Hu Taari Yaad ma 2 - 40 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૪૦)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૪૦)

ખટ... ખટ... ખટ.... અબે ડોફા દરવાજો ખોલને. ક્યારના અમે ખખડાવીએ છીએ તને ખબર નહીં પડતી કે શું. ક્યારનો રૂમમાં ભરાઈને બેઠો છે અને કઈ બોલતો પણ નથી. અવિ જોરથી બૂમો પાડતો પડતો બોલી રહ્યો હતો. વંશિકા મારી સામે અચાનક આવી શરત મૂકીને જતી રહી હતી. વંશિકાની શરત પ્રમાણે મારે હવે તેને થોડો ટાઈમ કોઈ કોન્ટેક્ટ નહોતો કરવાનો અને વાત પણ નહોતી કરવાની. મે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે વંશિકા અચાનક આવો ઝટકો આપીને જતી રહેશે. હવે મારા મનમાં વધુ ડર લાગી રહ્યો હતો કે જેવીરીતે વંશિકાએ મને વાત કરી હતી કદાચ એનો જવાબ પણ હવે મને નેગેટિવ મળશે અને કદાચ તે મારાથી દૂર થઈ જશે એટલે તેણે જાણી જોઈને મને ના પાડવી પડે એટલે આવી શરત મૂકી હતી. વંશિકાએ અચાનક આવો નિર્ણય જણાવી દીધો જેની કર દિલમાં વધુ ઊંડી અસર પડી હતી. વંશિકાના ગયા પછી હું ત્યાં ઊભો હતો અને થોડીવાર મને શું કરવું કાઈ સમજાતું નહોતું. મને એવું લાગી રહ્યું હતું કે હવે હું નથી ઘરનો રહ્યો કે નથી ઘાટનો એવી પરિસ્થિતિ બની ગઈ હતી મારી. મે ત્યાંથી મારું બાઇક સ્ટાર્ટ કર્યું અને થોડે આગળ જઈને એક પાન પાર્લર પર જઈને ઊભું રાખી દીધું અને ત્યાં જઈને સિગારેટ માગી. મારા મગજનો પૂરે પૂરો અઠ્ઠો થઈ ગયેલો હતો. મે સિગારેટ ફૂંકવાની ચાલુ કરી છતાં પણ મારું મગજ શાંત નહોતું થઈ રહ્યું. મે હવે બાઇક ફરી સ્ટાર્ટ કર્યું અને પોતાના ઘર તરફ જવા લાગ્યો. ઘરે જઈને હું સીધો મારા રૂમમાં જતો રહ્યો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. હું ઘરમાં દાખલ થયો ત્યારે અવિ અને વિકી સોફા પર બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા હતા. મને જોઈને વિકીએ તરત મને બૂમ પાડીને કહ્યું હતું."કેમ ભાઈ કેવી રહ્યું પછી ?" 
મે વિકિના સવાલને ઇગ્નોર કરી દીધો હતો અને સીધો રૂમમાં ચાલ્યો ગયો હતો. થોડીવાર પછી પણ મારા તરફથી કોઈ રિસ્પોન્સ ના મળતા બંને મારા રૂમ તરફ આવ્યા હતા. અવિએ પહેલીવાર દરવાજો ખખડાવ્યો ત્યારે મારું કોઈ મૂડ ના હોવાના કારણે તેને ઇગ્નોર કર્યો હતો. હું રૂમમાં એકલો બેડપર સૂઈ રહ્યો હતો. આવું થોડીવાર સુધી ચાલ્યું અને લડતમાં કંટાળીને અવિએ જોરજોરથી દરવાજો ખખડાવવાનો ચાલુ કર્યું અને મને ગુસ્સામાં બોલવા લાગ્યો. હવે મારી પાસે બીજો કોઈ ઓપ્શન પણ નહોતો બચ્યો દરવાજો ખોલવા શિવાય કારણકે જ્યાં સુધી હું દરવાજો ના ખોલેત ત્યાં સુધી આ બંને દરવાજો ખખડાવ્યા કરેત અને મને ગાળો આપ્યા કરેત. મે હવે દરવાજો ખોલ્યો અને પાછો મારા બેડ પર આવીને બેસી ગયો. અવિ અને વિકી પણ મારી બાજુમાં આવીને બેસી ગયા અને પૂછ્યું. "અલા, કેમ આવું કરે છે. શું થયું વંશિકાએ ના પાડી ?"
હું હજી ચૂપ હતો. વિકીએ કંટાળીને ફરીથી પૂછ્યું. "ડોફા, બોલને શું થયું છે."
મે હવે જવાબ આપ્યો. "કાઈ નથી થયું. મારી વાટ લાગી ગઈ છે."
અવિ :- એમણે પૂરી વાત જણાવ કે થયું શું છે તો ખબર પડશે ને. આમ તો પોતાને રૂમમાં બંધ કરીને ચુપચાપ બેસી રહીશ તો ક્યાં સુધી ચાલશે.
હું :- વંશિકાએ રિજેક્ટ પણ નથી કર્યો અને હા પણ નહીં પડી.
અવિ :- સારું છે ને યાર રિજેક્ટ તો નથી કર્યો. ફરીવાર ટ્રે કરજે જ્યારે એ તૈયાર હોય ત્યારે.
હું :- અરે એવું કઈ નથી. હું તમને પૂરી વાત જણાવું છું.
મે અવિ અને વિકીને આખી ઘટના સમજાવી. તેઓ સાંભળીને વિચારમાં પડી ગયા કે આ વળી કેવો નિર્ણય જો તેને ના પાડવી હોય તો ના પાડી શકે છે અથવા હા પાડી શકે છે પણ આવીરીતે કોન્ટેક્ટ ના કરવાનું કહ્યું સાવ અજીબ વાત કહેવાય. તેઓ બંનેને કોઈ એક્સપિરિયન્સ નહોતો એટલે તેમની પાસે બીજો કોઈ જવાબ પણ નહોતો. અવિ અને વિકી હવે આગળ શું બોલે તેમને પણ ખબર નહોતી પડતી અને તેઓ પણ સ્પીચ્લેસ થઈ ગયા હતા. છેલ્લે અવિ અને વિકીએ મને એટલું કહ્યું." બહુ ચિંતા ના કરીશ. અત્યારે તારું મગજ શાંત રાખ અને આરામથી સૂઈ જા. તારા વિચાર કરવાથી કાઈ બદલાઈ નથી જવાનું. જે આગળ થશે તે સારું થશે એટલે થોડો સમય રાહ જો અને અત્યારે આરામથી સૂઈ જા."
આટલું કહીને તેઓ બંને મને એકલો મૂકીને પોતાના રૂમમાં જતા રહ્યા. હું ઊભો થઈને ફ્રેશ થવા માટે ગયો અને ફ્રેશ થઈને પોતાના ગેટઅપમાં આવી ગયો અને બેડ પર લાંબો થઈને સુઈ રહ્યો. હું આમતેમ પડખા ફેરવી રહ્યો હતો પણ મને ઊંઘ નહોતી આવી રહી. ગઈકાલે રાત્રે વંશિકાને પ્રપોઝ કરવાની ઉતાવળમાં ઊંઘ નહોતી આવી રહી અને આજે રાત્રે તેને પ્રપોઝ કર્યા પછી એનો જવાબ સાંભળીને ઊંઘ નહોતી આવી રહી. મને તકલીફ એ વાતથી નહોતી કે વંશિકાએ મારી પાસે સમય માગ્યો. મને તકલીફ એ વાતથી હતી કે વંશિકાએ મને થોડો સમય કોન્ટેક્ટ કરવાની પણ ના પાડી દીધી હતી અને આ વસ્તુ મને વધુ દુઃખી કરી રહી હતી. વંશિકા સાથે વાત કર્યા વગર મને ચાલતું નહોતું અને વંશિકાએ આ વસ્તુની ના પાડી દીધી હતી. વંશિકાના આ નિર્ણયના કારણે મને મનમાં બીજા ખોટા વિચારો આવી રહ્યા હતા અને મારા મનમાં વંશિકાથી દૂર થવાનો વધુ ડર પેદા થઈ રહ્યો હતો. મારા મનમાં વિચારો સતત વરસી રહ્યાં હતા કે વંશિકાએ આવો નિર્ણય કેમ લીધો ? શું તે મને હવે ના પાડવાની હશે એટલે તેણે આવી કહ્યું ? શું તે મારાથી હવે છુટકારો ઈચ્છે છે એટલે તેણે વાત કરવાની ના પાડી હશે ? શું હવે તે મને નેગેટિવ જવાબ આપશે ? આવા બધા સવાલો મારા મગજને કોરી ખાઈ રહ્યા હતા જેના કારણે મને ઊંઘ નહોતી આવી રહી. અત્યારે મને કઈ સૂઝતું નહોતું. હું બસ વિચારો કરી રહ્યો હતો. થોડા સમય પહેલા મે વંશિકાનું મગજ હેંગ કરી નાખ્યું હતું અને અત્યારે વંશિકાએ મારું મગજ હેંગ કરી નાખ્યું હતું. આમ તેમ પડખા ફેરવ્યા કરતા ક્યારે મારી આંખો થાકીને બંધ થઈ ગઈ હતી મને તેની ખબર નહોતી. 
સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મેં મારો મોબાઈલ ઉઠાવ્યો અને તેના પર નજર મારી. મારી આંખો બહાર આવી ગઈ હતી કારણકે મોબાઈલમાં ૯:૩૭ થઈ હતી. આજે મને એલાર્મ પણ નહોતો સંભળાયો અથવા મેં સવારમાં બંધ કરી દીધો હતો મને તેનો કોઈ ખ્યાલ નહોતો. મે સ્ક્રીન પર જોયું જયંતસરના ત્રણ મિસકોલ હતા અને મારો મોબાઈલ સાઇલેન્ટ મોડ પર હતો. હવે મને યાદ આવ્યું ગઈ કાલે કોઈ વંશિકા સાથે કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એના માટે મેં જાતેજ મોબાઈલ સાઇલેન્ટ કરીને રાખેલો હતો અને ત્યારથી મેં મોડ ચેન્જ નહોતો કર્યો. રેટ આવીને મે મોબાઈલ એમજ મારી બાજુમાં મૂકી દીધો હતો. હું ફટાફટ મારા બેડ પરથી ઊભો થયો અને તૈયાર થવા માટે ગયો. મારી ઓફિસની ટાઈમ થઈ ગયો હતો અને મારી પાસે હવે ચા પીવાનો પણ સમય નહોતો. અવિ અને વિકી પણ ક્યારના પોતાની જોબ પર જવા માટે નીકળી ગયા હતા. મારી ફરજ હતી કે જયંતસરને ફોન કરું પણ મેં તે વાતને એવું સમજીને ઈગ્નોર કરી કે જલ્દી ઓફિસ પર પહોંચીને રૂબરૂ વાત કરી લઈશ. મારા મનમાં એવો વિચાર આવ્યો કે આજે હું ઓફિસ આવ્યો નહીં હોય અને જયંતસરને જણાવ્યા વગર મેં લિવ લીધી હશે તેના કારણે જયંતસરે મને કારણ જાણવા ફોન કર્યો હશે. હું ફટાફટ તૈયાર થઈને ઓફિસ જવા માટે નીકળી પડ્યો. મારાથી બનતી વધુ સ્પીડ પર બાઇક ચલાવીને હું ઓફિસ પહોચવાની મહેનત કરી રહ્યો હતો. ઓફિસના પાર્કિગમાં પહોંચીને બાઇક પાર્ક કર્યું અને લિફ્ટની રાહ જોવાની જગ્યાએ સિડી ચડીને હું ઓફિસમાં પહોંચ્યો. ઓફિસમાં જઈને જોયું ત્યારે બધો સ્ટાફ આવી ગયો હતો અને બધા પોતાના કામમાં લાગી ગયા હતા. શિખા પણ પોતાનું કામ કરી રહી હતી. મે શિખાને ઇગ્નોર કરી અને સીધો જયંતરસરની ઓફિસમાં દાખલ થયો અને દરવાજો ક્નોક કર્યો. અંદરથી જયંતસરે કમ ઇન કહીને અંદર આવવા કહ્યું એટલે હું જઈને જયંતસર પાસે જઈને બેઠો અને કહ્યું.
હું :- સોરી સર, મોબાઈલ સાઇલેન્ટ રહી ગયો હતો એટલે મને સમયનો કોઈ ખ્યાલ ના રહ્યો અને હું બહુ મોડો ઉઠ્યો હતો એટલે આવવામાં મોડું થયું.
જયંતસર :- ઈટ્સ ઓકે રુદ્ર, મે તને ફોન કરેલા પણ તે રીસીવ ના કર્યા એટલે મને લાગ્યું કદાચ તું રસ્તામાં હશે એટલે ફોન નહીં ઉપાડતો હોય.
હું :- સોરી સર પણ મને થયું ઓફિસ આવીને રૂબરૂ જણાવીશ તો વધુ સારું રહેશે.
જયંતસર :- નો પ્રોબ્લેમ, એકચ્યુલી મારે તારી સાથે એક ખૂબ અગત્યની વાત કરવી હતી અને તને ઓફિસમાં ના જોયો એટલે તને ફોન કર્યો.
હું :- હા સર જણાવી શું અગત્યની વાત હતી.
જયંતસર :- રુદ્ર, વાત એવી છે કે તારે ચેન્નાઈ જવું પડશે ૧૦ દિવસ માટે.
હું :- વોટ સર, ચેન્નાઈ અને ૧૦ દિવસ માટે ક્યાં કામથી ?
જયંતસર :- મિ મૂર્તિ આપણા ક્લાયન્ટ છે અને તેમની સાથે આપણે ખૂબ સારા રિલેશન બની ગયા છે. ચેન્નઈમાં પણ  એક નવી ઓફિસ બની છે જ્યાં તે સાયબર સિક્યોરિટી ઓપન કરવાના છે. જ્યાં તેમણે આપણી કંપની સાથે કોલેબ્રેટ કર્યું છે અને બંને કંપનીએ સાથે મળીને નવી ઓફિસ ઓપન કરી છે જેની મને કાલે જ ખબર પડી હતી. ત્યાં નવા ફ્રેશર હાયર કર્યા છે અને તેમને ટ્રેનિંગ આપવાની છે અને નવા કોન્ટ્રાક્ટ્સ માટે બ્રીફ પણ કરવાના છે. પહેલા જેમ તું અહીંયા ફ્રેશર્સને ટ્રેનિંગ આપીને તૈયાર કરતો હતો એવીરીતે ત્યાં પણ તે લોકોને તૈયાર કરવાના છે. હવે તારે ૧૦ દિવસ માટે ત્યાં જવાનું છે અને પછી થોડો સમય તેમને બ્રીફ કરીને અહીંયા પાછું આવતા રહેવાનું છે અને બીજી એક એવી ઓફર છે કે જો તારે ત્યાં પરમાનેન્ટ ટ્રાન્સફર જોઈતું હોય તો ત્યાં પણ એક મેનેજર પોસ્ટની વેકેન્સી છે. ટ્રાન્સફરની વાત આપણે અત્યારે નથી કરી રહ્યા પણ જો તારી ઈચ્છા હોય તો આગળ કરીશું બાકી અત્યારે ફક્ત ૧૦ દિવસની વિઝીટ છે.
હું :- સર ટ્રાન્સફર નથી જોઈતું મારે પણ ૧૦ દિવસ બરાબર છે. સર એક વાત પૂછું ?
જયંતસર :- હા તું પૂછી શકે છે.
હું :- સર મારું ત્યાં જવું જરૂરી છે. આઈ મીન નહીં જાઉં તો નહીં ચાલે ?
જયંતસર :- રુદ્ર, વાત એવી છે કે ત્યાં ઓફિસને લીડ કરવા માટે એક હેડની જરૂર છે અને હવે તું ઇન્જિનિયર નથી પણ એક હેડ છે જે તું પણ જાણે છે એટલે આપણા પાસે બીજો કોઈ ઓપ્શન નથી. મારા હાથમાં આ વાત નથી નહિતો હું જરૂર તારી ઈચ્છા વિશે પૂછી શકે.
હું :- નો પ્રોબ્લેમ સર, હું કામથી દૂર જવા નથી માગતો. મારા માટે સારી આ સારી તક છે એટલે હું જવા માટે તૈયાર છું. ક્યારે જવાનું છે ?
જયંતસર :- પરમદિવસે જવાનું છે. બુધવારે સાંજે તારી ફ્લાઇટ હશે હું તને તારી જવાની અને આવવાની ટિકિટસ બુકિંગ કરાવીને મેઈલ કરી દઇશ અને ત્યાં રહેવા માટે હોટલ પણ બુકિંગ થઈ જશે. ઇન્શૉટ હું બધો ડેટા તને કાલ સુધીમાં મેઈલ કરી આપીશ આગળ ફાઈનલ કરીને. તું બુધવારે સાંજે જવાની તૈયારી રાખજે અને સવારે ઓફિસ આવવાની જરૂર નથી. તું ઘરેથી તારી જર્ની સ્ટાર્ટ કરી શકે છે.
હું :- ઈટ્સ ઓકે સર નૉ પ્રોબ્લેમ. નાઉ મે આઈ ગો?
જયંતસર :- હા તું જઈ શકે છે. બાય ધ વે રુદ્ર તું કોઈ તકલીફમાં છે ?
હું :- ના સર કોઈ તકલીફ નથી.
જયંતસર :- સારું તારા ફેસ પર થોડી ચિંતા દેખાઈ રહી છે એટલે મને લાગ્યું.
હું :- ના સર કોઈ તકલીફ નથી. આઈ એમ રેડી.
જયંતસર :- ઓકે, બેસ્ટ ઓફ લક ફોર યોર જર્ની .
જયંતસરે મને બેસ્ટ ઓફ લક કહેતા મારી સાથે હાથ મિલાવ્યો અને મેં પણ તેમની સાથે હાથ મિલાવ્યો. હું તેમની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને મારી ઓફિસમાં ગયો અને મારી ચેર પર જઈને બેસી ગયો અને મારું કમ્પ્યુટર ઓન કર્યું. મારું કામ કરવામાં બિલકુલ મન નહોતું લાગી રહ્યું. મારું રાતનું હેંગઓવર હજી સુધી ઊતર્યું નહોતું. જયંતસરે પણ આજે મને એક બીજો ઝટકો આપી દીધો હતો. ૧૦ દિવસ અમદાવાદથી દૂર જાઓ અને તમને પસંદ હોય તો હંમેશા માટે ત્યાં ટ્રાન્સફર લઈ લો. અરે યાર હું ૧૦ દિવસ તો ત્યાં કાઢી લઉ પણ હંમેશા માટે ત્યાં મારું જીવન કઈ રીતે કાઢું. અમદાવાદ સિવાય મારું મન બીજે ક્યાંય લગતું નહોતું. અહીંયા નજીકમાં કોઈ જગ્યાએ જવાનું હોત તો મને આટલું બધું પ્રોબ્લેમ ના થત પણ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જવું અને ત્યાંનું હવા પાણી આપણને કઈ રીતે માફક આવી શકે. સાચું કહું તો મારું ત્યાં જવાનું બિલકુલ મૂડ નહોતું થઈ રહ્યું પણ મારી મજબૂરી હતી એટલે હું જયંતસરને ના નહોતો કહી શક્યો અને મેં તેમનો નિર્ણય મની રાખ્યો હતો. વંશિકા વગર ૧૦ દિવસ અહીંયાથી દૂર જવું મને યોગ્ય નહોતું લાગી રહ્યું. ત્યાં જઈને મારો તેની સાથે સંપર્ક વધુ તૂટી જશે તેવું મને લાગી રહ્યું હતું. અવિ અને વિકીને છોડીને પણ એકલા ત્યાં જવાનું અને અલગ લોકો સાથે ૧૦ દિવસ કાઢવા મને બળજબરી પૂર્વક લાગી રહ્યા હતા. ત્યાંના લોકોનો નેચર અલગ હોય શકે અને મારી સાથે સેટ ના થઈ શકે તેવું પણ કારણ હતું. જિંદગી જ્યારે તમારી બેન્ડ વગાડી રહી હોય છે ત્યારે બધી બાજુથી વગાડી રહી હોય છે. ગઈ કાલે રાતે વંશિકાએ મારી બેન્ડ વગાડીને મૂકી દીધી હતી અને એમાં પણ કાઈ ખૂટી રહ્યું હતું તો જયંતસરે બાકીની બેન્ડ વગાડી દીધી હતી. બંને લોકોમાં કોઈ ફરક નહોતો બને મારા બોસ હતા જેમની સામે મારે ઝૂકવું પડતું હતું. હું અત્યારે લાચાર હતો જયંતસરને ના પાડીને હું મારી મેહનત પર પાણી ફેરવવા નહોતો માગતો એટલે મારું ત્યાં જવું વધુ સારું હતું. હું આવા બધા વિચારો કરીને પોતાની જાતને કોસી રહ્યો હતો એટલામાં મારી ઓફિસની દરવાજો ખુલ્યો અને શિખા અંદર આવી.