પ્રાણથીય જે પ્રિય લાગે એવા મારા શિવજી છે.
દરશનની આશા જાગે એવા મારા શિવજી છે.
રહે મારું મન રત એનાં નામસ્મરણમાં નિતનિત,
નમઃ શિવાયનો નાદ વાગે એવા મારા શિવજી છે.
હરઘડી, હરપળ એની યાદ રહે મને સતાવતી સદા,
સૌથી સવાયા મને લાગે એવા મારા શિવજી છે.
એવા છે એ ભોળા કે દોષો મારા ભૂલી દ્રવનારા,
સ્મરણમાત્રે વાસના ભાગે એવા મારા શિવજી છે.
હું કરું યાદ એમનેને એ પણ કરતા યાદ મને વળી,
શિવસ્મરણ હો જીવનબાગે એવા મારા શિવજી છે.
ભાવનાના ભૂખ્યા ભગવંત ભાવનિધિ ભોલે ભંડારી,
આપી દેતા જે વગરમાગ્યે એવા મારા શિવજી છે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.