હૃદય જો હણાય કોઈના શબ્દોથી,
તો હવે એને સમજાવવાનું પણ મન નથી થતું.
મૌન હવે એ સમજે કે ન સમજે,
એની દરકાર પણ હવે દિલ નથી રાખતું.
ઘણું બધું ગળામાં ડૂમો બની અટકે છે,
પણ આંખમાંથી આંસુ સરકવા દેવાનું મન નથી થતું.
ઠીક છે, મારામાં પણ અનેક ઉણપો છે,
એ સ્વીકારી હવે આગળ વધી જવાય છે.
દોષ તો માત્ર મારો જ હતો કદાચ,
કે મારા તરફથી આશા રાખાઈ ગઈ સામેવાળાથી.