Quotes by Thakor Pushpaben Sorabji in Bitesapp read free

Thakor Pushpaben Sorabji

Thakor Pushpaben Sorabji

@thakorpushpabensorabji9973


માં
"વંદન માં તુજને
અર્પણ બધુ માં તુજને
આશિષ દેજે માં અમને
તારજે માં તું અમને"
- Thakor Pushpaben Sorabji

ખીલ્યો કેસૂડો"પુષ્પ"જોને
વધાવી રહ્યો વસંતને
રંગ ધર્યો કેસરિયો
શોભી રહ્યો વગડે!
ગ્રીષ્મનો સૂર્ય કેવી
ગરમી વરસાવી રહ્યો
ખીલી ઉઠ્યા રૂડા
ગુલમહોર ને ગરમાળો!
ગુલમહોરની લાલીમા નિરાળી
કરી વસંતને જાણે એણે લાલી!
ગરમાવો મેળવી ગરમાળે
જાણે વસંતને કર્યો ચંદન કેરો લેપ!...
જય શ્રી કૃષ્ણ પુષ્પા.એસ.ઠાકોર

Read More

ઉનાળો
આવ્યો ઉનાળો
વાયા વસંતના વાયરા!
ધીમેથી તપતો સૂર્ય
આકરા તાપે તપી રહ્યો!
આવ્યો ઉનાળો.........
આવતી અખાત્રીજ ને પૂજે સૌ દેવ
પૂજી દેવ ને વાવણીના કરે શ્રી ગણેશ!
આવ્યો ઉનાળો............
ધોમ ધખતો તાપ પડેને
અંગ દઝાડતી લું પણ વાય
પંખા, કૂલરને એસી થી મેળવે ઠંડક
ઝાઝેરા ઝાડવે મળતી મીઠી ઠંડક!
આવ્યો ઉનાળો...........
પેપ્સી,ગોળા,ગુલ્ફી,આઈસ્ક્રીમને
ઠંડાપીણા
ઠંડક આપતા ફળને શેરડીના રસથી
મેળવતા ટાઢક!
આવ્યો ઉનાળો..........
ફળોનો રાજા આવે કેરી કેવી મીઠડી
બનાવે તેના કચુંબર,અથાણાં,મુરબ્બા
ને ખાટ્ટા મીઠા શરબત રે મીઠડાં!
આવ્યો ઉનાળો..........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર"પુષ્પ"

Read More

"ગ્રીષ્મમાં સૂર્યની ગરમીથી
પૃથ્વી તપી
અંગ દઝાડે છે તેમ
અંતર મનમાં થયેલ દુઃખ
શોકરૂપી તન દઝાડે છે"
જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More

સંધ્યા
ઢળતી સંધ્યાએ રૂડા રંગોની
વિખેરી અનોખી છટા!
તેમાંય આવ્યા આછા-ઘેરા
વાદળોના ટોળા!
ક્યાંક આછીને કાળી ધોળી વાદળી
સંધ્યાએ રંગી જોને
કેસરિયાં રંગોથી વાદળી!
વાયો એવો વાયરો વેગથી
તાણી ગયો એતો વાદળના ટોળા!
ઢળતી સંધ્યાએ થતો આછેરો ઉજાશ
કેસરિયાં રંગોથી કેવુ શોભે આકાશ!....
આવી રહી રાત્રી ને
છાઈ રહ્યો ધીમેથી અંધકાર!
સમેટાઈ રહ્યો પ્રકાશને,
ફેલાઈ રહ્યો અંધકાર.......
રાત્રી એ ઓઢાડી આકાશને
અંધકાર તણી ઓઢણી,
ટાંક્યા એમાં નાના-મોટા તારલાને
ભાત કેવી પાડી અનોખી!....
આવ્યો ચંદ્ર આકાશે જોને "પુષ્પ"
શાંત કેવી એની ચાંદની પ્રકાશી!
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Read More

જે રીતે વરાળ,વાદળ,
પાણી અને બરફ
એ બધાય જળસ્વરૂપ છે,
એ જ રીતે અધિભૂત,
અધિદૈવ અને અધિયજ્ઞ
સર્વ કાંઈ વાસુદેવસ્વરૂપ છે.
"ભગવતગીતા"જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More

ઓપરેશન સિંદૂર
થયો પહેલગામમાં આતંકી હુમલો
છીનવાયા જે બહેનોના સિંદૂર!
ગુમાવ્યા જ્યાં નિર્દોષો એ જીવ
પડઘા પડ્યા તેના પુરા દેશમાં.....

ભારત દેશ છે એકતાની મિશાલ,
દેશની રક્ષા કાજે સૌ ભારતીય સંગાથ!
મોદીજીના નેતૃત્વમાં હાથ ધર્યું મિશન
"ઓપરેશનસિંદૂર"

શાંતિ,સમજદારી ને શાણપણથી
કર્યો વળતો પ્રહાર એવો
જોતા રહી ગયા સૌ કોઈ જોવો
થયો ગર્વ સૌને આજ અનેરો!

છિનવ્યા હતા જેણે,જેના સિંદૂર
આપ્યો જવાબ તેમની ભાષામાં જોવો,
સફળ થયું "ઓપરેશનસિંદુર" ........

ગર્વથી ફૂલી રહી છાતી સૌની
સલામ મોદીજી આપને અને
સલામ ભારતીય સેનાને
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ.ઠાકોર

Read More

ઉનાળામાં માવઠું
જામ્યો છે ઉનાળો ને
જામ્યું છે ગરમીનું જોર!
લગ્ન કેરી સીઝનમાં
માનવી છે સૌ ઓતપ્રોત!
એમાંય આવ્યું જાણે માલવા
ઉનાળામાં માવઠું.........
લગ્ન પ્રસંગમાં સૌના
આવ્યું છે જાણે જાનમાં!
ફટાકડા ઓલવી,મેઘ ગર્જાવી,
ફોડ્યા ફટાકડા કેવા આકાશે!
ફટાકડાની આતશબાજી,ઝાંખી પાડે
તેવી વીજ ચમકાવી કરી,
એણે આતશબાજી આકાશે!
લો આવ્યું ઉનાળામાં માવઠું.....
ડીજે ના તાલ બંધ કરાવીને
આવ્યું છે શણગાર સજીને
ધૂળ કેરી ડમરીઓ ઉડાડી,
વાયરાથી શરણાઈઓ વગાડી!
ગર્જાવ્યા વાદળોને ચમકાવી વીજળી,
ફૂલડાં રૂપી કરા સાથે વરસ્યો એતો,
જોઇ નિહાળી રહ્યા સૌ માનવી!
લો આવ્યું ઉનાળામાં માવઠું........
આવ્યું વાવાઝોડુ જાનમાં જાણે
ઝાંખા પાડી સૌને જોને"પુષ્પ"
કેવું બધે એતો મ્હાલે!
ગરમીથી થોડી રાહત આપી સૌને
રૂઠાવી જાણે સૌને એ મનાવે!
આવ્યું ઉનાળામાં માવઠું.........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

Read More

સવારની શાંતિ,
સૂરજના સોનેરી કિરણો!
પ્રભુના ગુણગાન,
ને પક્ષીના મીઠા સૂર!
મનની શાંતિ,
ને હૈયે હરખથી પ્રભુનું સ્મરણ!
જય શ્રી કૃષ્ણ
- Thakor Pushpaben Sorabji

Read More

"ગાઢ ધુમ્મસમાં ધીમેથી
ચાલતા રસ્તો મુશ્કેલ
નથી લાગતો તેમ,
જીવનમાં મુશ્કેલીઓની
વચ્ચે સમજીને ચાલતા
રસ્તો મુશ્કેલ નથી લાગતો"
જય શ્રી કૃષ્ણ પુષ્પા એસ ઠાકોર
- Thakor Pushpaben Sorabji

Read More