આ જિંદગી મારી તારા નામે લખી દઉં.
આ બંદગી તારી તારા નામે લખી દઉં.
સંઘરી રાખ્યું જે ઉરમાં આજદિન તક,
એ ખાનગી મારી તારા નામે લખી દઉં.
નીકળું છું તને મળવા કાજે શ્રદ્ધા ધરી,
રવાનગી આ મારી તારા નામે લખી દઉં.
હિસાબો ભવોભવના નથી કરવા હરિ,
અંત લગી આ મારી તારા નામે લખી દઉં.
પુનિતક્ષણ વિચારજે જ્યાં તારો થયો,
તગતગી વાટ મારી તારા નામે લખી દઉં.
-ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.