મનને ગમે એવી કોઈ બાબત થઈ.
તારી અને મારી એવી કૈં વાત થઈ.
વિખૂટાં પડી ગયાં વાદળો આકાશે,
ને ઇન્દ્રધનુને જાણે કે કોઈ ઘાત થઈ.
સાવ સમદરનાં તળે જઈને લપાયાં,
એવાં રતનો મરજીવાને સૌગાત થઈ.
આવી પહોંચ્યા કાનને ગોપી સજીને,
રાસલીલાને કાજે પૂનમની રાત થઈ.
પોતાથી નબળું સર્જન કરવા ઈચ્છુક,
તેથી જ તો માનવકેરી બસ જાત થઈ.
ખૂબ ભમ્યો અવનીપટલે ભેખધરીને,
ના મળ્યો, ખુદમાં એની મુલાકાત થઈ.
-ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.