મારા એલાર્મની ઘંટડીઓ વાગવા લાગી અને મારી આંખ ખુલી ગઈ. રાત્રે મારો મોબાઈલ મારી છાતી પર પડ્યો રહ્યો હતો. વંશિકાના વિચારો કરતા કરતા મને ઊંઘ ક્યારે આવી ગઈ તેની ખબર નહોતી રહી. એલાર્મ સાંભળતાજ હું સફાળો જાગ્યો અને રેડી થવા માટે ઊભો થયો. રેડી થઈને ચા-નાસ્તો કર્યો અને ફટાફટ પોતાની જોબ પર જવા માટે નીકળ્યો. ઓફિસ પહોંચીને મારી આદતની જેમ હું બાઇક પાર્કિંગ પાસે ઊભો રહ્યો જ્યાં સુધી વંશિકાના આવી જાય અને થોડીવારમાં વંશિકા અને શિખાની સાથે એન્ટ્રી થઈ. અમે ત્રણેય એક સાથે લિફ્ટમાં ગયા. વંશિકા તેના ફ્લોરપર ઉતરી ગઈ અને હું અને શિખા બંને અમારી ઓફિસમાં એન્ટ્રી થયા. મારી આદત મુજબ પહેલા હું જયંતસરની ઓફિસમાં ગયો અને તેમની સાથે આગળની ચર્ચા કર્યા પછી હું મારી ઓફિસમાં ગયો. થોડીવારમાં શિખા મારી પાસે આવી.
શિખા :- ગુડ મોર્નિંગ સર.
હું :- ગુડ મોર્નિંગ શિખા. કેમ છે તારી તબિયત હવે ?
શિખા :- સારી છે હવે.
હું :- ઓકે ગૂડ, ગઈકાલનું લેક્ચર તું સ્કીપ કરી ગઈ.
શિખા :- કયું લેક્ચર ?
હું :- આપણી કંપનીને એક મોટો પ્રોજેક્ટ મળ્યો છે.(ગઇકાલની મિટિંગમાં થયેલી વાતચીત મે શિખાને સમજાવી અને જયંતસર સાથે મારી શુ વાતચીત થઈ હતી ગઇકાલે તે પણ શિખાને જણાવ્યું.)
શિખા :- વાઉ, કોંગ્રેચ્યુલેશન સર. તમારુ નામ નોમિનેટ થવા માટે.
હું :- થૅન્ક યુ શિખા પણ આગળ આપણે હવે આગળ કામ કરવાનું છે.
શિખા :- હા, સ્યોર આગળ કામ કરીશું પણ હવે મને તે પણ જાણવું છે કે ભાભી સાથે તમારી વાત કેટલી આગળ સુધી પહોંચી.
હું :- અચ્છા, પણ તું અમારી પર્સનલ વાતો જાણીને શુ કરીશ ?
શિખા :- વાહ, હવે તમારા માટે બધું પર્સનલ થઈ ગયું એમને. તમારુ અડધું સેટિંગ મે કરાવ્યું હતું અને હવે હું તમારા માટે અજાણી થઈ રહી છું.
હું :- અચ્છા, કયું સેટિંગ જણાવ મને જરા ?
શિખા :- ભૂલી પણ ગયા હવે. મે તમારો નંબર આપ્યો હતો વંશિકાને યાદ છે કે નહીં ? મે તમારો નંબર ના આપ્યો હોત તો હજી પણ તમે રખડ્યા કરતા હોત.
હું :- અરે હા, યાદ આવ્યું હવે. છોકરી તારી મસ્તી વધી ગઈ છે હવે અને તું મને મેન્ટલી ટોર્ચર કરી રહી છે હવે.
શિખા :- અચ્છા, એટલે હવે મારી વાતો તમને મેન્ટલી ટોર્ચર લાગે છે હવે એમને.
હું :- માતા, હું ફરીવાર તમારા પગે પડું છું મને બક્ષી દો.
શિખા :- હા...હા..હા....હવે આવી ગયા ને લાઇન પર.
હું :- હા આવી ગયો બસ તને કહું છું અમારી વાત પહોંચી. સંભાળ અત્યાર સુધી અમે ક્યારેય એકબીજાની પર્સનલ લાઈફ વિશે વાત નહોતી કરી એટલે હવે એકબીજાની પર્સનલ લાઈફ વિશે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મે મારી બધી જાણ એને કરી દીધી જેમ કે હું એક અનાથ છું અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો. અવિ અને વિકી સાથે અહીંયા રહું છું આવું બધું.
શિખા :- સરસ, પણ તમે અનાથ આ શબ્દ બોલવાનું છોડી દેજો ઓકે. હું છું તમારી સાથે હા. મારી ફેમિલી પણ તમારી ફેમિલી જ છે યાદ છે ને આ વાત મારા મમ્મીએ પણ તમને કહી છે.
હું :- હા, માતા ભૂલ થઈ ગઈ મારી. બીજી એક વાત કહું સંભાળ. વંશિકને તારાથી થોડી જલન થતી હોય તેવું પણ મને લાગે છે કારણકે તું હંમેશા મારી સાથે રહે છે એટલે તે તારા વિશે પણ પૂછ્યા કરે છે.
શિખા :- અચ્છા, શું પૂછ્યું મારા વિશે ?
હું :- તે દિવસે હું મિટિંગ અટેન્ડ કરવા માટે એકલો ગયો હતો ત્યારે પણ તારા વિશે પૂછતી હતી કે શિખા નથી આવી તમારી સાથે અને તેને મને તારી સાથે લગ્ન કરવાનું પણ સજેશન આપ્યું છે.
શિખા :- ઑહ બોસ, તમારી સાથે લગ્ન ક્યારેય નહીં કરું હું હા. ના પાડી દેજો તેને કે શિખા મારા સાથે લગ્ન કરવાની ના પાડે છે.
હું :- પાગલ થઈ ગઈ છે કે શું તું ? છોકરી થઈને છોકરીની ફિલિંગ નથી સમજતી તું. તેને જલન થઈ હશે એટલે તેણે મને આવું કહ્યું.
શિખા :- હા હવે સમજી ગઈ, હું તો ખાલી એમજ કહું છું. મને પણ ખબર છે. બાય ધ વે તમારી સાથે લગ્ન કરવામાં કાઈ બુરાઈ પણ નથી હો. તમે વેલ એન્ડ સેટલ છો. સારી જોબ છે, બિહેવિયર પણ સારો છે તમારો. કોઈ છોકરી ના નહી પાડે તમને.
હું :- તારું મગજ સાચેજ ખસકી ગયું લાગે છે. તને ખબર છે ને હું તને નાની બહેન માનું છું.
શિખા :- સારી રીતે ખબર છે મારા મોટા ભાઈ. તમે પણ સમજી લો કે તમારી નાની બહેન છે ત્યાં સુધી તમે આ દુનિયામાં એકલા નથી. તમે મારા માટે ઘણું બધું કર્યું છે અત્યાર સુધી એટલે મારી ફરજ છે મારા મોટા ભાઈ માટે મારાથી જે પણ બને તે કરવું.
હું :- હવે તું મને ઇમોશનલ કરી રહી છે.
શિખા :- અચ્છા, તો હવે જાણી લો કે ભાભી સાથે તમે વાતો કરો છો તે જાણવાનું મારું કારણ એટલું છે કે તમને આગળ વધવામાં હેલ્પ કરવી. મને એવો કોઈ ઇન્ટ્રેસ્ટ નથી બીજા કોઈની પર્સનલ લાઇફ વિશે જાણવાનો પણ તમારી લાઇફમાં જરૂર છે. કારણકે હું ઈચ્છું છું કે તમે તમારા પ્રેમમાં નિષ્ફળ ના જાવ. તમે ક્યાંક ભૂલ કરી બેસો તો એટલે હું જાણવા માગું છું કે હું તમને માર્ગદર્શન આપી શકુ કે આગળ હવે તમારે શું કરવું જોઈએ.
હું :- આઈ નો માય ડીયર, મને ખબર છે અને આમ પણ તું જ તો છે જેની સાથે હું મારી પર્સનલ લાઇફ શેર કરી શકું છું.
શિખા :- તમારો ખૂબ ખૂબ આભાર સર.
હું :- બાય ધ વે હવે આપણે કામમાં આગળ વધીએ.
શિખા :- આઈ નો વર્કલોડ બહુ વધી ગયો છે પણ મારા અમુક પેન્ડિંગ ટાસ્ક પડ્યા છે ગઈ કાલે હું નહોતી આવી એટલે. આજે મારે પૂરા કરવા પડશે.
હું :- ડોન્ટ વરી, તારા ટાસ્ક મેં પૂરા કરી નાખ્યા છે ગઈ કાલે.
શિખા :- સાચે જ તમે પૂરા કર્યા ?
હું :- હા, ગઇકાલે હું ફ્રી હતો એટલે તારું ઘણું બધું કામ પૂરું કરી નાખ્યું છે.
શિખા :- થૅન્ક યુ, વેરીમચ સર. ચાલો હું હવે મારા કામ પણ લાગી જાઉં. સાંભળો એક કામ કરશો ? ભાભીને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આજે લંચ માટે આપણી સાથે બોલાવી લો.
હું :- સારું ચાલ હું વાત કરી લઉ છું. કેટલા વાગ્યે બોલવું ?
શિખા :- ૧:૩૦ વાગ્યે બોલાવી લો ને.
હું :- સારું ચાલ વાત કરી જોઉં છું.
શિખા પોતાના કામ માટે જતી રહી અને હું હવે ઓફિસમાં બેઠો હતો. મે મોબાઈલ ડેટા ઓન કર્યો અને વંશિકાને મેસેજ કર્યો. "મેમ, અમારી સાથે લંચ કરવાનું ફાવશે આજે ?"
અડધી કલાક જેવો સમય થઈ ગયો હતો પણ હજી સુધી વંશિકાનો કોઈ જવાબ નહોતો આવ્યો. મને લાગ્યું હજી તેને મેસેજ નહીં જોયો હોય. ઓલરેડી ૧૧:૩૦ જેવા થઈ ગયા હતા. જો આ છોકરી મેસેજ નહીં જોવે તો વધુ ટાઈમ વેસ્ટ થશે અને લાસ્ટ ટાઈમ પર મેસેજ જોશે તો પછી એનો કોઈ પ્લાન હશે તો કદાચ નહીં પણ આવે કારણકે તેને એવું લાગશે કે મારે તેને વહેલા મેસેજ કરવો જોઈતો હતો. ફાઇનલી કે તેને ફોન કરીને ડિસ્ટર્બ કરવાનું વિચાર્યું. આમ તો હજી સુધી મેં તેની સાથે ફોન પર વાત નહોતી કરી કારણકે લાસ્ટ ટાઈમ જ્યારે તેના લેપટોપમાં પ્રોબ્લેમ હતો ત્યારે મેં તને ફોન કરેલો અને ત્યારે વાત થઈ હતી તેના પછી ક્યારેય અમે ફોન પર વાત નહોતી કરી જેના કારણે મારા હાથ ખચકાતા હતા છતાં પણ મેં હિંમત કરીને તેને ફોન કર્યો અને સામેના છેડે રીંગ વાગવા લાગી. થોડીવારમાં તેને કોલ રીસીવ કર્યો.
વંશિકા :- હાય રુદ્ર,
હું :- હાય વંશિકા તું ફ્રી છે અત્યારે ?
વંશિકા :- ના ફ્રી તો નથી પણ તમે મને જણાવી શકો છો કોઈ અગત્યનું કામ હોય તો.
હું :- એટલું બધું તો અગત્યનું કામ નથી પણ પહેલા મેં તને મેસેજ કરેલો આજે લંચ સાથે કરવા માટે. પણ તું કદાચ વ્યસ્ત હોય તો એટલે થયું ફોન કરીને પૂછી લઉ.
વંશિકા :- ઈટ્સ ઓકે, ના પ્રોબ્લેમ કેટલા વાગ્યે ફ્રી થશો તમે ?
હું :- ૧:૩૦ વાગતા અમે ફ્રી થઈ જઈશું.
વંશિકા :- તમે અને શિખા એમ ?
હું :- હા
વંશિકા :- સારું, કઈ વાંધો નહીં હું ૧:૩૦ વાગ્યે આવી જઈશ ત્યાં.
હું :- ઓકે થૅન્ક યુ. એન્ડ બાય હવે તું કામ કર.
વંશિકા :- ઓકે બાય.
ઘણા સમય પછી ફોનમાં વંશિકાનો મીઠો અવાજ સાંભળ્યો હતો. હું ફરીવાર મારા કામમાં પાછો લાગી ગયો. મારો ટાઈમ પાસ નહોતો થઈ રહ્યો હવે. હું રાહ જોઈને બેઠો હતો કે ક્યારે લંચ ટાઈમ થાય અને વંશિકાને મળું. મેસેજ પર રોજ વાત જરૂર થતી હતી પણ સાથે બેસીને વાત કરવાની મજા કંઈક અલગ હોય છે. કારણકે સામે બેસીને વાત કરવાથી એનો સુંદર ચેહરો અને તેની કાતિલ આંખો જોવા મળે છે જે તક હું ક્યારેય ગુમાવવા નહોતો માંગતો. હજી ૨ કલાક રાહ જોવાની હતી મારા દિલમાં વસેલી ગર્લને જોવા માટે. તેને જોઈને મારા દિલમાં એક કરંટ લાગતો હતો હંમેશા. હવે તેની ફિલિંગ કઈ રીતે એક્સપ્રેસ કરું મને સમજાતું નથી. ફાઇનલી કામ કરતા કરતા ૧:૨૫ થઈ ગઈ હતી. થોડીવારમાં વંશિકા આવશે તેવું મને લાગ્યું હતું. હું બહાર ગયો અને શિખાને જણાવ્યું કે આજે આપણે મારી ઓફિસમાં જમીશું. તેને પહેલા મને કહ્યું કે સર સારું નહીં લાગે ઓફિસની અંદર પણ મે તેને જણાવ્યું કે તું ચિંતા ના કરીશ હું બધું જોઈ લઈશ એટલે તે સંમત થઈ કારણકે બધા લોકો ડેસ્ક પર જમવા બેસતા હતા એટલે શિખાને અંદર બેસવાનું થોડું ઓકવર્ડ લાગતું હતું. હું શિખા સાથે ત્યાં બહાર બેસી રહ્યો અને વંશિકાની રાહ જોવા લાગ્યો. સ્ટાફના અન્ય લોકો એકબીજાના ડેસ્ક પર સાથે મળીને જમવા બેસી ગયા હતા એટલે લગભગ ઘણા ડેસ્ક ખાલી પણ હતા. થોડીવારમાં અમારા ઓફિસમાં અમારા મેડમ એટલે કે વંશિકાની એન્ટ્રી થઈ. આજે મેં પહેલીવાર વંશિકાને કુર્તી અને લેગીઝમાં જોઈ હતી. અત્યાર સુધીતો ફક્ત જીન્સ અને ટી શર્ટમાં જોઈ હતી પણ એના કરતાં વધુ સુંદર કુર્તી અને લેગીઝમાં લાગી રહી હતી. તેણે બ્લુ કલરની કુર્તી પહેરી હતી જેમાં ઉપરથી થોડી સ્કાય બ્લ્યુ કલરની અને બોટમ સાઇડ મેઘધનુષ જેવા અલગ અલગ કલરના શેડો હતા. તેના સુંદરવાળોની લટ એના કાન પાસે આવતી હતી. ખરેખર તે કોઈ અપ્સરા લાગી રહી હતી. શિખાએ મને ઇશારાથી કહ્યું બ્યુટીફુલ લાગે છે. આજુબાજુ વાળા લોકો પણ વંશિકાને જોઈ રહ્યા હતા પણ તે બીજીવાર અહીંયા આવી હતી એટલે એ લોકો સમજી ગયા હતા પણ ઘણા છોકરાઓની નજર તેના પરથી હટી નહોતી રહી. વંશિકા ધીરે ધીરે અમારી પાસે આવી અને ઊભી રહી. તેને ટિફિન ડેસ્ક પર મૂક્યું અને એમને બંન્નેને હાઈ કહ્યું. અમે પણ તેને હાઈ કહ્યું.
વંશિકા :- ચાલો જમવા બેસીએ.
હું :- હા ચાલો જઈએ જમવા માટે.
વંશિકા :- ક્યાં જવાનું છે ? બહાર જવાનું છે હવે ?
શિખા :- ના બહાર નથી જવાનું આપણે રુદ્ર સરની ઓફિસમાં જવાનું છે.
વંશિકા :- અચ્છા, સારું છે ચાલો એ બહાને તમારા સરની ઓફિસ જોવા મળશે આજે.
હું :- હા કેમ નહીં ચાલો આજે ઓફિસ પણ જોઈ લો તમે.
અમે ત્રણેય ટિફિન લઈને મારી એફિસમાં ગયા. ઓલરેડી ૩ ખુરશી રહેતી હતી ઓફિસમાં એક મારા માટે અને બીજી બે અધર કોઈ પર્સન માટે. મે ત્યાં જઈને ત્રણેય ખુરશીઓ સરખી કરી જેથી અમે ત્રણેય એકબીજા સાથે કનેક્ટેડ થઈને બેસી શકીએ. વંશિકા હજી ત્યાં ઊભી ઊભી ઓફિસમાં નજર ફેરવી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે તે ખૂબ ધ્યાનથી મારી ઓફિસની એક એક વસ્તુ ઝીણવટ ભરી નજરે જોઈ રહી હતી. મારી ઓફિસમાં ખાસ કઈ જોવાલાયક હતું નહીં. ટેબલ પર એક કમ્પ્યુટર હતું. ઑફિસનું આખું ઇન્ટિરિયર સફેદ કલરની હતું. એક કોર્નરમાં બે સેલ્ફ લાગેલા હતા જેના પર આર્ટિફિશિયલ ફ્લાવર પોર્ટ હતા. એક બોર્ડ હતું જેના પર ઘણી બધી અલગ અલગ કલરની ટુ ડુ લિસ્ટ લગાવેલી હતી. એક નાનું કપબોર્ડ હતું જેમાં અલગ અલગ ડ્રોવર્સ હતા જેમાં અમુક અગત્યની સિડી અને ફાઇલ રહેતી હતી. તે સિવાય ઓફિસનો એકદમ સિમ્પલ લુક હતો. વંશિકા હજી ઓફિસ જોઈ રહી હતી.
"કેવી લાગી અમારી ઓફિસ ?" મે વંશિકાને પૂછ્યું.
વંશિકા :- સરસ છે, તમારે તો સારું જ હશે ને કામ કરતા હોય ત્યારે કોઈ ડિસ્ટર્બ કરવાવાળું ના હોય. આરામથી પોતાનું કામ કરી શકો.
હું :- કોને કીધું કોઈ ડિસ્ટર્બ કરવા વાળું નથી હોતું તમારી સામે તો છે ડિસ્ટર્બ કરવાવાળી. (હું થોડું હસી પડ્યો)
શિખા :- રુદ્ર સર તમારી મજાક મસ્તી પૂરી થઈ હોય તો વંશિકાને બેસવા માટે તો કહો. તે આપડા ગેસ્ટ છે.
હું :- ઓહ્ સોરી વંશિકા, પ્લીઝ બેસી જા. (મે એની ખુરશી થોડી આગળ કરતા કહ્યું.)
વંશિકા :- ઈટ્સ ઓકે, મારા માટે કાઈ એટલા પણ અજાણ્યા નથી તમે લોકો. આઈ ફિલ કન્ફર્ટેબલ.
હું :- શિખા તું પણ બેસી જા.
શિખા :- થૅન્ક યુ સર.
અમે ત્રણેય બેસી ગયા. અમે ત્રણેયે પોતાના ટિફિન ખોલ્યા. મારા ટિફિનમાં આજે મસાલા ભીંડી હતું. વંશિકાના ટિફિનમાં વઘારેલા ઢોકળા હતા અને શિખાના ટિફિન દમ આલું હતા. "વાહ, મસાલા ભીંડી ! શું સુગંધ આવે છે" વંશિકા હરખાઈને બોલી.
હું :- તને પસંદ છે મસાલા ભીંડી ?
વંશિકા :- હા, મને ખુબજ પસંદ છે.
શિખા :- મને પણ પસંદ છે. પણ રુદ્ર સર તમે શું કરશો હવે ?
વંશિકા :- કેમ ?
હું :- મને પસંદ નથી. હું તો હવે દમ આલું અને ઢોકળા ખાઈશ.
વંશિકા :- ઠીક છે તમે તે ખાઈ લેજો.
શિખા :- જોયું, શેરિંગ ઓપ્શન આવો હોય છે. જે ખાવું હોય તે મળી રહે છે.
હું :- સાચી વાત છે તો ચાલો શરૂ કરીએ.
વંશિકા :- બાય ધ વે તમારી ઓફિસ સારી છે.
હું :- થૅન્ક યુ. ૫ વર્ષ પહેલા હું પણ બહાર જ બેસતો હતો. બસ જેમ જેમ આગળ વધતો ગયો તેમ આજે મને આ ઓફિસમાં બેસવાનો ચાન્સ મળ્યો છે.
વંશિકા :- આઈ નો રુદ્ર, તમે ખૂબ સ્ટ્રગલ કર્યું છે તમારી લાઇફમાં.
શિખા :- હા, એ તો છે પણ અમારા બોસની એક વાત સારી છે કે તે ક્યારેય અમારા ઉપર ગુસ્સો નથી કરતા. જે કોઈ વાત હોય શાંતિથી સમજાવે છે.
હું :- બસ હવે બહુ તારીફ ના કરીશ મારી. બાય ધ વે વંશિકા આજે આ સાથે લંચ કરવાનો આઇડિયા પણ શીખનો હતો. સો આપણે તેનો આભાર માનવો જોઈએ.
વંશિકા :- હા થૅન્ક યુ શિખા.
શિખા :- અરે એમ થૅન્ક યુ શેનું પણ વંશિકા આજે તું ખરેખર ખૂબ સુંદર લાગે છે આ આઉટફિટમાં.
વંશિકા :- થૅન્ક યુ શિખા.
શિખા :- બાય ધ વે બીજું પણ એક કામ હતું તમારા લોકોનું એટલા માટે વંશિકાને પર્સનલી અહીંયા બોલાવીને જણાવવાનું મને વધુ યોગ્ય લાગ્યું.