કર,કલમ,ને કાગળ લઈ બેઠો છું...
એની એ તારી,વાત લઈ બેઠો છું...
આમ તો સામે જ છે મંઝીલ મારી...
ને હું મંઝીલ ની વાટ જોઈ બેઠો છું...
આમ જો આખું ગામ છે મદહોશ...
ગામને તારી બે ચાર વાત કઈ બેઠો છું...
આવીજ જશે વસંત જો પળવારમાં..
પાનખર માં હું તારું નામ લઈ બેઠો છું...
જોયા છે જ્યારથી એ ઝરૂખે તમને...
સરનામું મારી શેરી નું ખોઈ બેઠો છું...
રૂઠી જવાના આ દેવો મારાથી નક્કી...
મંદિર માં પણ, તારું નામ લઈ બેઠો છું...
છે ખબર, નથી જ મળવાના જે મને...
'જય', તું પણ એનીજ આશ લઈ બેઠો છું