મનનાં આંગણે ઉદાસીનો ઉંબરો ઓળંગાય કેમ?
ખુદથી જ હારીને, આ જગ જીતાય કેમ?
ભલે પથ્થર પડેલા હોય ઠેર-ઠેર માર્ગમાં,
પણ હૈયાના અરમાનોને અધવચ્ચે છોડાય કેમ?
રેખાઓ હાથની ભલેને વિધાતાએ લખી હોય,
પણ મહેનત વિના નસીબને પંપાળાય કેમ?
દરિયો સામે હોય ને કિનારે બેસી રહીએ,
તો મોજાંઓની મસ્તીને માણી શકાય કેમ?
કિસ્મતના પાને જે લખ્યું હશે એ તો મળશે જ,
પણ બેસી રહીને સમયને વેડફાય કેમ?
થાક લાગે તો ભલે, વિસામો લેજે
દોસ્ત! શ્વાસ ચાલતા હોય ત્યાં પ્રયાસ ત્યજી શકાય કેમ?
- ફાલ્ગુની દોસ્ત