તું જીંદગી ખરેખર
રમત રમવા માંગે છે?
કે પછી રમીને રમાડવા માંગે છે.
કે પછી ખેલદીલી થી જીત જ આપવા માંગે છે.
કેમ કે જીંદગીથી તો
દરેક સ્નેહથી જ બંધાયેલા
રહેવા માંગે છે,
તો પછી જીંદગી આમ હારે થોડી?
અરે કદાચ હતાશાથી હારે તો પણ
જીતનાર પછી ક્યાં જીતે છે???
જીંદગી તારી આપેલી જીત મને મંજૂર છે, પણ આ થયેલી હાર?
શું તને મંજૂર છે?
હાર છતાં પણ તને સ્વીકાર છે.
ખરેખર અસ્ત થતા સુર્યને
જો ને સાગર પોતાનામાં કેવો સમાવી રહ્યો છે.
બસ જીંદગી હારેલી ક્ષણોમાં
તારો સ્વીકાર એટલે,
હારીને પણ જીતની સીમા સ્પર્શી લીધાનો એક અલગ જ આનંદ.