જરા વિચાર જેવું ખરું!
જુઠું બોલીને જોડાઈ રહેવું સારું
કે મૌન રહીને દૂર થઈ જવું સારું?
આમ તો બન્નેમાંથી એક પણ સંબંધનો શ્વાસ તો ના જ બંને.
જુઠું બોલીને સંબંધ પણ કેટલો નિભાવી શકે માણસ.
ક્યારેક તો અંત: દર્પણમાં મુખ દેખાઇ જ જાય.
તો મૌન રહીને પણ સંબંધના ધબકાર થોડા જળવાઈ રહે?
ક્યારેક તો તેનાં સ્પંદનો જડ બની જડત્વ ધારણ કરી લે.
આવા સમયે ખરેખર મન એક અલગ જ વિડંબણા અનુભવે.
શું કરવું ને શું ના કરવું.
ત્યારે મન ભીતરની ઉથલપાથલ ફક્ત એક 'વાતથી' શમી જાય છે.
સ્પષ્ટતા થી.
હા ખુલાસો! બસ બન્ને કિનારાને સમજણ હશે.
તો પછી પાણીના પ્રવાહ થી પણ અલગ રહીને પણ એક રહેશે.