Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.


એણે કહ્યું લે બોલ લાગી શરત તું હારે છે,
મેં પણ હસીને કહ્યું હા એજ મારી હારે છે.

વાદળ વરસી પડ્યું સૂકી ધરાની શાનમાં,
માટી સુગંધરૂપે બોલી તું પણ મને તારે છે.

હૃદયરૂપી એક ધબકારો હતો અમારો,
શ્વાસથી છૂટો પડી વિશ્વાસ તો મારે છે.

વાત એવી બની કે અમે બંને મૌન થયા,
વાત કે વિવાદ નહીં થાય એવુ સૌ ધારે છે.

હિંમત, હાર, સત્તા, ભય, દગો આપ્યું ઘણું,
આવ્યો સમય અર્થીનો હવે તારે સહારે છે.

-
રોનક જોષી.
'રાહગીર'.


કહી દે એક વાત કે કંઈ સુધારવાની જરૂર નથી,
મનપ્રિતને પળેપળે યાદ રાખવાની જરૂર નથી.

ખ્વાબ તૂટે સાથ છૂટે દર્દમાં ડૂબવાની જરૂર નથી ,
મળશું ક્યારે એવી કંઈ ચિંતા કરવાની જરૂર નથી.

સાથ આટલો ખૂબ છે સંગાથે જીવવાની જરૂર નથી,
ડૂબ્યા છીએ એ હદે કે કિનારો શોધવાની જરૂર નથી.

સમજે કે ના સમજે સમજાવવાની જરૂર નથી,
અહીંનું અહીં ત્યાંનું ત્યાં હિસાબ રાખવાની જરૂર નથી.

એક છે સવાલ જવાબ મૌન પાળવાની જરૂર નથી,
દૂર ક્યાં જઈશું ? આભને કંઈ ઓઢવાની જરૂર નથી .

-
રોનક જોષી
'રાહગીર'.


ચૂંટીને ફૂલો સૌ કુમળાં માળી બની બેઠા છે,
ન્યાયની પુકાર દલીલબાજી ટાળી બેઠા છે.

કરે અવનવા અખતરા , ખતરા પેદા કરે ,
સૌ કોઈ બગલાઓને હંસ જેવા ભાળી બેઠા છે.

ઉલટા સુલટા ચશ્મા પહેરી દુનિયા જોતા,
માણસો જ માણસાઈ ખોઈ જાળી બની બેઠા છે .

તન મન ધન જાણે ખુલ્લે આમ વહેંચીને ,
જાતને ધોળા દિવસે જ કરી કાળી બેઠા છે.

મીણના માણસો મીણબત્તી લઈ નગરમાં,
સ્વયં જાત સાથેની વફાદારી ટાળી બેઠા છે.

-
રોનક જોષી
'રાહગીર'.


મધ દરિયેથી હું આવ્યો છું કોઈને ડૂબાડ્યા વગર ,
ડૂબાડી દીધો મને કિનારે કોઈએ કૈં પૂંછ્યા વગર.

સમયની ને શાંતિની અપીલ હજી કોર્ટમાં પેન્ડિંગ છે,
રસ્તે યમના પાડાએ ઉપાડ્યો કૈં પણ જાણ્યા વગર.

મંદિર , મસ્જિદ, ચર્ચ ને ગુરુદ્વારા બધે જ જઈ આવ્યો,
ધીમેથી કહ્યું કટોરો ક્યાં છે? હું શોધું મને શોધ્યા વગર.

ના વળ્યું કંઈ તો વાંધો નહીં , કિનારો તો હજી અહી જ છે,
ઢાંકણીમાં પાણી લઈને ફરીથી ડૂબી જા ડૂબ્યા વગર.

સાચાને સાચું અને ખોટાને ખોટું જ સાબિત કરતાં ,
એક દિવસ તો તારા જ તને નહિ રહે બાળ્યા વગર.

-
રોનક જોષી
'રાહગીર'.


પ્રકૃતિને હૂંફાળા સ્પર્શનું અચ૨જ જોઈએ છે,
એકરસ થવા નવો નક્કોર સૂરજ જોઈએ છે.

તું ફક્ત દૂર દૂરથી લીલોતરીને જોયા કર,
આંખના જ કોમળ સ્પર્શની રજે ૨જ જોઈએ છે.

આ પર્વત , નદી, આ વનરાઈમાં અજબ સ્પંદન,
માદક હવાનો મદહોશ ફરફરતો ધ્વજ જોઈએ છે.

અડીખમ ઊભેલા પર્વત પરથી સરતી નદી,
દૂરના દરિયાનો સંગાથ સજધજ જોઈએ છે.

વ્યોમની નીલી નીલી નિલીમા આજે આંખોમાં આંજી છે,
ચોતરફ મધુરતમ સાજની તરજ જોઈએ છે.

-
રોનક જોષી
'રાહગીર'.


પારકું પણ સાવ પોતાનું સંગીન હોવું જોઈએ ,
આંખમાં તો એક નવું ખ્વાબ રંગીન હોવું જોઈએ.

તારે જો જોઈએ તો લે મારી આંખ તું હવે લઈ જા ,
આંસુ પણ કોરે કોરું ને ગમગીન હોવું જોઈએ.

સ્હેજ પણ મારા આંસુમાં દર્દ ખુમારી દેખાય છે?
સઘળું આ એક નજરમાં તલ્લીન હોવું જોઈએ.

દુનિયાદારીની આ આંટી ઘૂંટી ને આપા ધાપી વચ્ચે ,
ખુદનું ખુદની સાથે પણ મિલન હોવું જોઈએ.

કંઈ કેટલા અહી ધરતી પર આવ્યા અને ગયા ,
સતત ઝિંદાદિલ આપણું જીવન હોવું જોઈએ.

-
રોનક જોષી
'રાહગીર'

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111992614
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now