વાસ્તવિકતાથી દૂર જીવવાનું નહિ ગમે.
સુખ જ્યાં ભરપૂર જીવવાનું નહિ ગમે.
અંદરના દુશ્મનોની વાત હતી આપણી,
બીજા પ્રત્યે થૈ ક્રૂર જીવવાનું નહિ ગમે.
આજની ઘડી કરી છૂટીએ રળિયામણી,
અતીતના ઘા વલૂર જીવવાનું નહિ ગમે.
કર્મયોગી છું, કર્મ કરીને જ જંપવાનો હું,
વાતવાતે જીહજૂર જીવવાનું નહિ ગમે.
હાર્યા તેથી શું સબક તો શીખી ચૂક્યો છે,
વદીને નિરાશાના સૂર જીવવાનું નહિ ગમે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.