English Quote in Poem by Vir jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“અફસોસ"(મૃત્યુ પછી નો)

કાયા છોડી આત્મા, રોતો રહે નિરધાર,
ભાઈને દુભવ્યા હતા, હવે કોણ સુણે પોકાર?
ધન દોલત જમીન બધી, પડી રહી ઘર માય,
માફી માગું સૌને, પણ જીભ ના ચલાય.
જીવતે 'મારું મારું' કર્યું, બાંધ્યા કપટના તાર,
મર્યા પછી જોયું મેં, ખાલી કરમ ભંડાર.
શાહુકાર બનીને જીવ્યો, ના બન્યો કોઈનો બાપ,
હવે વળગે આતમને, એ જીવતરનો શ્રાપ.
હાથ લંબાવું ભેટવા, હાથ નીકળે આરપાર,
શબ્દો થીજી ગયા હવે, નૈણ વહે અણધાર.
સુણે કોઈ જો જીવતા, મર્યા પછીની વાત,
પ્રેમથી ધન વહેંચજો, ન કરશો જાતે ઘાત.

English Poem by Vir jadeja : 112027259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now