Hu Taari Yaad ma 2 -41 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૪૧)

Featured Books
  • അമീറ - 10

    ""എന്താടാ നീ എന്നെ ഇങ്ങനെ നോക്ക്ണേ..""റൂമിലേക്ക് കയറി വരുന്ന...

  • MUHABBAT..... - 11

                      MUHABBAT......ഭാഗം - 11കോളേജ് വിടുന്ന കൃത്...

  • MUHABBAT..... - 10

                 MUHABBAT......ഭാഗം - 10ഒരു മലയാളിയായ അവള് corre...

  • താലി - 8

             ഭാഗം 7വീട്ടിൽ എത്തിയപ്പോൾ അമ്മു ബ്രേക്ഫാസ്റ്റ് എല്ല...

  • അമീറ - 9

    ""  ഇത് അമീറ അല്ലേ  സംസാരിക്കുന്നത്..""?"അതെ ഞാൻ തന്നെയാണ്....

Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૪૧)

હું મારા મનના વિચારોમાં ખોવાયેલો હતો અને મારી ઑફિસનો દરવાજો ઓપન થયો અને શિખા અંદર આવી. શિખા આવીને મારી સામેની ખુરશી પર બેઠી અને કહ્યું.
શિખા :- અરે સર આજે બહુ મોડા આવ્યા ઓફિસ પર.
હું :- હા યાર મોડું થઈ ગયું કાલે રાત્રે મોડે સુધી જાગ્યો હતો અને મોબાઈલ પણ સાઇલેન્ટ હતો એટલે સવારે કાઈ ખબર ના રહી.
શિખા :- અચ્છા તો પછી કાલનું કેવું રહ્યું તમારુ મિશન ?
હું :- જવા દે યાર શું વાત કરું તેના વિશે. કાઈ કહેવા જેવું નથી મારું આખું મગજ હેંગ કરી નાખ્યું છે એના લીધે તો સવારે ઊઠ્યું નહીં.
શિખા :- કેમ ભાભીએ ના પાડી દીધી ?
હું :- ખબર નહીં ના તો નહીં પાડી અને હા પણ નહીં પાડી.
શિખા :- હું સમજી નહીં મને વિસ્તારપૂર્વક સમજાવો શું થયું તેના વિશે.
મે શિખાને કાલની આખી વાત જણાવી અને આજે સવારે ઓફિસે આવ્યા પછી જયંતસર સાથે મારી શુ મિટિંગ થઈ તે પણ જણાવ્યું. મારી આખી ઘટના પર શિખાનું કાંઈક અલગ જ રીએકશન હતું.
શિખા :- અરે યાર જે થયું તે થયું પણ તમે ચિંતા ના કરશો. હું વંશિકાને ઓળખું છું ત્યાં સુધી તે તમને વિચારીને જવાબ જરૂર આપશે અને પોઝિટિવ જવાબ આપશે. અત્યારે જે થયું તેના વિશે તમે વિચારીને હેરાન ના થશો.
હું :- યાર વાત હેરાન થવાની જ છે. મને વંશિકા તરફથી આવા જવાબની કોઈ અપેક્ષા નહોતી. તેણે કોન્ટેક્ટ કરવાની ના પાડી તે સૌથી વધુ ચિંતાજનક વાત છે અને બાકી રહેતું હતું તો જયંતસરે મારી બહાર જવાની ટ્રીપ ફાઈનલ કરી દીધી.
શિખા :- જુઓ સર, અત્યારે આ બધું વિચારીને તમે વધુ દુઃખી થશો. જે કાઈ થઈ રહ્યું છે તે તમારા માટે સહેલું નથી હું સારીરીતે સમજી શકું છું પણ હું ફક્ત એટલું કહી શકું છું કે તમે પોતાની જાતને સમય આપો અને પરિસ્થિતિનો સામનો કરો. આગળ જે પણ થશે તે સારા માટે થશે અને તમારું થીંકીંગ પોઝિટિવ રાખો. અત્યારે વંશિકાની હાલત પણ તમારા જેવી હશે. વંશિકાએ કોન્ટેક્ટ કરવાની ના કેમ પડી અને તેના મનમાં શું ચાલી રહ્યું છે તે તો મને પણ નથી સમજાતું. ભગવાન જે કાઈ પણ કરશે તમારા બંને માટે સારું જ કરશે.
હું :- આઈ હોપ શિખા બધું સારું થઈ જાય અને વંશિકા મારી સાથે સંબંધ ના તોડે.
શિખા :- ડોન્ટ વરી એવું કાંઈ નહીં થાય અને જયંતસરે તમારી ટ્રીપ પ્લાન કરી તે પણ તમારા માટે વધુ સારું છે. તમે થોડા દિવસ અહીંયાથી બહાર જશો તો તમારું માઈન્ડ પણ ફ્રેશ થશે અને તમે આવા વિચારોમાંથી પોતાને મુક્ત કરી શકશો. તમારે આ વાત પોઝિટિવ લેવી જોઈએ કે આગળ જે કાઈ પણ થશે તે જોયું જશે પણ અત્યારે તમે આ સમયમાંથી બહાર નીકળો અને આગળ વધો. મારા મતે તમારે થોડા દિવસ ચેન્નાઈ જતું રહેવું જોઈએ અને ત્યાં જઈને કલ્ચર અને વાતાવરણ પણ બદલાશે. તમે પોતાની જાતને થોડા વ્યસ્ત રાખી શકશો અને પોતાના મગજમાં ચાલતા વિચારો થોડા સમયમાટે દૂર કરી શકશો.
હું :- આઈ હોપ કે આવું જ કંઈક થાય. બાય ધ વે થૅન્ક યુ શિખા મને ગાઈડ કરવા માટે.
શિખા :- અરે થૅન્ક યુ કહેવાની જરૂર નથી. હું તમને એટલું કહી શકું કે જ્યારે તમને કોઈ પ્રોબ્લેમ થાય તો તમે મને એની ટાઈમ કોલ કરી શકો છો. હું તમને સાથ જરૂર આપીશ.
હું :- ચોક્કસ શિખા તે આટલું કહ્યું એ મારા માટે ઘણું બધું છે.
શિખા :- ઠીક છે ચાલો પછી આગળનું કામ અને તૈયારી શરૂ કરી દો બહાર જવાની અને બાય ધ વે આજે મોડા આવ્યા એટલે ટિફિન નહીં લાવ્યા હોય ને તમે ?
હું :- ના યાર, સવારે સમય નથી મળ્યો.
શિખા :- ઠીક છે લંચ ટાઈમ પર હું આવી જઈશ મારું ટિફિન છે 
હું :- ઠીક છે ના પ્રોબ્લેમ.
શિખા મને થોડી પોઝિટિવ વાઈબ આપીને ફરી પોતાના કામ પર જતી રહી. એકચ્યુલી મને એવું લાગતું હતું કે મારો ચેન્નાઈ જવાનો પ્લાન પણ કદાચ મારા કારણે જ થયો છે. વંશિકાને પ્રપોઝ કરવાની ઉતાવળ અને આગળના દિવસોના ડિસ્ટર્બન્સને રોકવા માટે મેં મૂર્તિ સરની કંપનીનું સૉફ્ટવેર બહુ ઓછા સમયમાં તૈયાર કરી નાખ્યું હતું અને શુક્રવારે સાંજ સુધીમાં મે તેને રિલીઝ પણ કરી નાખ્યું હતું. જેના કારણે તેઓને મારું કામ ગમ્યું અને નવી ઓફિસમાટે કદાચ મને પ્રિફર કર્યો હતો. જે થયું તે થયું હવે કાઈ ફાયદો નથી અફસોસ વ્યક્ત કરીને. હું ફરીવાર મારા કામમાં લાગી ગયો પણ હજી કામમાં મારું મન નહોતું લાગી રહ્યું. લંચ ટાઈમ થતા શિખા મારી ઓફિસમાં આવી ગઈ અને અમે બંનેએ સાથે મળીને લંચ કર્યું. સાંજે છૂટીને જ્યારે ઘરે ગયો ત્યારે અવિ અને વિકી હજુ આવ્યા નહોતા. અવિ અને વિકી આવ્યા ત્યારે મેં તેમને મારું ચેન્નાઈ જવાનું પ્લાનિંગ જણાવ્યું. રાત્રે જમીને અમે લોકો પોતપોતાના કામમાં લાગી ગયા હતા. હું મારો મોબાઈલ ચેક કરી રહ્યો હતો. મારું ધ્યાન મારા બધા વોટ્સેપ મેસેજિસ પર જઈ રહ્યું હતું પણ હજી સુધી વંશિકાનો કોઈ મેસેજ નહોતો આવ્યો. મે વંશિકાનું ડીપી જોયું. વંશિકાએ ગઈકાલે જે કપડાં પહેર્યા હતા તેનો કદાચ કાલે તેણે ફોટો પાડ્યો હશે અને તે ડીપીમાં રાખ્યો હતો. કેટલી સુંદર લાગી રહી હતી વંશિકા ગઈ કાલે. હું ફરીવાર બેક કરીને વોટ્સએપની બહાર નીકળી ગયો. મે મારો મોબાઈલ સાઈડમાં મૂકી દીધો અને સૂઈ ગયો. 
બીજા દિવસે મારા રૂટિન પ્રમાણે ઓફિસમાં ગયો. જયંતસર સાથે જઈને વાત કરી જ્યાં જયંતસરે મને જણાવ્યું કે તેમણે મારું બધું બુકિંગ કરી નાખ્યું છે અને મને થોડીવારમાં મેઈલ આવી જશે. હું ત્યાંથી નીકળીને ફરી મારી ઓફિસમાં ગયો અને પોતાનું કમ્પ્યુટર ઓન કર્યું. થોડીવારમાં મારા ઇમેઇલ એકાઉન્ટમાં એક પોપ અપ આવ્યું જે મેં ચેક કર્યું. જયંતસરનો મેઈલ હતો જેમાં તેમણે દરેક ટિકિટ અને ફાઇલ અટેચ કરીને મોકલી હતી. મે તેને એકપછી એક ચેક કરવાની ચાલુ કરી દીધી. મારી બુધવાર સાંજે ૬:૧૫ કલાકે ડાયરેક્ટ ફ્લાઇટ હતી અને મારું હોટલ બુકિંગ કોઈ નોવોટેલ ચેન્નાઈ ઓ એમ આર નામની હોટલમાં હતું જે ફાઇવ સ્ટાર લક્ઝુરિયસ હોટલ હતી અને શોલિંગાનાલુર નામના સ્થળ પર હતી. મે બીજી બધી ડિટેલ પણ ચેક કરી હોટેલથી નવી ઓફિસનુ અંતર ફક્ત ૧૫ મિનિટનું હતું. મને જયંતસર પાસેથી બધીજ ડિટેઇલ મળી ગઈ હતી અને હવે મારે ઘરે જઈને મારું પેકિંગ કરવાનું હતું. મારી પાસે ફક્ત આજનો દિવસ હતો પેકિંગ અને તૈયારી કરવા માટે અને આટલો સમય મારા માટે પૂરતો હતો. સાંજે ઘરે જઈને મે મારા બંને મિત્રોને મારું શિડ્યુલ અને બધી ડિટેલ જણાવી દીધી. 
મારી પાસે જેટલા પણ કપડાં હતા તે લગભગ હવે જુના થઈ ચૂક્યા હતા. રાત્રે જમીને હું અવિ અને વિકી સાથે બહાર નીકળી પડ્યો. આવતીકાલે મારે ઓફિસે નહોતું જવાનું એટલે મને મોડું થાય તો પણ કોઈ ટેન્શન ન્હોતું એટલે મેં નવા કપડાંની શોપિંગ કરવાનું વિચાર્યું હતું. આમ પણ ઘરે રહીને વંશિકા વિશે વિચાર્યા કરવા કરતા મને બહાર રખડવું વધુ સારું લાગ્યું. આવતીકાલથી લગભગ મારી શિડ્યુલ વધુ વ્યસ્ત થઈ જવાનું હતું. હું મારો લગભગ ટાઈમ ઓફિસમાં આપવાનું વિચારી રહ્યો હતો જેથી મારા મનમાં આડાઅવળા વિચારો પણ ના આવે અને વંશિકાની યાદ પણ ના આવે. અમે ત્રણેય નજીકની એક શોપમાં ગયા અને ત્યાંથી મેં મારા મનપસંદ અને શૂટ થાય તેવા રેડીમેડ ફોર્મલ કપડાં લઈ લીધા. ત્યાંથી અમે લોકો વસ્ત્રાપુર લેક પાસે ગયા અને પછી ૧ કલાક જેવો સમય ત્યાં બેસી રહ્યા. આજે મારો અવિ અને વિકિ સાથે છેલ્લો દિવસ હતો એટલે કે ૧૦ દિવસ સુધી અમે લોકો મળવાના નહોતા એટલે એકબીજા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા. અવિ અને વિકી મને ત્યાંના ફરવાલાયક સ્થળો વિશે જણાવી રહ્યા હતા અને હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. અવિ અને વિકી મને આવતીકાલે હાફ ડે લઈને ઘરે આવવાનું વિચારી રહ્યા હતા અને મને એરપોર્ટ પર ડ્રોપ કરવાનું કહી રહ્યા હતા પણ મારા શિડ્યુલ પ્રમાણે મને કંપનીની કાર ઘરે પિકઅપ કરવા માટે આવવાની હતી અને એરપોર્ટ પર ડ્રોપ કરવાની હતી એટલે મે બંનેને હેરાન થવાની ના પાડી દીધી અને હું જાતે જતો રહીશ તેવું કહ્યું. રાત્રે અમે ઘરે આવ્યા ત્યારે ૧૧:૩૦ જેવો સમય થઈ ચૂક્યો હતો અને હું થોડો થાકેલો પણ હતો. હું મારા રૂમમાં જઈને નાહીને ફ્રેશ થયો અને મારા બેસ પર આડો પડ્યો. મે ફરીવાર મોબાઈલ હાથમાં લીધો અને વોટ્સેપ ચેક કરવા લાગ્યો વંશિકાનું લાસ્ટસીન ૧૧ વાગ્યાનું દેખાડતું હતું. મે મારો મોબાઈલ પાછો મૂકી દીધો અને હું સૂઈ ગયો.
સવારે હું જ્યારે ઊઠ્યો ત્યારે ૧૦ વાગી ચૂક્યા હતા. હું ઊઠીને ફ્રેશ થયો અને ચા પીધી. મારે હજી મારું પેકિંગ કરવાનું બાકી હતું અને ૫:૧૫ સુધીમાં એરપોર્ટ પહોંચવાનું હતું કારણકે મારે ઓછામાં ઓછા ૧ કલાક પેલા બોર્ડિંગ પ્રોસેસ કરવાની હતી. મે મારી ટ્રોલી બેગ કાઢી અને એમાં એક પછી એક યાદ કરીને નવા કપડાં અને બાકીના બીજા કપડાં ભરવાનું સ્ટાર્ટ કર્યું. ૧૦ દિવસનું રોકાણ હોવાથી મારે ખાસ ધ્યાન રાખવાનું હતું કે કોઈ પણ વસ્તુ ભૂલી ના જવાય. મે યાદ કરીને મારું બધું પેકિંગ કરી નાખ્યું. ઘરેથી થોડો નાસ્તો પણ ભરી લીધો જેથી ત્યાં જમવામાં કોઈ પ્રોબ્લેમ આવે અથવા સેટિંગ ના થાય તો કાંઈક ચાલી જાય. મે મારું લેપટૉપ અને ચાર્જર મારી બીજી બેગમાં મૂકી દીધું જે હું રેગ્યુલર ઓફિસ પર લઈ જતો હતો. આટલું એવું પેકિંગ કરવામાં મને લગભગ ૧ કલાક જેવો સમય લાગી ગયો હતો અને હવે હું એકદમ ફ્રી અને ચિંતામુક્ત ફિલ કરી રહ્યો હતો. ફાઇનલી મારું બધું પેકિંગ થઈ ગયું હતું અને હવે મારી પાસે કોઈ કામ નહોતું બચ્યું. હવે હું નીચે ગયો અને આંટી પાસેથી મારું જમવાનું પાર્સલ લઈને આવ્યો અને જમવા બેઠો. હું જમીને ઊભો થયો ત્યારે ૧ વાગી ગયો હતો. હવે મારે ૩:૩૦ કલાક ટાઇમપાસ કરવાનો હતો. અમારી કંપનીની કેબ મને પિક અપ કરવા માટે ૪:૩૦ વાગ્યે આવવાની હતી જેની ડિટેઇલ મને જયંતસરે ગઈકાલે આપી દીધી હતી. હું ઊભો થઈને સોફા પર બેઠો અને ટીવી ચાલુ કર્યું. ટીવીમાં મારું ફેવરિટ મૂવી ફિર હેરા ફેરી આવી રહ્યું હતું. વાહ અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલનું કોમ્બિનેશન એટલે હવે મારો થોડો ટાઇમપાસ આરામથી થઈ જવાનો હતો. મૂવી હજી થોડીવાર પહેલાજ સ્ટાર્ટ થયું હતું. મે મારો મોબાઈલ સાઈડમાં મૂકી દીધો અને મૂવી એન્જોય કરવા લાગ્યો. 
૪ વાગવામાં ૧૦ મિનિટની વાર હતી એટલે મેં ટીવી બંધ કર્યું અને નહાવા માટે જતો હતો એટલામાં મારા ફોનની રિંગ વાગી. મે ફોન ઉપાડ્યો અને સામેના છેડેથી અવાજ આવ્યો. " સર હું રાકેશ બોલુ છું કેબ ડ્રાઈવર. હું અડધી કલાકમાં તમને પિક અપ કરવા માટે પહોંચું છું." 
"હા વાંધો નહીં તમે આવી જાવ હું તૈયાર છું." મે ફોન કાપી નાખ્યો અને ફટાફટ ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો. નાહીને બહાર આવ્યો અને ફટાફટ તૈયાર થયો. હું મારા સમય પર તૈયાર થઈને બેસી ગયો અને મારી બેગ હોલમાં મૂકી દીધી. થોડીવારમાં મને ફરીવાર રાકેશભાઈનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે હું નીચે પહોંચી ગયો છું. મે એમને થોડીવાર રાહ જોવા કહ્યું અને હું મારી બેગ બહાર કાઢીને ઘરને લોક કરીને નીચે જવા માટે લિફ્ટમાં ઘૂસ્યો. નીચે જઈને મેં મારી બેગ કારની પાછળની ડેકીમાં મૂકી અને અંદર જઈને બેસી ગયો. રાકેશભાઈ કાર સ્ટાર્ટ કરી દીધી અને અમે લોકો નીકળી પડ્યા મારી આગળની જર્ની માટે. રસ્તામાં મારી રાકેશભાઈ સાથે થોડી વાતચીત થઈ રહી હતી અને હું પણ તેમને ક્યાં જઈ રહ્યો છું અને શેના માટે જઈ રહ્યો છું તેના વિશે જણાવવા લાગ્યો. એમણે લોકોને ખ્યાલ હતો કે રસ્તામાં અમને ટ્રાફિક મળવાની સંભાવના હતી એટલે અમે થોડા વહેલા નીકળી ગયા હતા. એમણે લોકોને શાહીબાગ પાસે કન્સ્ટ્રક્શન વર્કના લીધે થોડો ટ્રાફિક નડ્યો હતો પણ અમે લોકો ઓછા સમયમાં ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા. રાકેશભાઈની ડ્રાઇવિંગ સ્કીલ ખૂબ સારી હતી તેમણે મને ૫ વાગ્યામાં જ એરપોર્ટ પર ડ્રોપ કરી દીધો. હું ગાડીમાંથી નીચે ઉતર્યો. મે મારો મોબાઈલ કાઢ્યો અને એમાંથી એરપોર્ટના સ્ટ્રક્ચરનો એક ફોટો પાડી લીધો અને મારી બેગ લઈને એરપોર્ટની અંદર દાખલ થયો. બહારના ગેટ પર મારો ગેટ પાસ દેખાડ્યો અને પછી અંદર દાખલ થયો. એરપોર્ટમાં જઈને હું બોર્ડિંગ એરિયા તરફ ગયો જ્યાં મેં મારી ટિકિટ વેરીફાઈ કરાવીને બોર્ડિંગ પાસ પિક કર્યો અને મારી બેગ ચેક ઇન માટે મૂકી દીધી. ફાઇનલી હવે મેં ચેક ઇન કરી લીધું હતું અને ઘડિયાળમાં હજી ૫:૩૦ જેવો સમય થઈ ચૂક્યો હતો. બોર્ડ કરવામાં હજી મારી પાસે  અડધી કલાક જેવો સમય બાકી હતો એટલે હું ફ્રી હતો. હું મારા બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યો અને ત્યાં જઈને ત્યાં પડેલી વેઇટિંગ શીટ પર બેસીને રાહ જોવા લાગ્યો. મે મારો મોબાઈલ કાઢ્યો અને અવિને ફોન કર્યો અને જણાવ્યું કે હું એરપોર્ટ પહોંચી ગયો છું અને થોડીવારમાં બોર્ડ કરવાનો છું. મને યાદ આવ્યું કે મારે જયંતસરને પણ જણાવવાનું હતું કારણકે તેમણે જણાવવું મારા માટે વધુ અગત્યનું હતું. મે જયંતસરને ફોન કર્યો અને તેમને પણ જણાવી દીધું. થોડીવાર બેસીને હું મારો મોબાઈલ ચેક કરવા લાગ્યો અને આજુબાજુ નજર ફેરવવા લાગ્યો. ફેંકી મારો સમય થઈ ગયો અને મારો બોર્ડિંગ ગેટ ઓપન થઈ ચૂક્યો હતો. હું બોર્ડિંગ ગેટ તરફ આગળ વધવા લાગ્યો જે સીધો મારી ફ્લાઇટ સાથે કનેક્ટ હતો. હું ધીરે ધીરે એ રસ્તો પર આગળ વધવા લાગ્યો જે મને મારી નવી જર્ની તરફ અને અમદાવાદથી દૂર લઈ જઈ રહ્યો હતો.