" કલમની તાકાત "
એક નાની સરખી માચીસ આખું શહેર સળગાવી શકે.
પણ વિચારોની નવી સૃષ્ટિ તો કલમ જ જગાવી શકે.
નોટોના બંડલથી ખરીદી લેશો સુખનાં બધાં જ સાધનો,
પણ, કોઈના હોઠ પર સાચું સ્મિત કલમ જ લાવી શકે.
ધન, દોલત ને આગનો તો ક્ષણભરમાં થઈ જાશે ધુમાડો,
પણ ઇતિહાસના પાને અમર નામ કલમ જ લખાવી શકે.
તલવાર કે દોલત નથી બદલી શકતી કોઈના નસીબને,
પણ ભાગ્યની રેખાને બસ એક કલમ જ બદલાવી શકે.
દુનિયા જીતવા નીકળ્યા જે ધન અને મનમાં અગન લઈ,
"વ્યોમ" બધાને ઈશ્વર સામે એક કલમ જ ઝૂકાવી શકે.
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર