Hu Taari Yaad ma 2 -27 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૭)

Featured Books
  • എന്റെ മാത്രം - 2

    റോ........... എന്നൊരു അലർച്ച കേട്ടതും അവൾ മനസിന്റെ ക്യാബിൻ ല...

  • അമീറ - 7

       ""അതൊന്നും സാരമില്ല മോളെ". ഉപ്പ അവളോട് പറഞ്ഞു.. "ഇനിയെന്ത...

  • അമീറ - 6

      മകളുടെ അവസ്ഥ കണ്ട അലവിക്ക് തോന്നി അവൾ ഒന്ന് ഫ്രഷ് ആവട്ടെ എ...

  • അമീറ - 5

    ഇന്നലെ രാത്രി ആമി റൂമിൽ നിന്നും കേട്ടത് ഇവരുടെ മൂന്ന് പേരുടെ...

  • അമീറ - 4

    പിറ്റേന്ന് രാവിലെ ആമി നേരത്തെ എണീറ്റിരുന്നു.അവൾക്കുള്ള ഭക്ഷണ...

Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૭)

મારો અને વંશિકાનો વાતોવાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો એની અમને ખબર જ ના રહી. અમે બંને વાતો કરતા કરતા શિખાના ઘરે પહોંચી ગયા હતા. શિખાનું ઘર એક રો હાઉસમાં હતું. શિખાના પપ્પા એક સીએ હતા અને એની મમ્મી હાઉસવાઇફ હતા. શિખા પહેલાથી અમદાવાદમાં જ રહેતી હતી. માતા પિતાની લાડલી એકજ સંતાન હતી અને તેનો જન્મ પણ અહીંયા જ થયેલો હતો. શિખાનું ઘર બહુ મોટું હતું. શિખાના ઘરમાં એન્ટર કરતા પહેલા એક નાનું એવું પાર્કિંગ હતું અને બાજુમાંથી એક રસ્તો હતો જે પાછળ ગાર્ડનમાં જતો હતો. ગાર્ડનમાં ઘણા બધા ફૂલ અને છોડ વાવેલા હતા અને ત્યાં ઓછામાં ઓછા ૨૫ થી ૩૦ માણસ બેસી શકે એટલી જગ્યા હતી. શિખાના પપ્પાને ફૂલ છોડ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. કહેવા જઈએતો તેઓ એક પર્યાવરણ પ્રેમી હતા અને દર રવિવારે ગાર્ડન અને ફુલની કાળજી લેતા હતા. મેં કાર ઘરની બહારની સાઇડ પાર્ક કરી અને હું અને વંશિકા કારમાંથી નીચે ઉતર્યા. અમે ઘરના દરવાજા પાસે પહોંચ્યા અને મેં ડોરબેલ વગાડી. થોડીવાર થઈ પણ હજુ સુધી દરવાજો ખૂલ્યો નહીં એટલે મેં ફરીવાર ડોરબેલ વગાડી. હું અને વંશિકા ૫ મિનિટ જેવા સમય દરવાજા પાસે ઊભા રહ્યા પણ હજુ સુધી કોઈએ દરવાજો ખોલ્યો નહોતો.
"કેમ કોઈ દરવાજો નથી ખોલી રહ્યું રુદ્ર ? વંશિકા થાકીને બોલી.
"એક મિનિટ, હું શિખાને કોલ કરું છું. મેં કહ્યું અને મારો મોબાઈલ કાઢીને શિખાને ફોન કર્યો. થોડી રિંગોમાં શિખાએ ફોન રીસીવ કર્યો.
"શિખા કયા છે તું ? અમે બંને ક્યારના દરવાજા પાસે ઊભા છીએ અને ડોરબેલ વગાડી રહ્યા છીએ પણ હજુ સુધી કોઈ દરવાજો ખોલવા માટે નથી આવ્યું." મેં થોડા ચિંતિત થઈને શિખાને કહ્યું.
"ઓહ માય ગોડ, સોરી ભાઈ મને યાદ ના રહ્યું. અમે લોકો ગાર્ડનમાં છીએ. બધું અરેન્જમેન્ટ ગાર્ડનમાં કર્યું છે. ઊભા રહો હું આવું છું ત્યાં." આટલું કહીને શિખાએ ફોન કાપી નાખ્યો. 
"અરે યાર તે લોકો ગાર્ડનમાં છે બધા. શિખા લેવા માટે આવે જ છે." મેં વંશિકાને કહ્યું.
હું અને વંશિકા દરવાજા પાસે રાહ જોઈ રહ્યા હતા. ફોન કટ થયાને હજી ૧ મિનિટ પણ પૂરી નહોતી થઈ એટલીવારમાં શિખા ગાર્ડનમાંથી અમારી સામે આવી રહી હતી. શિખાએ આજે સફેદ કલરનો કોઈક ફ્રોક ટાઇપનો ડ્રેસ પહેર્યો હતો જેનું નામ મને ખબર નહોતી. ગળામાં પાતળો સિલ્વર કલરનો ચેન પહેરેલો હતો અને કાંડામાં સફેદ કલરના મેચિંગ પટ્ટા વાળી ઘડિયાળ પહેરી હતી. આજે શિખા ખૂબ સુંદર લાગી રહી હતી અને આ આઉટફિટમાં તે એક નાની છોકરી લાગી રહી હતી. શિખા અમારી પાસે આવીને ઊભી રહી અને બોલી.
" આઈ એમ વેરી સોરી. મારા કારણે તમારા બન્નેએ અહીંયા ઊભા રહીને ક્યારની રાહ જોવી પડી. મને યાદ નહોતું કે તમે લોકો અહીંયા રાહ જોશો. મને એવું હતું કદાચ તમે લોકો સીધા ગાર્ડનમાં આવી જશો."
"અરે કાઈ વાંધો નહીં શિખા. આવું તો ચાલ્યા કરે એમ પણ અમે જસ્ટ અત્યારે આવ્યા જ છીએ અમારે કોઈ વધુ રાહ નથી જોવી પડી. બાય ધ વે હેપી બર્થડે શિખા." વંશિકાએ શિખાને બર્થડે વિશ કર્યું અને તેને પ્રેમથી ભેટી પડી. 
અમે ત્રણેય હવે ગાર્ડનમાં ગયા જ્યાં શિખાની નાની એવી બર્થડે પાર્ટીનું અરેન્જમેન્ટ હતું. ગાર્ડનમાં ઉપરની બાજુ લાઈટના ફોક્સ મૂકેલા હતા જેમાં દિવસ જેવો પ્રકાશ આવી રહ્યો હતો. એક સ્ક્વેર આકારનું ટેબલ મૂકેલું હતું અને એના પર નાની નાની ફૂલોની પાંખડીઓ મૂકીને સજાવ્યું હતું. ગાર્ડનમાં છેલ્લી બાજુ એક જમવા માટેનું કાઉન્ટર બનાવેલું હતું અને થોડી એવી ખુરશીઓ મૂકેલી હતી બેસવા માટે. અમારી સાથે શિખાના ઘરના ગેસ્ટ પણ આવેલા હતા. લગભગ ટોટલ મળીને ૧૫ જેવા લોકો અત્યારે હાજર હતા. અમે ત્રણેય જઈને સૌથી પહેલા શિખાના મમ્મી - પપ્પા પાસે ગયા. મારી આદત પ્રમાણે હું તેમને પગે લાગ્યો અને મને જોઈને વંશિકા પણ પગે લાગી. શિખાના મમ્મી - પપ્પા મને પહેલાથી ઓળખતા હતા એટલે મારા માટે અહીંયા કઈ નવું જેવું નહોતું પણ વંશિકા પહેલીવાર આવી હતી. વંશિકાને જોઈને શિખાની મમ્મી અને પપ્પાને થોડી નવાઈ લાગી કે આ નવી છોકરી કોણ હશે અને તેઓ કદાચ વંશિકા વિશે પૂછે એની પહેલાજ શિખાએ એનું ઇન્ટ્રોડક્શન આપ્યું.
શિખા :- મમ્મી આ રુદ્ર છે તેમને તો તમે ઓળખો છો. પણ આ વંશિકા છે મારી અને રુદ્રની કોમન ફ્રેન્ડ છે. અમારી સામેની ઓફિસમાં જોબ કરે છે. (આટલું કહેતા શિખાના મમ્મી અને પપ્પાને વંશિકાને ઓળખાણ થઈ.)
શિખાના મમ્મી :- વંશિકા કેમ છે તું ?
વંશિકા :- મજામાં આંટી અને તમે કેમ છો ?
શિખાના પપ્પા :- એને શું વાતનું ટેન્શન છે એ તો હંમેશા મજામાં જ હોય છે. (આટલું બોલતા શિખાના પપ્પા હસી પડ્યા.)
શિખાના મમ્મી :- શું તમે પણ બસ જ્યારે હોય ત્યારે મજાક મસ્તી કર્યા કરો છો. છોકરી પહેલીવાર ઘરે આવી છે. શિખા તુ વંશિકા અને રુદ્ર માટે પાણી લઈ આવ અને તમે બંને આરામથી બેસો હું થોડું કામ છે મારે થોડીવારમાં આવું અમારા ગેસ્ટ પાસે જઈને. (આટલું કહીને આંટી જતા રહ્યા અને શિખા વંશિકાને સાથે લઈને જતી રહી. હવે હું અને અંકલ બંને એકલા ઊભા હતા એટલે અમારા વચ્ચે થોડી વાતચીત ચાલુ થઈ.)
અંકલ :- રુદ્ર, ઘણા સમય પછી તું આવ્યો છે ઘરે. લાગે છે બહુ વ્યસ્ત થઈ ગયો છે જીવનમાં. 
હું :- ના અંકલ એવું કાંઈ નથી. સવારે ઓફિસ અને સાંજે ઘરે આવી રીતે ચાલ્યા કરે છે. બહાર જવા માટે સમય નથી મળતો. તમે કહો તમારી જોબ કેવી ચાલે છે અને તબિયત કેવી છે તમારી.
અંકલ :- વેલ હું તો આ ઉંમરે પણ ફિટ અને ફાઇન છું. પણ તારી આંટીની ઉમર દેખાઈ આવે છે. અને જોબ પણ સરસ ચાલે છે. બસ પણ તમારા ટીનેજર જેવી લાઇફ અમારી નથી. ઘર ગૃહસ્થી બાંધીને બેઠા છીએ એટલે ફેમિલીને પણ ટાઇમ આપવો પડે છે. બાય ધ વે તારું શું પ્લાનિંગ છે હવે ?
હું :- શેનું પ્લાનિંગ ?
અંકલ :- અરે લાઈફમાં સેટલ થવાનું. હવે તો તું જોબમાં પણ વેલ એન્ડ સેટલ થઈ ગયો છે. લાઇફમાં પણ સેટલ થવું પડશે ને બેટા. 
હું :- અંકલ લાગે છે તમારાથી મારું આ સુખ જોવાતું નથી. (આટલું બોલીને હું હસી પડ્યો અને સાથે સાથે તેઓ પણ હસી પડ્યા. અંકલ ખૂબ રમુજી સ્વભાવના હતા એમને હસી મજાક પસંદ હતી અને તેઓ ક્યારેય કોઈ વાતનું ખોટું નહોતા લગાડતા જેના કારણે અમે મળીએ તો હું પણ એમની સાથે હસી મજાક કરી લેતો હતો.)
અંકલ :- બેટા ટેક ઈટ સિરિયસલી, તુ મારા માટે મારા દીકરા જેવો છે એટલે તારા વિશે થોડું વિચારવું મારી ફરજ છે. બાકી તું સમજદાર છે. બાય ધ વે છોડ બોલ તારા મિત્રો શું કરે છે આજકાલ ?
હું :- બસ બધા મજામાં છે. મારી જેમ તેઓ પણ જોબમાં અટવાયેલા છે.
મારી અને અંકલની વાતો ચાલુ હતી એટલામાં શિખાએ મને બૂમ પાડી. વંશિકા અને શિખા એક ખુરશીમાં બેઠા હતા અને તેઓએ મને ત્યાં બોલાવ્યો હતો. હું અંકલને થોડીવારમાં આવું એવું કહીને શિખા અને વંશિકા પાસે ગયો. ત્યાં જઈને બેઠો અને શિખાએ મને હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. મેં પાણી પીધું અને પાછો ગ્લાસ શિખાને આપ્યો. શિખાએ ગ્લાસ બાજુની ખુરશી પર પડેલી ટ્રે માં મૂકી દીધો. "તમને લોકોને આવવામાં કોઈ તકલીફ નથી થઈને ?" શિખાએ મને પૂછ્યું.
હું :- ના કોઈ તકલીફ નથી પડી.
શિખા :- સારું છે યાર તમે બંને તો આવ્યા. મેં શ્રેયને કીધું હતું તો તે ક્યાંક બહાર ગયો હતો અને નિખિલ ઓલરેડી રજાઓ પર છે એટલે તે પણ ના આવ્યો.
હું :- અરે તે કીધું હતું એટલે અમારે આવવું તો પડે જ ને.
શિખા :- બાય ધ વે વાહ રુદ્ર ભાઈ આજે તો બહુ હેન્ડસમ લાગી રહ્યા છો અને વાહ આજે તમે બંને મેચિંગ કપડાં પહેરીને આવ્યા છો શું વાત છે.
વંશિકા :- હા યાર અમને લોકોને ખ્યાલ જ નહોતો કે અમારા બંનેના આઉટફીટ આજે મેચિંગ થઈ જશે. એમણે બંનેને જે કલર પસંદ હતો તે અમે પહેર્યો અને મળ્યા ત્યારે ખબર પડી કે બંનેના કપડા મેચિંગ છે આજે. બાય ધ વે રુદ્ર ભાઈ શું વાત છે.
શિખા :- હા ઓફિસમાં સર પણ બહાર રુદ્ર ભાઈ જ કહીને બોલાવું છું હું. બાય ધ વે તમારી બંનેની જોડી બહુ સારી લાગે છે આજે. (શિખાએ વંશિકાને ઇનડાયરેક્ટલી કહ્યું અને વંશિકા પણ સારી રીતે સમજી ગઈ કે શિખા શું કહેવા માગે છે. વંશિકા થોડી શરમાઈ ગઈ અને મારું પણ માથું થોડું નીચે તરફ ઝૂકી ગયું.)
વંશિકા :- શું યાર શિખા તું પણ જ્યારે હોય ત્યારે મજાક કરતી રહે છે. શિખા તું પણ આજે ખૂબ સુંદર લાગી રહી છે. આ આઉટફિટમાં તું હજી પણ નાની છોકરી જેવી લાગે છે.(વંશિકા થોડી શરમાતા બોલી.)
શિખા વંશિકાને ઇનડાયરેક્ટલી અમારી જોડી વિશે જણાવવા માગતી હતી અને વંશિકા પણ હવે સારી રીતે સમજી શકતી હતી. અમારા લોકોની વાતો હજુ સુધી ચાલુ હતી એટલામાં અંકલ આંટી પણ અમારી પાસે આવ્યા અને એમણે શિખાને જણાવી દીધું કે બધા લોકો હવે આવી ગયા છે તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારવો જોઈએ. શિખા પણ એમની સાથે સહમત થઈ. શિખા ટેબલ પાસે જઈને ઊભી રહી. શિખાના અંકલનો છોકરો ઘરમાં ગયો અને ત્યાંથી બર્થડે કેક લઈને આવ્યો અને તેણે ટેબલ પર કેક મૂકી. બધા લોકોએ કેકના ફોટોસ પાડવા લાગ્યા. તેણે કેક પર કેન્ડલ લગાવી અને એક પછી એક સળગવા લાગ્યો. બધું રેડી થઈ ગયું એટલે અમે બધા લોકો શિખાની આજુબાજુ આવીને ઊભા રહ્યા. અમે લોકોએ શિખામાટે હેપી બર્થડે સોંગની શરૂઆત કરી અને શિખાને હેપી બર્થડે વિશ કરવા લાગ્યા. શિખા એક પછી એક કેન્ડલ ઓલવવા લાગી અને બધી કેન્ડલ ઓલવાઈ ગયા પછી ક્નાઈફ લઈને કેક કાપવાની શરૂઆત કરી.
"અરે યાર વંશિકા આપણે ગિફ્ટ ગાડીમાં જ ભૂલી ગયા" મે વંશિકાને કહ્યું.
"હા યાર, મને પણ યાદ ના આવ્યું ઉતરતી વખતે લેવાનું." વંશિકા પણ મને બોલી.
"હું ફટાફટ લઈને આવું છું." આટલું કહીને હું બહાર તરફ જવા લાગ્યો. હું ફટાફટ જઈને કારમાંથી ગિફ્ટ લઈને ફરીવાર વંશિકા પાસે આવીને ઊભો રહ્યો. શિખાએ પેહેલા અંકલ આંટીને કેક ખવડાવી. ધીરે ધીરે કરીને શિખા એક પછી એક પોતાના ફેમિલી મેમ્બરે કેક ખવડાવી રહી હતી અને એમના સાથે ફોટા પડાવી રહી હતી. અત્યાર સુધી શિખાનો ભાઈ બધાના ફોટા પાડી રહ્યો હતો હવે એનો નંબર આવ્યો એટલે તે મોબાઈલ મને આપીને જતો રહ્યો. હું એકવાર શિખાના ઘરે આવ્યો હતો ત્યારે હું તેના અંકલ આંટી અને એના ભાઈને મળ્યો હતો જેના કારણે હું તે લોકોને ઓળખતો હતો. બધા સાથે ફોટા પડાવ્યા પછી હું અને વંશિકા શિખા પાસે ગયા. સૌથી પહેલા અમે બંનેએ શિખાને અમારું ગિફ્ટ આપ્યું અને પછી અમે લોકોએ શિખાને કેક ખવડાવી. શિખાએ પણ અમને લોકોને કેક ખવડાવી. ફાઇનલી શિખાનો કેક કટીંગ પ્રોગ્રામ પૂરો થયો અને હવે અમે લોકો આરામથી ખુરશીમાં બેઠા હતા. શિખા એના કઝીન સાથે બેઠી બેઠી વાતો કરી રહી હતી અને હું અને વંશિકા એકલા બેઠા હતા. મે વંશિકા સાથે વાત કરવાની શરૂઆત કરી.
હું :- તું ઘરે જણાવીને આવી છું ને કે તું ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જઈ રહી છું.
વંશિકા :- હા, હું જણાવીને આવી છું.
હું :- ઓકે. 
વંશિકા :-  વોટ ઈઝ યોર બર્થ ડેટ ?
હું :- તને મારી બર્થડે ખબર નથી ?
વંશિકા :- તમને મારી ખબર છે ?
હું :- તે મને ક્યારેય જણાવી નથી.
વંશિકા :- તમે પણ ક્યાં મને જણાવી છે ક્યારેય.
હું :- ઓકે ઓકે. માય બર્થડેટ ઈઝ ૮ ઓક્ટોબર હવે તમે તમારી જણાવો.
વંશિકા :- મારી ૧૧ ઓગસ્ટ છે.
હું :- ઓહ એટલે પહેલા તમારો જન્મદિવસ આવશે એમને.
વંશિકા :- હા પહેલા મારો જન્મદિવસ આવશે.
અમારી વાતો ચાલુ હતી એટલામાં શિખા અમારી પાસે આવી.
શિખા :- ચાલો હવે, જમી લઈએ ?
હું :- અચ્છા તે જમવાનું પણ રાખ્યું છે એમ ?
શિખા :- બસ હો, બર્થડે ગર્લ સાથે મજાક નહીં.
હું :- આજે એક દિવસ જ છે તું. પછી કાલે હતી એવી જ હોઈશ ને.
શિખા :- કાલની વાતો કાલે. ચાલો હવે આપણે જમી લઈએ. તમને લોકોને મોડું થઈ જશે પછી અને તમારી ચિંતા નથી પણ વંશિકાને ઘરે જવાનું હશે એને વધુ મોડું થશે.
અમે લોકો જમવાનું લઈને ગોઠવાઈ ગયા. શિખા એમણે બંનેને કંપની આપવા માટે અમારી સાથે જમવા બેઠી હતી.
શિખા :- બાય ધ વે વંશિકા રુદ્રભાઈ તને ઘરે લેવા માટે આવ્યા હતા ?
વંશિકા :- ના હું મારું એક્ટિવા લઈને પાલડી આવી હતી અને રુદ્રએ મને પાલડીથી પિક કરી હતી. મારું એક્ટિવા ત્યાજ પાર્કિગમાં મૂકી દીધું હતું અને ત્યાંથી અમે લોકો કારમાં આવ્યા હતા.
શિખા :- અચ્છા, સરસ આ કારનો આઇડિયા સારો હતો. મને તો ક્યારેય કારમાં નથી બેસાડી ભાઈ તમે. વંશિકાને પહેલીવાર લેવા ગયા એટલે કાર લઈને ગયા એમ.
વંશિકા :- શિખા હવે બહુ ના હેરાન કરીશ રુદ્રને.
શિખા :- ઓકે બસ હવે નહીં કરું.
શિખા અમારી મજાક ઉડાવી રહી હતી અને એના કારણે વંશિકાને શરમ આવી રહી હતી. જમવાનું પતાવીને હવે અમારા લોકોનો ઘરે જવાનો સમય થઈ ગયો હતો. થોડીવાર બેઠા પછી મેં અને વંશિકાએ શિખાને અમારા નીકળવાના પ્લાન વિશે જણાવ્યું અને તેણે પણ મોડું થવાના કારણે સંમતિ આપી. અમે લોકો અંકલ આંટીને ગુડ બાય કહેવા માટે એમની પાસે ગયા.
અંકલ :- રુદ્ર હવે ફરીવાર ક્યારેક સમય કાઢીને આવતો રહેજે ઘરે. 
આંટી :- વંશિકા તુ પણ ઘરે આવજે ક્યારેક રુદ્રને પણ લઈને આવજે. રુદ્રનેતો સમય નથી મળતો આવવાનો ક્યારેક ઘરે આવે છે તો શિખાને બહારથી ડ્રોપ કરીને જતો રહે છે.
હું :- અરે એવું નથી આંટી. હવે સ્યોર સમય કાઢીને આવીશ ઘરે. ચાલો હવે અમે નીકળીએ અમારે મોડું થાય છે.
અમે લોકોએ શિખા અને અંકલ આંટીને ગુડબાય કહ્યું. મેં વંશિકાને નીકળવા માટે કહ્યું તો વંશિકાએ મને એવું જણાવ્યું કે તમે જાવ બહાર મારે શિખાનું કામ છે એટલે હું ૫ મિનિટમાં આવું છું. હું બહાર ગયો અને કારનો દરવાજો ખોલીને કારમાં બેઠો. કારની લાઇટ અને એસી ચાલુ કરીને હું વંશિકાની રાહ જોવા લાગ્યો. લગભગ ૭-૮ મિનિટની રાહ જોયા પછી વંશિકા આવી અને કારનો ડો ર ઓપન કરીને બેસી ગઈ અને મને કહ્યું ચાલો હવે આપણે નીકળીએ. અમારે શિખાના ઘરે ૧૦:૦૦ વાગી ગયા હતા. મે કાર સ્ટાર્ટ કરી અને પાલડી તરફ જવા દીધી. અત્યારના સમયમાં ટ્રાફિક નહિવત જેવો હતો. આગળ રસ્તામાં એક આઇસક્રીમ પાર્લર ખુલ્લું હતું જ્યાં મારી નજર પડી અને મેં વંશિકાને કહ્યું.
હું :- મેડમ, તમારી પાસે થોડો સમય હોયતો આઇસક્રીમ ખાવાની ઈચ્છા ખરી ?
વંશિકા :- ઈચ્છા તો છે આઇસક્રીમ ખાવાની પણ ટાઇમ નથી. અત્યારે જવા દો આપણે ફરી કોઈક વાર આઇસક્રીમ ખાઈશું.
વંશિકાનું આટલું કહેતા મે આઇસક્રીમનો પ્લાન મોકૂફ રાખ્યો અને ગાડી પાલડી તરફ જવા દીધી. પાલડી પહોચતા મે વંશિકાને એની ગાડી વિશે પૂછ્યું અને તેણે જ્યાં એની એક્ટિવા પાર્ક કરી હતી ત્યાં અમે ગયા અને વંશિકા કારમાંથી નીચે ઉતરી.