સ્વાદ હવે કેમ મોળો થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મોળો બની ગયો?
ધબકતું જીવન કેમ નિરાશ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક નિરાશ બની ગયો?
મળેલું બધું જ કેમ મૌન થઈ ગયો,
કે પછી હું જ ક્યાંક મૌન બની ગયો?
અજવાળામાં પણ અંધારું કેમ થઈ ગયું,
કે પછી હું જ ક્યાંક અંધારું બની ગયો?
હોય સાચું પણ કેમ રહસ્ય બની ગયું,
કે પછી હું જ ક્યાંક રહસ્ય બની ગયો?
મનોજ નાવડીયા