|| અંતિમ ફરિયાદ ||
જેમ હુ યાદ કરુ છું એને,
એમ એ પણ કોઈક ને રોજ યાદ કરે છે,
હુ ખુશી માંગુ છું એની,
તો બીજાને યાદ કરી દુઃખમાં જીવ્યા કરે છે
લખજે એને નસીબમાં તુ મારા,
હુ ખુશ રાખીશ એને જીવનભર ! માધવ
બનીશ હુ— એ વ્યક્તિ એના માટે
જેના ગુમાવ્યાની રોજ તને એ ફરિયાદ કરે છે.
જેના માટે રાતોના હુ ઉજાગરા કરુ છું,
મારા પોતાના આત્મ સન્માનના,
હુ મારી જાતે ધજાગરા કરુ છું,
કરુ છું યાદ પળ પળ એને હુ,
બસ એક ઝલક અમથી જોવા એની
બસ— કદાચ આ એક છેલ્લી અરજ
ભગવાન જે હુ,
તારા મંદિરીયે કરુ છું.
સાથે હસ્યા 'તા, સાથે રડ્યા 'તા
મને એકધારે યાદ છે,
જો ગુમાવ્યું એ વ્યક્તિને,
તો જાણે જીવન આખુ બરબાદ છે,
કમોતે મરુ કે મરુ છેલ્લા શ્વાસ ભરીને
બાકી તને જેમ ઠીક લાગે એમ,
મને તારા પર પૂરો વિશ્વાસ છે.
-> પ્રવીણ ભલગામા
( માધવની કલમ )