Gujarati Quote in Poem by Jitesh Dattani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો,
ફરી હાજર છું એક નવી રચના સાથે, મન ના ભાવો ને વ્યક્ત કરતી આ રચના આશા છે આપ ને ગમશે.

"માત્ર તું જ..."

તને કાગળ પર ઉતારું, એવું મારું ગજું નથી,
કહેવું આટલું જ છે મારે, બીજું કઈ જાજુ નથી.

શબ્દો તારું વર્ણન કરી શકવા અસમર્થ છે,લાગે છે,
ગમે તે લખું, એમ થાય આ તારું વર્ણન હજુ નથી.

હૃદય ના સિતાર પર, જે તાર તારું નામ છેડે છે,
આ ધુન અહીં વગાડી શકે એવું કોઈ વાજુ નથી.

ચમક થી તો અંજાય જાય જ, આ આખી દુનીયા,
શાતા આપતું સૌંદર્ય તારા ચહેરા સિવાય બીજું નથી.

વ્યાકુળ મન અધીર થઈ, શોધે તને એમાં નવું નથી કઈ,
તારા વગર ચેન હોય, એવું માનવા મન મારું સમજું નથી.

આંખો મળ્યા પછી વાતો ની જરુરત જ ક્યાં રહે છે,
કોણે કહ્યું, અવ્યક્ત મૌન માં મન ની વાત થતી રજૂ નથી.

અપલક, અનિમેષ ને અવિરત તને નિરખ્યા કરું આમ જ,
મારે પાંપણો નથી ઢાળવી, નજરને જોઈતું એ છજું નથી.

અસ્તુ....

Gujarati Poem by Jitesh Dattani : 112032843
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now