દ્રષ્ટિ પારની દ્રષ્ટિ
વરસતાને સમજાવું છું હુ,
પણ હુ ખુદ હવે તો સમજાતો નથી...
પથ્થરને પણ વાચા આપુ છું હુ
પણ કોઈના મુખે હુ ખુદ હવે તો બોલાતો નથી...
હવાના તરંગને વલખતા જોઉ છું હુ
પણ કોઈની મૃદુ નજરે હુ ખુદ હવે તો જોવાતો નથી...
મરણાશયને મૃત્યુંજય બનાવું છું હુ
પણ હુ ખુદ હવે તો જીવનથી જીવંત બનતો નથી...
સઘળા બ્રહ્માંડને બ્રહ્મમાં આવરું છું હુ
પણ હુ ખુદ હવે તો શબ્દમાં સમાતો નથી...
સંબંધને શબ્દ થકી પંક્તિમાં ગુંથું છું હુ
પણ હુ ખુદ હવે તો સહજ સંબંધમાં ગુંથાતો નથી...
અંતરથી અંતરને સમજાવું છું હુ
પણ હુ ખુદ હવે તો સમજાતો નથી...