સાંજનો સમય હતો. એક છોકરાને ખાવાનું મન થયું અને હોટેલવાળાને કહ્યું, તો દિવસભરની પ્લેટ ધોવડાવી અને જમવા બેસાડ્યો.
એ જમતો જ હતો, ત્યારે તેની સામે એક માતા પોતાના બાળકને પ્રેમથી જમાડી રહી હતી. પેલાના હાથમાંથી કોળિયો પડી ગયો, ગળા નીચે કોળિયો ઉતાર્યો જ નહીં, બસ આંસુ આવી ગયા કારણ કે તે અનાથ હતો. તેને સમજાયું કે તને ખાવાની ભૂખ નથી, પણ લાગણી અને મમત્વની ભૂખ છે.
કેટલાક દર્દ એવા હોય છે જે સમજાવી શકાતા નથી, માત્ર અનુભવી શકાય છે.