" શ્રી ગણેશ તમારી જય હો "
અષ્ટવિનાયક, શ્રી ગજાનન તમારી જય હો.
પ્રથમ પૂજનીય, શ્રી ભગવન તમારી જય હો.
તમે સૂંઢાળા, તમે દુંદાળા, તમે જ ગણાધિપ,
વક્રતુંડ, શૂર્પકર્ણ, શ્રી એકદંત તમારી જય હો.
લાભકર્તા, શુભકર્તા, રિદ્ધિસિદ્ધિના છો દાતા,
હે, વિધ્નહર્તા, શ્રી ગણનાયક તમારી જય હો.
માતા જેનાં પાર્વતી ને પિતા દેવાધિદેવ મહાદેવ,
ઓખા ને કાર્તિકેયના સહોદર, તમારી જય હો.
માતાપિતાને સમજીને સમસ્ત બ્રહ્માંડ "વ્યોમ"
માતાપિતાના હે પ્રથમ પૂજક તમારી જય હો.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર