"બા ની બંદગી"
------------------
સૌના જીવનમાં હતાશા છવાઈ.
પડી હતી એ રાત,ને ખૂબ લંબાઈ ગઈ.
બોલતી નહીં,બા બચત એમ કરતી.
નવાં નવાં કપડા બાળકોને,
ને બાની સાડી,થીગડેવીંટાઈ ગઈ.
ધૂવે કપડાંબા,બધાનાંબગલાની પાંખ જેવાં.
કીમિયો એનો,લાગે સાડીને,સાબુનાં સપોતરા દેવાં.
અપનાવ્યું પોતે જીવન સંઘર્ષ વાળુ,
ને બાળકોને દોલત આપી ગઈ..
હયાત હતી,હેત વાળી બા.
એક હતું કુટુંબ,ને મમતા નેક હતી.
ભારુને ભેગા રાખતીને,ભવ એમ ભાંગતી.
બા ગયાં,બારણાંગયાં,સૌ મૌકળા થયાં.
હતી અકબંધ ભીંત,ને ત્યાં બાની છબી મુકાઈ ગઈ.
ગીતાના પાઠ,બા વહેલી સવારે વાંચતી.
અમને સૌને લાગતી,એ પ્રાર્થના કરતી.
બાનાં ગયા પછી,એની દિવ્યતા સમજાઈ ગઈ.
કર જોડી,કરતાં કુટુંબની પ્રાર્થના બા સાથે મળી.
બા ગયા,ને બંદગી બદલાઈ ગઈ.
પ્રભુની સ્તુતિને બદલે,બાની ધૂન ગવાય ગઈ.
બા,માતૃદેવ બની દિલમાં છવાઈ ગઈ.
ને,બાને શ્રાધ્ધામાં ભાવાંજલિ અપાઈ ગઈ.
🖊️ જયા.જાની.તળાજા."જીયા"