જો આપણે ઘણા લાંબા સમયથી
કોઈ કામમાં અતિ વ્યસ્ત રહેવા છતાં, અથાગ પરિશ્રમ કરવા છતાં,
જો આપણને આજે પણ એમ લાગતું હોય કે,
આપણે જે ઈચ્છીએ છીએ,
એમાં હજી કંઈક ખૂટે છે, તો.....
તો એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે, આપણી શક્તી, આપણો સમય અને આપણી આવડત, અવળી દિશામાં ખર્ચાઈ રહ્યો છે, અને આમ થવા પાછળનું કારણ એજ કે,
આપણામાં ધીરજનો અભાવ, પોતાની આવડત ઉપર વિશ્વાસની કમી, અને લોકો આગળ નીકળી જશે, અને હું પાછળ રહી જઈશ, મતલબ કે,
નિષ્ફળ જવાનો ડર.....ઘર કરી ગયો છે.
એના માટે
શ્રધ્ધા અને સબૂરી સાથે મહેનત ચાલું રાખવી, અને પ્રયત્ન....
એ તો
ક્યારે કરવા ?
કેટલા કરવા ? અને
કેવા કરવા ?
એ પહેલાં શીખી લેવું.
ભલે મોડું, પરંતુ ધાર્યું પરિણામ તો આટલું કર્યા પછી જ પ્રાપ્ત થશે.