બધી જ વ્યથાઓ મારે ભાગે જ આવે છે,
એક હોત તો માનું, અહીં અગણિત આવે છે,
સ્મિતની પાછળ આંસુઓને સંતાડતી આવે છે,
જિંદગીના રસ્તે હવે કસોટીઓ ઘણી આવે છે,
હવે તો એ ગળા સુધી પહોંચવા પણ આવે છે,
શું એ મારા જીવનને ખરેખર રોકવા જ આવે છે?
તૂટ્યો નથી હું, બસ થોડો સમય નીચે નમ્યો છું,
રાખ બનીને પણ ફરી અગ્નિ સામે ટકી રહ્યો છું,
સમયના પ્રહારો સામે હજુયે હું કેમ હાર્યો નથી?
કારણ કે વ્યથાઓ પાછળ નવી સવાર આવે છે.
મનોજ નાવડીયા
https://www.instagram.com/p/DaZrsogPhV_/?igsh=b2R2Y2wycmJ4aTZw