Quotes by Atul Bhatti in Bitesapp read free

Atul Bhatti

Atul Bhatti

@devbhatti224803


અંતર્મનનો સ્વીકાર
============

મનને મનાવી, આંખોને ઢાળી લીધી છે,
સપનું આવે પહેલાં, ઉંઘ ગાળી લીધી છે.

યાદોની ચાદર તાણી, મેં પથારી પાથરી,
દર્દને ઢાંકી રાખી, રાત ડોળી લીધી છે.

હસતા ચહેરા પર દુઃખનું સાગર છલકાયું,
હસે લોકો પહેલાં, આંખ છોળી લીધી છે.

જીવનના પ્રશ્નના ઉત્તર કૈ મળ્યા નથી"અતુલ",
પછી પોતાની જાતને ત્રાજવે તોળી લીધી છે.✍️ – અતુલ ભટ્ટી

Read More

બહાર ઉજળા ને ભીંતર અહીં સળગે છેં,
ઈચ્છાઓ માટે જીવતર અહીં સળગે છેં.

ભુલાય યુવાની માર્ગો સાવ ખોટા ,
ને પછી માવતર જીવતર અહીં સળગે છેં.

હશે ખિસ્સામાં સ્માર્ટફોન ને આઈડી ઘણી,
પણ દેખાડવાના પોસ્ટર અહીં સળગે છેં.

છે સૂકી ખેતી ને માવઠા ખોટા ગરજે,
ગામ તળભેટે ભીજાયેલા ખેતર અહીં સળગે છેં.
તુ કહેતો બંઘ મુઠી ખોલી દઉં “અતુલ”,
ચોખું કહું ને ભોળા કબુતર અહીં સળગે છેં.

-Atul bhatti

Read More

લાજ મર્યાદા શરમ ગઈ,
જાણે એની જ ઉંમર થઈ..

ધાવ તો ઘણા છે ઢાંકી બેઠો છું
કહેજો પીડાને કે મર્દ ની માટી છું..!!

-Atul bhatti

વ્યથા જે સમજી શકે ને,
સાહેબ
એ કથા કયારેય કરે નહિ......

-Atul bhatti

- Atul Bhatti