#જતું_કરો_ને !
ઉકેલ સાવ જ સરળ ને ટૂંકો, જતું કરો ને!
બની શકે તો જરાક ઝૂકો, જતું કરો ને!
બધું જ પકડી ભલે ને રાખો કબૂલ વ્હાલા,
મૂકી શકો તો મમતને મૂકો, જતું કરો ને!
હવે સુદર્શન ને શંખનાદો ભૂલી જવા છે
હવે ફરી વાંસળીને ફૂંકો,જતું કરો ને!
મજા જ પડશે અને ઉપરથી થવાય હળવા
તમેય પંખી બની ટહૂકો, જતું કરો ને!
બધાને માફી તુરંત આપી થવાય અંકિત
જતો રહે ના સમય બળુકો, જતું કરો ને!
#H_R
-E₹.H_₹