Hu Taari Yaad ma 2 -39 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૩૯)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૯)

ઘડિયાળમાં જુઓ ૭:૩૦ થઈ ગયા છે અને મને ભૂખ પણ લાગી છે. ચાલો આપણે હવે જમવા માટે જઈએ. આટલું વંશિકાએ મને કહ્યું. વંશિકાએ એવું પણ કહ્યું હતું કે હજી તમારા બીજા રાઝ ત્યાં જઈને ખોલાવુ છું. વંશિકાને લાગતું હતું કે હજુ પણ હું તેની સામે કંઈક છુપાવું છું અથવા તે આ વાત મજાકમાં કહી રહી હતી પણ ખરેખર હવે મારી પાસે છુપાવવા માટે કશું બાકી નહોતું. મારા જીવનની આખી ચોપડી હવે મે વંશિકા સામે ખોલી નાખી હતી. અત્યાર સુધી જે કાઈ પણ હતું તે મેં વંશિકાને જણાવી દીધું હતું હા પણ મારી અને શિખા વચ્ચેની વાતો વંશિકાને ખબર નહોતી કે શિખા મને આમાં હેલ્પ કરી રહી હતી. મને એવું લાગતું હતું કે મેં આખી ચોપડી વંશિકા સામે ખોલી નાખી છે પણ એમાં અમુક પાના હતા ચોટી ગયેલા જે મે હજી સુધી વંશિકા સામે ખોલ્યા નહોતા અને હવે કદાચ વંશિકાને ખબર પડી જાય તો પણ મને કોઈ વાંધો નહોતો કારણકે જે કઈ હતું તે સાચું હતું અને હું વંશિકાથી હવે કોઈ વાત છુપાવવા નહોતો માગતો. અમારી પાસે હવે વધુ સમય નહોતો. હું અને વંશિકા જ્યારે સાથે હતા ત્યારે ૨ કલાક કેવી રીતે વીતી ગયા તેની મને હજુ ખબર નહોતી પડી. આટલી વાતોમાં આટલો બધો સમય વીતી ગયો હતો પણ હકીકત એવી છે કે પોતાના પ્રિયજન સાથે હોય ત્યારે કલાકનો સમય પણ મિનિટમાં ફેરવાઈ જતો હોય છે. હું અને વંશિકા બાંકડા પરથી ઊભા થયા અને ધીરે ધીરે ચાલવા લાગ્યા. મારું આપેલું ગુલાબ હજી પણ વંશિકાના હાથમાં હતું અને તે ગુલાબને એક હાથમાં પકડીને ચાલી રહી હતી. વંશિકાએ મને તેની એક્ટિવા પાસે જવાનું જણાવ્યું. વંશિકાએ પોતાનું પર્સ એક્ટિવાની ડેકીમાં મૂક્યું હતું અને તેને એની જરૂર હતી. હું અને વંશિકા પહેલા તેની એક્ટિવા પાસે ગયા. વંશિકાએ પોતાનું પર્સ ડેકીમાંથી બહાર કાઢ્યું અને મારું આપેલું ગુલાબ તેના પર્સની અંદર મૂકી દીધું અને પર્સ પોતાની સાથે રાખી લીધું. મે વંશિકાને કહ્યું. "તારું એક્ટિવા અહિયાજ રહેવા દે. આપણે મારા બાઇક પર જઇએ અહીંયા નજીકમાં એક સારી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. તને સાઉથ ઇન્ડિયન ફૂડ .ભાવે છે ને ?"
વંશિકા :- હા મને કોઈ પ્રોબ્લેમ નથી. ટ્રીટ તમારે આપવાની છે એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં લઈ જઈ શકો છો.
હું :- ઠીક છે આપણે ત્યાં જઈએ. રિટર્નમાં પાછા આવીશું ત્યારે એક્ટિવા અહીંયાથી લઈ લઈશું.
વંશિકા :- ઠીક છે. તમે તમારું બાઇક લઈને આવો ત્યાં સુધી હું અહીંયા ઊભી છું.
હું :- સારું.
હું મારું બાઇક લેવા માટે આગળ ગયો અને થોડીવારમાં મારું બાઇક લઈને વંશિકા પાસે પહોંચ્યો ત્યાં સુધી વંશિકા પોતાના ફેસ પર દુપટ્ટો બાંધીને રેડી થઈને ઊભી હતી. મે બાઇક વંશિકા પાસે ઊભું રાખ્યું અને વંશિકા બાઇક પર બેસી ગઈ. મે બાઇક ઉસ્માનપુરા તરફ વાળી લીધું અને ત્યાંથી ઇન્કમટેક્સ તરફ જવા લાગ્યા. આજે વંશિકા પહેલીવાર મારા બાઇક પાછળ બેઠી હતી. શરૂઆતમાં તે થોડી દૂર બેઠી હતી પણ ઉસ્માનપુરા ક્રોસ કર્યા પછી તે થોડી મારી નજીક આવી ગઈ હતી અને તેણે ધીરે ધીરે બંને હાથ મારા ખભા પર મૂકી દીધા હતા. મને તેના હાથનો સ્પર્શ મારા ખભા પર ફિલ થઈ રહ્યો હતો. મારા શરીરમાં અલગ ધ્રૂજારી વહી રહી હતી જેને હું સારીરીતે ફિલ કરી રહ્યો હતો. મારા જીવનમાં પહેલીવાર કોઈ છોકરી બાઇક પર બેઠી હતી જેનો સ્પર્શનો મને આજે અનુભવ થઈ રહ્યો હતો. હું ઘણીવાર શિખાને ડ્રોપ કરવા માટે જતો ત્યારે શિખા પણ મને એવીરીતે ખભા પર હાથ મૂકીને બેસતી હતી પણ અમારા બંનેનો સંબંધ ભાઈ બહેનનો હતો જેના કારણે મને ક્યારેય આવા સ્પર્શનો અહેસાસ નહોતો થયો. મનમાં એવું થઈ રહ્યું હતું કે કદાચ અમારી સફર હજુ પણ લાંબી હોય અને વંશિકા મને પોતાના બંને હાથ મારી કમર પર પકડીને અને મને હગ કરીને બેસી જાય. સાથે સાથે મને મનમાં વિચાર આવી રહ્યો હતો કે કદાચ આ વંશિકાનો પહેલો અને છેલ્લો સ્પર્શ હોઈ શકે છે. હવે આગળ વંશિકા મને શું જવાબ આપશે તેનો મને કોઈ ખ્યાલ નહોતો. વંશિકાએ મારા માટે પોતાનો જવાબ સરપ્રાઈઝ બનાવીને રાખી દીધો હતો જે મારા માટે ખૂબ તકલીફવાળો હતો. જ્યાં સુધી મને વંશિકાનો જવાબ ના મળે ત્યાં સુધી મારા મનમાં ડર હતો વંશિકાથી અલગ થવાનો. થોડીવારમાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ પાસે આવીને ઊભા રહ્યા અને મેં ત્યાં બાઇક ઊભું રાખ્યું. વંશિકા બાઇક પરથી ઉતરી ગઈ અને તેણે પોતાના ચેહરા પર બાંધેલો દુપટ્ટો કાઢી નાખ્યો. મે પણ ત્યાજ બાઇક પાર્ક કરી દીધું. હું અને વંશિકા રેસ્ટોરન્ટમાં દાખલ થયા અને ત્યાં ખૂણામાં એક ટેબલ ખાલી હતું જ્યાં જઈને અમે લોકો બેસી ગયા. હું અને વંશિકા અહીંયા પહેલીવાર આવ્યા હતા એટલે અમને લોકોને અહીંયાના ટેસ્ટ અને ક્વોલિટી વિશે કોઈ ખ્યાલ નહોતો. અમે બંનેએ પહેલા રેસ્ટોરન્ટમાં દાખલ થતાંજ એક નજર ફેરવી લીધી હતી. રેસ્ટોરન્ટમાં ખૂબ સરસ લાઈટિંગ અને ડેકોરેશન હતું અને સાથે સાથે ધીમું મ્યુઝિક પણ વાગી રહ્યું હતું. આટલું સરસ ડેકોરેશન કોઈ પણ વાતાવરણને રોમેન્ટિક બનાવવા માટે પૂરતું હતું. હું અને વંશિકા એકબીજાની સામે સામે બેઠા હતા અને હજી પણ ચૂપ હતા. મેં વંશિકાને કહ્યું.
હું :- મેડમ શું ઓર્ડર કરશો તમે ?
વંશિકા :- તમે જે કઈ પણ ઓર્ડર કરશો તે મને ચાલશે.
હું :- ના યાર તેવું નહીં ચાલે. તું બોલ ચાલ શું ઓર્ડર કરીશ ?
વંશિકા :- તમે જે કહો તે ચાલશે યાર.
આટલામાં વેઇટર અમારી પાસે આવીને ઊભો રહ્યો અને એમણે ઓર્ડર વિશે પૂછવા લાગ્યો. મને કઈ સૂઝતું નહોતું એટલે મેં તરત મેન્યુકાર્ડ ઉઠાવીને વંશિકાના હાથમાં ધરી દીધું અને આંખોથી તેને જોવામાટે કહ્યું. હવે વંશિકા પાસે કોઈ ઓપ્શન નહોતો એટલે તેને મેન્યુકાર્ડ પર નજર ફેરવી અને વેઇટરને એક મૈસૂર ઢોસાનો ઓર્ડર આપી દીધો અને મેન્યુકાર્ડ મારા હાથમાં પકડાવી દીધું. હવે મેં નજર ફેરવી અને એક સ્પ્રિંગ રોલનો ઓર્ડર આપી દીધો. વેઇટર ત્યાંથી ઓર્ડર લઈને જતો રહ્યો અને વંશિકાએ મને કહ્યું.
વંશિકા :- કેમ મેન્યુકાર્ડ મારા હાથમાં પકડાવી દીધું ?
હું :- બસ એમ જ. મને ખ્યાલ નહોતો કે તને સાઉથ ઇન્ડિયન ફૂડમાં શું વધુ સારું લાગશે એટલે તમેજ ચોઇસ કરવા માટે આપી દીધું.
વંશિકા :- ખૂબ સરસ. ચાલો હવે તમારા બીજા રાઝ ખોલવાના શરૂ કરો જે તમે છુપાવ્યા હોય તે.
હું :- હવે શું બાકી છે યાર. અત્યાર સુધી જે કઈ હતું આપણી મુલાકાત અને ફ્રેન્ડશિપ સુધીનું તે મેં તને જણાવી દીધું હવે કાઈ બાકી નથી.
વંશિકા :- સાવ સાચું બોલો છો ને.
હું :- હા યાર હવે બીજું શું બાકી હોય.
વંશિકા :- અચ્છા શિખાને આ વાત ખબર છે ?
હું :- કઈ વાત ?
વંશિકા :- બહુ ભોળા ના બનશો. હમણાં તમે જે કર્મ કર્યું હતું ને તેના વિશે પૂછી રહી છું. શિખાને ખબર છે કે તમે મને...
આટલું બોલીને વંશિકા અટકી ગઈ. તે આગળ બોલવા નહોતી માગતી અથવા તો બોલવા નહોતી માગતી જે મને ખબર નહોતી પડી રહી. હું રાઝ ખોલું એની પહેલા વંશિકાને બધું ધીરે ધીરે સામેથી ખબર પડી રહી હતી અને તે આ બધા સવાલોને હથિયાર તરીકે ઉપયોગ કરીને મારા પર છૂટા ઘા કરી રહી હતી. હવે મારી પાસે કોઈ ઓપ્શન બચ્યો નહોતો જો કે ઓપ્શન તો પહેલા પણ નહોતો બચ્યો એટલે જ તે મારી પાસેથી બધું કન્ફેસ કરાવી રહી હતી. આ છોકરી ખરેખર મારી મજા લઈ રહી હતી અને અહીંયા કરી ચોરી ધીરે ધીરે પકડાઈ રહી હતી જેના કારણે કરી હાલત કતલખાને જતા બકરા જેવી થઈ રહી હતી કે જેના પાસે બે....બે....બે...કર્યા સિવાય બીજો કોઈ છુટકારો ના હોય. મને ખબર નહોતી પડતી કે હવે હું એને કરીએ આંખોમાં આંખ નાખીને એના સવાલોના જવાબ આપું. મને હવે શરમ આવી રહી હતી. હા યાર, એક છોકરો થઈને હવે હું શરમાઈ રહ્યો હતો. છતાં પણ હવે મેં મારું માથું ઝુકાવીને વંશિકાને એકદમ ધીમા આવજે જવાબ આપ્યો.
હું :- હા યાર..
વંશિકા :- શું બોલ્યા, જરા ફરીવાર બોલશો. મને સંભળાયું નહીં.
હું :- હા યાર.
વંશિકા :- અચ્છા મને ખ્યાલ હતો જ કે તમે તમારી બહેનને કીધું હશે. અને હા, હું તમને કોઈ મોતની સજા નથી આપી દેવાની એટલે સાવ આમ માથું નીચે કરીને જવાબ ના આપશો.
હું :- ના યાર એવું કઈ નથી પણ તને ખબર છે ને મારી અને શિખાની સંબંધો કેવા છે એટલે હું તેને જણાવું છું.
વંશિકા :- અચ્છા ફક્ત શિખાને જણાવો છો કે બીજા કોઈને પણ.
હું :- બીજું કોણ હોય.
વંશિકા :- તમારા બંન્ને પરમ મિત્રો અવિ અને વિકી જે તમારા દરેક કામમાં તમારો સાથ આપતા હોય છે.
હું :- હા તેમણે પણ ખબર છે.
વંશિકા :- અચ્છા તમે આ ત્રણેયને શું કહ્યું છે જરા મને પણ કહોને.
હું :- કાઈ ખાસ નહીં યાર જવા દે.
વંશિકા :- એમ કેવીરીતે જવા દઉ. હું પણ જાણુને તમે આટલા મહિનાઓથી શું શું પ્લાનિંગ કરેલા છે.
હું :- કોઈ પ્લાનિંગ નથી કરેલા. તે લોકોને ફક્ત એટલી ખબર છે કે તું મારો પહેલો પ્રેમ છે અને બસ મને ટીપ આપે છે.
વોટ ધ ફ....યાર આ શું નીકળી ગયું મારા મોઢામાંથી. ટીપ શબ્દ બોલીને મેં જાતે મારો પગ કુહાડી પર મારી દીધો. મને ખબર હતી કે હવે વંશિકા ફરીવાર આ મુદ્દો પકડીને બેસી જશે. આજે ખરેખરે વંશિકા બરાબરની મારી વાટ લગાવી રહી હતી.
વંશિકા :- શું કહ્યું તમે ટીપ આપે છે. કેવી ટીપ આપે છે ?
હું :- અરે યાર કોઈ ખાસ નહીં જવા દે ને. (મનમાં પોતાને કહ્યું." પહેલો પ્રેમ બોલ્યો તે ના સાંભળ્યું પણ ટીપ શબ્દ સારીરીતે સાંભળી લીધો.")
વંશિકા :- ના યાર હવે તમારે કહેવું પડશે ચાલો બોલો.
હું :- એટલે તે લોકો મને સમજાવતા કે ધ્યાન રાખજે. ઉતાવળ ના કરતો પ્રપોઝ કરવામાં અને શિખા મને ટીપ આપતી હતી કે રિલેશનમાં આગળ વધતા પહેલા એકબીજાને સારીરીતે સમજવા જોઈએ અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારેજ આગળ વધુ જોઈએ.
વંશિકા :- અચ્છા. શિખા ખૂબ અનુભવી લાગે છે આ બધી બાબતમાં.
હું :- હા અનુભવી છે એટલે.
વંશિકા :- અચ્છા એનો પણ બોયફ્રેન્ડ છે કે શું ?
હું :- છે નહીં પણ હતો.
વંશિકા :- હતો મતલબ ?
હું :- વાત એવી છે કે શિખા અને આરવ એકબીજાને પ્રેમ કરતા હતા. તેમના પરિવાર પણ એમના સંબંધથી સમંત હતા અને બંનેની એન્ગેજમેન્ટ પણ થઈ ગઈ. એકદિવસ શિખા જ્યારે ઓફિસમાં હતી ત્યારે તેને ખબર મળી કે આરવ એક કંપનીના એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો છે અને તે દિવસે મેં શિખાની આંખમાં પોતાના જીવનસાથીને ખોવાનું દર્દ જોયું હતું. તેના પછી શિખા સાવ ચૂપ થઈ ગઈ હતી. ઘણા સમય પછી શિખા આ સદમામાંથી બહાર આવી છે અને આજે ખુશ રહે છે. પોતાના જીવનસાથીથી વિખૂટા પાડવાનું દર્દ શિખાથી વધુ કોણ સમજી શકે અને તેના કારણે શિખા મને ટીપ આપતી હતી જેના કારણે હું પણ મારા પ્રેમને પામી શકું. શિખાનો આની પાછળ ફક્ત એટલોજ સ્વાર્થ હતો કે જેવું તેની સાથે થયું તેવું કોઈ બીજા સાથે ના થાય.
વંશિકા :- ખૂબ દુઃખદ વાત છે. શિખા પોતાની જગ્યાએ સાચી છે. રુદ્ર સાચું કહું તમે ખૂબ લકી છો કે તમને શિખા જેવી બહેન મળી છે.
હું :- હા સાચી વાત છે. મેડમ હવે બીજું કઈ નથી બચ્યું મારી પાસે. જે હતું તે બધું તમને કહી દીધું છે એટલે હવે મને બક્ષી દો અને મારી મજાક કરવાનું રહેવા દો.
આટલું સાંભળતા વંશિકા હસી પડી. વંશિકા સમજી ગઈ હતી કે તે મારી મજાક કરે છે તે વાત હવે હું સમજી ગયો છું. વંશિકા હસી રહી હતી અને તે જોઈને મને પણ ખુશી થઈ રહી હતી કે મારા આપેલ ઝટકાની અસર હવે વંશિકા પરથી ધીરે ધીરે ઓછી થઈ રહી હતી અને તે હવે ખુશ થઈને પહેલા જેમ હસી મજાક કરી રહી હતી. અત્યારે મને મારી મજાક બનવાનું કોઈ દુઃખ નહોતું થઈ રહ્યું. અત્યાર સુધીમાં વેઇટર ઓર્ડર લઈને આવ્યો અને તેણે અમારી બંનેનો ટેબલ પર મૂક્યો. વેઇટર ત્યાંથી ગયો એટલે તરત વંશિકાએ પોતાનું બોલવાનું શરૂ કર્યું.
વંશિકા :- સોરી યાર રુદ્ર, મે આજે તમારી બહુ મજાક કરી તેવું તમને લાગતું શું નહીં.
હું :- હા લાગે છે.
વંશિકા :- સોરી યાર બટ મને પણ મજા આવી અને મને ગમ્યું કે તમે કોઇ પણ વાત મારાથી છુપાવવાના બદલે એક માસૂમ છોકરાની જેમ મારી સામે રજૂઆત કરીને જણાવી દીધી. સાચે તમે ખૂબ માસૂમ પણ છો અને ક્યૂટ પણ છો. તમારી આવી હાલતમાં તમે ક્યૂટ લાગી રહ્યા હતી તે પણ એકદમ નાના છોકરાની જેમ. બાય ધ વે મને તમારી કોઈ પણ વાત અથવા અવિ,વિકી અને શિખાથી કોઈ પ્રોબ્લેમ નથી. તે લોકોએ તમને જે સલાહ આપી તે મિત્રતા નિભાવવા માટે આપી હતી અને સાચી આપી હતી. તમે પણ જે કાઈ કર્યું તે સાચું કર્યું હતું. બધા છોકરાઓ આવું કરતા હોય છે એટલે ખોટી ચિંતા ના કરતા. હું તમારાથી પણ નારાજ નથી કે ગુસ્સે પણ નથી. સો ચાલો હવે જમવાનું સ્ટાર્ટ કરીએ નહિતો મોડું થઈ જશે.
હું :- ખૂબ સરસ આને તારો આભાર.
વંશિકા :- બાય ધ વે હું તમને માસૂમ સમજુ છું પણ તમે બહુ મોટા માસ્ટર માઈન્ડ નીકળ્યા. બહુ સારું સેટઅપ કર્યું મારા માટે તમે.
હું :- બસ યાર હવે જમી લે ચાલ.
ફરીવાર વંશિકા હસી પડી અને અમે લોકોએ ડિનર સ્ટાર્ટ કર્યું. ત્યાંનો ટેસ્ટ અને ક્વોલિટી પણ ખરેખર ખૂબ સારું હતું જે અમને ખૂબ ગમ્યું અને મને વંશિકાને લઈને ફરીવાર ત્યાં આવવા માટેનું બહાનું મળી ગયું. ડિનર કરતા સમયે અમે બહુ ખાસ વાતો નહોતી કરી અમારું ધ્યાન ડિનર પર હતું કારણકે અમારે પહેલાજ ઘણું મોડું થઈ ગયું હતું અને મને કોઈ પ્રોબ્લેમ નહોતો પણ વંશિકા ઘરે સાચુ કહીને આવી હતી જેના કારણે તેણે મોડું થાય તો ફરક પડે તેમ હતું એટલે અમે લોકોએ વાતમાં અમારો વધુ સમય વેસ્ટ ના કર્યો અને ડિનર પૂરું કર્યું. ડિનર પૂરું કરીને અમે લોકો કાઉન્ટર પર ગયા જ્યાં મારી પાર્ટીનું મે બિલ પે કર્યું અને અમે લોકો બહાર નીકળ્યા. ઘડિયાળમાં ૮:૪૫ જેવો સમય થઈ ગયો હતો અને વંશિકાને હવે ઘરે જવાનું મોડું થઈ રહ્યું હતું. અમે લોકો ત્યાંથી ફટાફટ નીકળ્યા અને પાછા રિવરફ્રન્ટ આવી ગયા જ્યાં વંશિકાની એક્ટિવા પાર્ક કરી હતી. વંશિકા બાઇક પરથી ઉતરી અને તેને પોતાની એક્ટિવા માંથી દુપટ્ટો કાઢ્યો અને કહ્યું.
વંશિકા :- રુદ્ર, મારે કંઈક કહેવું છે. પ્લીઝ તમે ખોટું ના લગાડતા પણ હું ચોક્કસ નથી કહી શકતી પણ આ કદાચ આપણી છેલ્લી મુલાકાત પણ હોઈ શકે. હું પોતાની જાતને સાંભળવા માટે તૈયાર થઈ જઈશ અને જરૂર પડે તો તમે પણ તૈયાર થઈ જજો. પ્લીઝ, મને થોડો સમય જોઈશે વિચારવા માટે અને ત્યાં સુધી મને કોન્ટેક્ટ ના કરો તો વધુ સારું રહેશે. હું થોડો સમય પોતાને આપવા માગું છું એકલતામાં એટલે આપણે ત્યાં સુધી એકબીજા સાથે કોઈ વાત નહીં કરીએ અને મળીશું પણ નહીં. પ્લીઝ ખોટું ના લગાડતા પણ આ આપણા બંને માટે વધુ સારું રહેશે થોડા દિવસ વાત નહીં કરીએ.
આટલું કહીને વંશિકાએ પોતાના ફેસ પર દુપટ્ટો બાંધી દીધો અને હવે હું તેના ચહેરાના હાવભાવ જોઈ શકતો નહોતો. તેને મને ગુડ બાય કહ્યું અને પોતાનું એક્ટિવા સ્ટાર્ટ કર્યું. વંશિકા ત્યાંથી જતી રહી અને હું સાવ તૂટેલા ફૂટેલા રમકડાની જેમ ત્યાં ઊભો રહ્યો.