખલ થઈને તરત મારું બેગ સોફા પર મૂક્યું અને સીધો બાથરૂમમાં નહાવા માટે ગયો. ફટાફટ નાહીને બહાર આવ્યો અને ...Read More

27

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૭)

મારો અને વંશિકાનો વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એની અમને ખબર જ ના રહી. અમે બંને વાતો કરતા શિખાના ઘરે પહોંચી ગયા હતા. શિખાનું ઘર એક રો હાઉસમાં હતું. શિખાના પપ્પા એક સીએ હતા અને એની મમ્મી હાઉસવાઇફ હતા. શિખા પહેલાથી અમદાવાદમાં જ રહેતી હતી. માતા પિતાની લાડલી એકજ સંતાન હતી અને તેનો જન્મ પણ અહીંયા જ થયેલો હતો. શિખાનું ઘર બહુ મોટું હતું. શિખાના ઘરમાં એન્ટર કરતા પહેલા એક નાનું એવું પાર્કિંગ હતું અને બાજુમાંથી એક રસ્તો હતો જે પાછળ ગાર્ડનમાં જતો હતો. ગાર્ડનમાં ઘણા બધા ફૂલ અને છોડ વાવેલા હતા અને ત્યાં ઓછામાં ઓછા ૨૫ થી ...Read More

28

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૮)

મે કાર વંશિકાએ જ્યાં તેનું એક્ટિવા પાર્ક કરેલું હતું ત્યાં જઈને ઊભી રાખી. વંશિકા કારમાંથી નીચે ઉતરી. વંશિકાને ગુડ કહેવામાટે હું પણ કારમાંથી બહાર નીકળ્યો.હું :- મેડમ હવે ઘરે સુધી ડ્રોપ કરી જાઉં કે પછી એકલા જતા રહેશો ?વંશિકા :- હું એકલી જતી રહીશ. બહુ ચિંતા ના કરશો મારી.હું :- તમને સાથે લઈને આવ્યો હતો એટલે મારી જવાબદારી છો તમે. તમારી ચિંતા કરવી ફરજ છે મારી.વંશિકા :- સારું ચાલો હવે પછી વાતો કરીશું. બહુ મોડું થઈ ગયું છે અને ઘરે મમ્મી-પપ્પા રાહ જોતા હશે મારી. મારે હવે નિકળવું જોઈએ. તમે પણ આરામથી ડ્રાઇવ કરજો. બહુ ઉતાવળ ના કરતા ઘરે ...Read More

29

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૯)

શિખાનો ફોન કટ થતા હું બાલ્કનીમાંથી હોલમાં ગયો અને કોઈ પણ જાતના રીએકશન આપ્યા વગર સોફા પર બેસીને ટીવી લાગ્યો. અવી અને વિકીએ મને પૂછ્યું હતું જેનો જવાબ મે શિખાનો ફોન હતો એવું કહ્યું. મારા દિલમાં પ્રેમનો ઉભરો આવી રહ્યો હતો જેને કંટ્રોલ કરવો ખૂબ અઘરો હતો કારણકે ફાઇનલી હવે મને ખબર પડી ગઈ હતી કે વંશિકાના મનમાં પણ મારા માટે લાગણીઓ ફૂટવા લાગી હતી. અવી અને વિકી મેચ જોવાના શોખીન હતા એટલે ટીવીમાં મેચ ચાલતી હતી. બપોરના ૧૨:૦૦ વાગ્યા જેવો સમય થઈ ગયો હતો અને અમારું જમવાનું પણ હજી સુધી બાકી હતું."હું નીચેથી ટિફિન લઈને આવું છું" આવું ...Read More

30

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૦)

વંશિકા :- સાચે તમે ગુસ્સે નથી મારાથી ?હું :- ના યાર હું કોઈ ગુસ્સે નથી તારાથી.વંશિકા :- હા યાર તો ભૂલી ગઈ કે તમે ક્યાં કોઈનાથી નારાજ થાવ છો ક્યારેય.હું :- અચ્છા આવું કેવી રીતે કહી શકે છે તું ?વંશિકા :- યાર તમે એકદમ સ્વીટ ટાઈપના માણસ છો એટલે કે એકદમ મીઠુડા. એટલે તમે નારાજ નહીં થતા.હું :- હું અને સ્વીટ તમે ક્યારે ટેસ્ટ કર્યો ?વંશિકા :- ટેસ્ટ નથી કર્યો પણ તમારો સ્વભાવ એટલો સ્વીટ છે એટલે તમે પણ એવા જ હશો.હું :- અચ્છા તમારો ખૂબ આભાર મારા વિશે સારો અભિપ્રાય આપવા માટે.વંશિકા :- હા, અમારી ફરજ છે તમને ...Read More

31

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૧)

વંશિકા ચુપચાપ સોફા પર બેઠી હતી અને તેની મોટી મોટી આંખો કરીને હોલનો નજારો જોઈ રહી હતી. હું પણ પાસે જઈને બેઠો અને વાત કરવાની શરૂઆત કરી.હું :- સો કેવું લાગ્યું અમારું ઘર.વંશિકા :- ઘર તો સારું છે. પણ હજી સુધી પૂરું ઘર નથી જોયું.હું :- હા ચાલ તને પૂરું ઘર બતાવું.હું અને વંશિકા ઊભા થયા અને હું સૌ પ્રથમ વંશિકાને હોલ દેખાડવા લાગ્યો. અમે ઘરમાં કઈ કઈ વસ્તુઓ વસાવી હતી તે પણ જણાવવા લાગ્યો. હું વંશિકાને લઈને કિચનમાં ગયો અને કિચન દેખાડવા લાગ્યો. વંશિકાની ચૂપકીદી અને શરમ હવે ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. વંશિકાએ જાતે ફ્રીઝનો દરવાજો ...Read More

32

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૨)

હું અને વંશિકા અનાથાશ્રમના ગેટ પાસે આવીને ઊભા રહ્યા. વંશિકા બોર્ડ પર લખેલું નામ વાંચી રહી હતી. મે વંશિકાને " અહીંયાથી શરૂ થાય છે સફર અનાથ બાળકોના જીવનની." આટલું કહીને મેં ગેટનો દરવાજો ખખડાવ્યો. થોડી સેકંડોમાં વોચમેને દરવાજો ખોલ્યો. વોચમેન પણ અમને સારી રીતે ઓળખતા હતા. આમ જોવા જઈએતો આપણે અનાથાશ્રમમાં વિઝિટ કરવા માટે એમની પાસે પહેલેથી એપાઈન્ટમેન્ટ લેવી પડતી હોય છે પણ અમારી પહેલાથી ઓળખાણ હોવાથી અમને એપાઈન્ટમેન્ટની જરૂર નહોતી પડતી. એટલામાં અવિ અને વિકી પણ થેલા લઈને અમારી પાસે આવી પહોંચ્યા. અમે ચારેય અંદર દાખલ થયા. અંદર જતા મધરાતેરેસાનું પૂતળું બનાવેલું હતું અને આગળની જગ્યા થોડી ખુલ્લી ...Read More