Hu Taari Yaad ma 2 -19 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૧૯)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૧૯)

હું ચાલતો-ચાલતો કાર પાસે પહોંચ્યો. આજે સવારે ચા-નાસ્તો નહોતો કર્યો એટલે મને સખત ભૂખ પણ લાગી હતી. હું ફટાફટ જઈને કારમાં બેઠો અને રાકેશભાઈને પૂછ્યું કે તમે જમી લીધું ?
જવાબમાં રાકેશભાઈએ મને ના કહ્યું. મે રાકેશભાઈને કીધું મને સખત ભૂખ લાગી છે સૌથી પહેલા આપડે કંઈક જમી લઈએ.
રાકેશભાઈ :- મને તો આદત છે સર ઉપવાસની અને તમે જમીને નથી આવ્યા ?
હું :- ના, મને મોડું થઈ ગયું હતું મિટિંગમાં અને આમ પણ હોટલના ખાવામાં મને કોઈ રસ નહોતો મને કંઈક સ્ટ્રીટફૂડ ખાવાની ઈચ્છા થઈ છે અને મને એકલા જમવાની આદત નથી એટલે તમારે પણ મારી સાથે આવવું પડશે જમવા માટે.
રાકેશભાઈ :- સારું સર તમે આગ્રહ કરો છો તો હું તમારા મનને દુઃખી નહીં કરું. અહીંયા આગળ એક જગ્યાએ સેવ-ઉસળ ખૂબ સારું મળે છે. તમારી ઈચ્છા હોય તો આપણે ત્યાં જઈએ.
હું :- હા જવાદો ત્યાં આમ પણ ઘણા સમયથી મેં સેવ-ઉસળનો ટેસ્ટ નથી કર્યો એટલે આજે તાજો થઈ જશે.
રાકેશભાઈએ કાર આગળ જવા દીધી અને હું મોબાઈલમાં મેસેજ ઓપન કરીને જોવા લાગ્યો વંશિકાનો મેસેજ હતો કે ના, આજે ખાસ કઈ નાસ્તો નથી કર્યો ફક્ત ચા પીછી છે અને એણે મને સવાલ પણ પૂછ્યો હતો કે તમે કઈ નાસ્તો કર્યો હતો અને જવાબમાં મેં પણ ના પાડી દીધી કે ના હજુ સુધી કઈ નથી જમ્યો. અને મેં મારો મોબાઈલ લોક કરી દીધો અને પોકેટમાં મૂકવા જતો હતો અને મને યાદ આવ્યું. "અરે યાર, આટલી મોટી ડીલ સક્સેસ થઈ ગઈ અને મે હજી સુધી જયંતસરને ઇન્ફોર્મ પણ નહોતું કર્યું." મે તરત પાછો મોબાઈલ કાઢ્યો અને જયંતસરને ફોન કર્યો અને થોડી રીંગો વાગી અને એમણે ફોન રિસીવ કર્યો.
હું :- હેલો સર, ફાઇનલી એક ગુડન્યુઝ છે. આપણને પ્રોજેક્ટ મળી ગયો છે અને ડીલ પણ ફાઈનલ થઈ ગઈ છે.
જયંતસર :- ખૂબ સરસ રુદ્ર, મને તારી ઉપર વિશ્વાસ હતોકે તું આ પ્રોજેક્ટ મેળવીનેજ રહીશ. થૅન્ક યુ વેરી મચ એન્ડ કોંગ્રેચ્યુલેશન ટુ યુ ફોર this ડીલ.
હું :- થૅન્ક યુ સર,તમને પણ અભિનંદન અને મેં ફાઇલમાં એગ્રીમેન્ટ પણ સાઈન કરાવી દીધું છે અને હું ઓફિસ આવીને પછી તમને ફાઇલ સબમિટ કરાવી જાઉં છું.
જયંતસર :- નો નીડ ફોર ધેટ રુદ્ર, તારે ઓફિસ આવવાની જરૂર નથી હમણાં તું ઘરે જજે અને રેસ્ટ કરજે. કાલે સવારે ઓફિસ આવે ત્યારે હું ફાઇલ તારી પાસેથી લઈ લઈશ.
હું :- ઓકે સર, ના પ્રોબ્લેમ.
ફોન કટ થયો અને ત્યાં સુધીમાં રાકેશભાઈએ કાર સાઈડમાં પાર્ક કરી દીધી હતી. મે મારો મોબાઈલ પોકેટમાં મૂક્યો અને અમે બંન્ને કારમાંથી નીચે ઉતર્યા. રાકેશભાઈએ મને સામેની દુકાન તરફ ઈશારો કર્યો અને કહ્યું, "સર અહીંયા ટેસ્ટ તમને ખૂબ સારો લાગશે."
અમે બંન્ને રોડ ક્રોસ કરીને તે બાજુ ચાલતા થયા અને ત્યાં જઈને બેઠા. અમે ૨ પ્લેટમાટે ઓર્ડર કર્યો. "૫ મિનિટ લાગશે સાહેબ." દુકાનદારે એમને કહ્યું. હું અને રાકેશભાઈ શાંતિથી બેઠા બેઠા અમારા લંચની રાહ જોઈ રહ્યા હતા. ખરેખર અમારામાટે તો સવારના ભૂખ્યા હોવાના કારણે આ લંચ હતું. અચાનક મને યાદ આવ્યુંકે સવારે રાકેશભાઈએ મને કોઈ વાત જણાવવાની કીધું હતું. મે ફરીવાર રાકેશભાઈને પૂછ્યું.
હું :- રાકેશભાઈ સવારે તમે મને કંઈક કહેવાના હતાને ?
રાકેશભાઈ :- જવાદોને સર એવી કોઈ ખાસ વાત નથી ?
હું :- ઠીક છે તમારે ન જણાવવી હોય તો વાંધો નહીં.
રાકેશભાઈ :- ઠીક છે સર કહું છું. વાત એમ છે કે મારી વાઇફ વ્હીલચેર પર છે. તે ચાલી શકતી નથી બસ એનીજ ટ્રીટમેન્ટ ચાલે છે.
હું :- હું તમને પૂછી શકું કે આવું કયા કારણોસર થયું છે ?
રાકેશભાઈ :- ૨ વર્ષ જેવો સમય થયો છે એ વાતને તેનું એક્સિડન્ટ થયું હતું. સદનસીબથી તે બચી ગઈ પણ તેના પગમાં થયેલી ઇજાના કારણે તે હલન ચલન કરી શકતી નથી. ડોક્ટરનું પણ કહેવું એવું છે કે તે કદાચ નહીં ચાલી શકે પણ અમે લોકો હિંમત નથી હારતા. અમે એની દવાઓ ચાલુ રાખી છે કે કદાચ ભગવાનની કૃપા થઈ જાય અને તે ફરીવાર ચાલતી થઈ જાય. 
હું :- રાકેશભાઈ તમે જોબ અને ઘર કઈ રીતે મેનેજ કરી રહ્યા છો હાલ. ખૂબ અઘરી પરિસ્થિતિ હશે તમારા માટે અત્યારે.
રાકેશભાઈ :- હા અઘરી તો છે પણ મારી દીકરી ઘરે હોય છે તે કૉલેજથી આવીને ઘરકામ કરે છે અને હું જોબ કરું છું બસ આવી રીતે અમારી જિંદગી ચાલી રહી છે.
હું :- આઈ હોપ કે તમારા વાઇફ જલ્દીથી સારા થઈ જાય.
રાકેશભાઈ :- અમે પણ એજ ઈચ્છીએ છીએ કે તે પોતાના પગ પર ચાલી શકે. 
દુકાનદારે અમારા ટેબલ પર અમારી ડીશ મૂકી દીધી. અને સાથે-સાથે મારી અને રાકેશભાઈની વાતનો અંત આવ્યો. મનેતો ખૂબ ભૂખ લાગી હતી એટલે મારાથી રહેવાયું નહી અને મેં તરત ખાવાનું શરૂ કરી દીધું. રાકેશભાઈએ પણ શરૂઆત કરી દીધી. ખરેખર રાકેશભાઈ ખૂબ સારી જગ્યાએ લઈને આવ્યા હતા એવું મને ઉસળના ટેસ્ટ પરથી લાગ્યું. આમ પણ સ્ટ્રીટફૂડની વાત કંઈક અલગજ હોય છે. મે જમતા જમતા રાકેશભાઈને અહીંયા લાવવા માટે થૅન્ક યુ કહ્યું અને એમને પણ એક સ્માઈલ સાથે મારું અભિવાદન કર્યું. અમારા બંને વચ્ચેની વાતચીત અને વર્તન જોઈને અત્યારે કોઈ કહી શકે એમ નહોતું કે અમારી મુલાકાત હમણાં થોડાસમય પહેલાજ થઈ હશે. અમે લોકોએ અમારું લંચ ફિનિશ કર્યું. મે ઘડિયાળમાં જોયુ ૩:૩૫ જેવો સમય થઈ ગયો હતો. અમે લોકો કારમાં બેઠા અને વડોદરાથી અમદાવાદ જવા માટે નીકળ્યા. હવે રસ્તામાં હું અને રાકેશભાઈ એકબીજામાટે અજાણ્યા ન્હોતા રહ્યા. આમ કહિયેતો રાકેશભાઈએ પોતાના મનની વાત મારી સાથે શેર કરી હતી એટલે મારા માટે તેઓ એક મિત્ર બની ચૂક્યા હતા. રાકેશભાઈએ કંટાળો આવતો હોવાથી સોંગ ચાલુ કર્યા અને હું મારો મોબાઈલ કાઢીને તેમાં નજર ફેરવવા લાગ્યો. હજુ સુધી વંશિકાનો કોઈ મેસેજ આવ્યો નહોતો. મારી મિટિંગ ભલે પતિ ગઈ હોય પણ મારું કામ હવે વધવાનું હતું અને સાથે થોડો વર્કલોડ પણ વધવાનો હતો એવું મને લાગી રહ્યું હતું. અચાનક મને વિચાર આવ્યો કે કુદરત લોકોની કેવી કેવી રીતે પરીક્ષા લેતું હોય છે. ક્યારેક કોઈને અનાથ બનાવી દે છે અને કોઈને લાચાર. હા, આ વિચાર મને રાકેશભાઈની લાઇફ પરથી આવ્યો હતો. રાકેશભાઈએ પોતાની લાઇફની એક નાની મોમેન્ટ મારી સાથે શેર કરી હતી અને એમાં એક વાત જે મને ખૂબ ગમી હતી જ્યારે રાકેશભાઈએ કહ્યુંકે " અમે હિંમત નથી હાર્યા."
રાકેશભાઈનો આટલો નાનો શબ્દ ઘણું બધું સમજાવી રહ્યો હતો જિંદગી વિશે. એમના આ શબ્દમાં એમની હિંમત, પોતાની જીવનસાથી પ્રત્યેનો પ્રેમ, વફાદારી ઘણુંબધુ વર્ણવી રહ્યું હતું. એમના કહેવાનો અર્થ હતો કે અમે ગમે તેવા ખરાબ સમયે પણ એકબીજા સાથે રહીશું અને સાથ નહીં છોડીએ. બસ આજ હોય છે પ્રેમની પરિભાષા કે દરેક સમયમાં એકબીજાને સાથ આપવો અને એકબીજાની હિંમત વધારવી પછી એ સમય ગમે એટલો ખરાબ પણ કેમ ન હોય. મારી નજરમાં રાકેશભાઈ એક ઉતમ ઉદાહરણ હતા એક જીવનસાથી તરીકે. હવે હું શાંત થઈને બેઠો હતો કારણકે આખો દિવસથી કંટાળ્યો પણ હતો. થોડીવાર માટે આરામ કરી લઉતો વધુ મજા આવશે અને એવું વિચારીને  હું કારમાં ટેકો નાખીને આંખો બંધ કરી ને પડ્યો રહ્યો. લગભગ અડધો કલાક વીતી ગયો હશે અને મને ખબર ના રહી. મે મારો મોબાઈલ વાઈબ્રેશન મોડ પર મૂક્યો હતો અને મારા મોબાઈલમાં થોડું વાઈબ્રેશન થયું અને મારી આંખ ખુલી. મે મારો મોબાઈલ કાઢ્યો અને સ્ક્રીન ઓન કરી અને નોટિફિકેશન જોયા. મારી વિચારધારણા પ્રમાણે વંશિકાનો જ મેસેજ હતો. 
"કેમ હજી સુધી કઈ જમ્યા નથી ?" આ કવેશ્ચન માર્ક સાથે એને આંખ ઊંચી કરીને જોતા ૨ ઇમોજી પણ જોડીને મોકલ્યા હતા. જેનો જવાબ આપવો મારા માટે જરૂરી હતો.
હું :- મિટિંગ બહુ લાંબી ચાલી હતી એટલે ટાઈમના મળ્યો પણ પછી બહાર જઈને જમી લીધું.
થોડીવારમાં એનો ફરીથી મેસેજ આવ્યો. "અત્યારે કામ છે પણ પછી રાતે તમારી ખબર લઉ છું."
એના મેસેજ પછી મેં ફક્ત સારું એવો ટૂંકો જવાબ આપ્યો કારણકે મને ખબર હતી કે એની પાસે વાત કરવાનો સમય નથી અને હવે એ સીધી રાતેજ વાત કરશે.
મોબાઈલ મૂકીને મેં પાછો ટેકો દઈ દીધો અને થોડીવારમાં રાકેશભાઈની બૂમ મને સંભળાઈ. "સર, ઊઠી જાઓ તમારું ઘર આવી ગયું."
આટલી જલ્દી ? મારાથી બોલે ગયું.
રાકેશભાઈ :- સાંજના ૫:૧૫ થયા છે સર તમે સૂઈ ગયા એટલે તમને ખ્યાલ નહી હોય.
હું :- ઓહ, ટાઈમ જતો રહ્યો એની ખબરજ ના રહી. ઓકે બે ધ વે તમારી સાથેની સફર યાદગાર રહેશે રાકેશભાઈ. આઈ હોપ ફરી ક્યારેક જરૂર મળીશું અને કોઈ કામ હોય તો જરૂરથી યાદ કરજો મને.
રાકેશભાઈ :- હા સર, મને પણ ગમ્યું તમને મળીને. ચાલો મળીએ પછી.
મે ગાડીમાંથી મારું બેગ લીધું અને બહાર નીકળ્યો. આગળ ચાલતો થયો અને લિફ્ટ પાસે પહોંચ્યો અને બટન પ્રેસ કર્યું. થોડીવારમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી અને હું તેમાં એન્ટર થયો અને મારા ફ્લોરનું બટન પ્રેસ કર્યું. થોડી સેકંડોમાં હું મારા ફ્લોર પર પહોંચ્યો. મે મારા પોકેટમાંથી ચાવી કાઢી અને દરવાજાનું લોક ખોલીને ઘરમાં દાખલ થયો. થોડીવાર જઈને સોફા પર બેઠો. ૫ મિનિટ શાંતિથી બેઠા પછી હું ઊભો થયો અને મારા રૂમમાં જઈને  મારા કબાટમાંથી મારુ ટ્રેક- ટીશર્ટ કાઢ્યા અને હું બાથરૂમ તરફ ગયો કારણકે મને નહાવાની ઈચ્છા હતી. 
નાહીને ફ્રેશ થયા પછી મારો બધો થાક ઉતરી ગયો હતો અને મારો મૂડ ફ્રેશ થઈ ગયો હતો. હું ફરીવાર સોફા પર જઈને બેઠો અને ટીવી ચાલુ કર્યું. મને ટીવી જોવાની કોઈ ખાસ આદત નહોતી પણ ક્યારેક કંટાળો આવતો ત્યારે હું જોતો હતો. થોડીવારમાં અવિ અને વિકી આવવાના હતા. થોડીવાર ટીવીમાં ડાફોળિયાં માર્યા બાદ પણ કોઈ સારું કન્ટેન્ટ ના મળ્યું એટલે મેં ટીવી બંધ કરી દીધું. અવિ અને વિકિની એન્ટ્રી થઈ અને તે લોકો આવીને પોતપોતાના રૂમમાં દાખલ થયા અને ફ્રેશ થવા જતા રહ્યા. તે બંને ફ્રેશ થઈને આવ્યા ત્યાં સુધીમાં ૭:૦૦ વાગી ગયા હતા. અમે લોકો બેઠા અને વાતો શરૂ થઈ કારણકે અમે લોકો દરરોજ થોડો સમય એકબીજા સાથે આખો દિવસનું રૂટિન શેર કરવામાં આપતા હતા. "રુદ્ર કેવી રહી તારી મિટિંગ ?" અવિ મારા ખભા પર હાથ મૂકતા બોલ્યો.
હું :- ખૂબ સારી રહી. પહેલીવાર આટલી લાંબી મિટિંગ અટેન્ડ કરી હતી છતાં પણ મને મારા પ્રત્યે આત્મવિશ્વાસ હતો અને જેના કારણે મારી મિટિંગ સફળ રહી અને અમારી કંપનીને મોટો પ્રોજેક્ટ મળ્યો છે.
અવી :- ભાઈ, તો આટલાથી નહીં ચાલે તારે પાર્ટી આપવી પડશે તારી આ ઇચિવમેન્ટની. 
હું :- હા સ્યોર, આપડે જરૂરથી પાર્ટી કરીશું પણ અત્યારે નહીં. આવતા રવિવારે આપડે પાર્ટી કરીશું.
વિકી :- પાકું ને ? પછી આવતા રવિવારે ફરીવાર તારો કોઈ પ્લાન નહીં બની જાય ને ગયા રવિવારની જેમ ?
હું :- ના, એની હું કોઈ ગેરેન્ટી નથી આપતો પણ એ વાતમાં તમારે લોકોએ પણ સપોર્ટ કરવો પડશે.
અવી:- ભાઈ કેવો સપોર્ટ ?
હું :- મારો કોઈ પ્લાન બની જાય તો એના માટે મને ડિસ્ટર્બ નહીં કરવાનો સપોર્ટ અને આપડા પ્લાન કેન્સલ કરવાનો સપોર્ટ કરવો પડશે તમારો.
વિકી :- આ થોડુંક વધુ પડતું નથી થઈ રહ્યું ? તને નથી લાગતું કે તું અમારાથી વધુ પડતો દૂર થઈ રહ્યો છે હવે ?
હું :- અરે એવું કઈ નથી હું મજાક કરું છું. ડોન્ટ વરી, તમારા માટે હું મારો પ્લાન કેન્સલ કરવા તૈયાર છું.
અવી :- અમે પણ મજાક કરીએ છીએ ભાઈ, તારા માટે અમે લોકો અમારો પ્લાન કેન્સલ કરવા તૈયાર છીએ. જો તારી જિંદગીમાં ખુશી આવતી હોય તો એમને પણ એમાં શામિલ થવાની ઈચ્છા છે.
વિકી :- પણ એની જિંદગીમાં ખુશી થોડી આવે છે ? એની જિંદગીમાં તો વંશિકા આવે છે. હા..હા...હા...
હું :- બસ હવે બહુ થઈ તમારા લોકોની મજાક અને હવે હું નીચે જાઉં છું આંટીના ઘરે ટિફિન લેવા માટે.
બંને મારી મજાક ઉડાવવા લાગ્યા અને જોર-જોરથી હસવા લાગ્યા અને હું ફટાફટ ઘરની બહાર નીકળી ગયો કારણકે હવે વધુ ટાઈમ હું ઘરમાં રહેત તો એ લોકો મારી વધુ મજા લેવા લાગેત જે મને પસંદ નહોતું. હું લિફ્ટની જગ્યાએ સીડીથી નીચે ઊતર્યો અને આંટીના ઘરે જઈને ડોરબેલ વગાડી. આંટીને ખબરજ હતી કે અમારા ૩માંથી કોઈ એક હશે કારણકે એમણેજ એમને જમવાનું પાર્સલ લેવા માટે ફિક્સ ટાઈમ આપ્યો હતો. આંટીએ દરવાજો ખોલ્યો અને ટિફિન સાથેજ તેઓ ઊભા હતા. તેમણે ટિફિન મારા હાથમાં આપ્યું અને હું પણ વગર કઈ કીધે ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઘરે આવી ગયો. મે આવીને ટિફિન ટેબલ પર મૂક્યું અને પેલા બંને મૂર્ખાઓને જમવા માટે કહ્યું. અમે ત્રિપુટી સાથે જમવા માટે બેઠા જેવો કે અમારો નિયમ હતો.
જમીને નવરા થયા પછી અમે લોકો પોતપોતાના કામમાં વળગી પડ્યા હતા. હું મારો મોબાઈલમાં ફાંફા મારી રહ્યો હતો. મને ખ્યાલ હતો કે વંશિકા ફ્રી થઈને મને મેસેજ જરૂર કરશે. 
રાતનો ૯:૩૦ જેવો સમય થયો હતો અને મારા મોબાઈલમાં વંશિકાનો "હાઈ" કરીને મેસેજ આવ્યો. મે તરત મારું મારું વોટ્સએપ ઓપન કર્યું અને તરત વંશિકાના ઈનબોક્સમાં જઈને એને હેલો મેમ કહીને જવાબ આપ્યો.
વંશિકા :- મેમ ? માખણ લગાવો છો મને ?
હું :- ના હવે શેનું માખણ ?
વંશિકા :- નાટક કરવાની જરૂર નથી બપોરે મે કહ્યું હતું કંઈક તમને યાદ છે ?
હું :- શું કહ્યું હતું તે મને ખબર નહીં પડી.
વંશિકા :- ઊભા રહો હમણાં તમારો વારો લઉ છું.