Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક આપણને એવો વિચાર આવે કે આ વ્યક્તિ મારા જીવનમાં એ સમયે ન આવ્યું હોત તો મારી આજે જે હયાતી છે એ ખબર નહી હોત કે નહી. આમ આ રીતે દરેક વ્યક્તિના જીવનમાં એવી વ્યક્તિઓ આવતી હોય છે અને એમનું યોગદાન આપતી પણ હોય છે.મારા જીવનમાં આવી જ વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ એટલે "શેફાલી શાહ".

આપ બધા જેમ એમને લેખિકા તરીકે ઓળખો છો હું પણ એમ જ એમને મળી,  સમય જતા અમારી મિત્રતા એટલી ગાઢ થઈ ગઇ કે આજ મારા બધા જ સબંધોમાં એ મોખરે છે. અમારો મનથી જોડાયેલ સંબંધ છે, હું કદાચ એમને કોઈ વાત ન કહું કે વાત છુપાવું છતાં એમને મારી પરિસ્થિતિ સમજાય જાય! એમને મનથી જ યાદ કરું અને એમનો મને મેસેજ હોય એમ કહું કે ભગવાન ખુદ ન આવી શકે ત્યારે આમ જ કોઈ ખાસ વ્યક્તિને આપણા જીવનમાં મોકલે છે. મારા જીવનમાં એમનું અસ્તિત્વ એ કોઈક ચમત્કારિક આગમન જ છે. હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છું કે એમના જેવું પાત્ર મારા જીવનમાં મને મળ્યું છે. મારી ભૂલ, મારી તકલીફ, મારી વેદના દરેક એમને રજૂ કરું એટલી જ વાર હોય, એ દરેક તકલીફમાંથી મને બહાર લાવવા એ તત્પર જ હોય! અનેક ટીપ્સ આપે, અનેક પોઝિટિવ વિચાર આપે, મારું ધ્યાન બીજે દોરવા મને વાંચન માટેનું કંઈ ને કંઈ સાહિત્ય પણ પૂરું પાડે!

અરે મિત્રો! તમને થશે આજ હું કેમ અચાનક આવું કહેવા લાગી... મારું પણ સાવ આવું જ છે. આજ એમનો જન્મદિવસ છે.

સાવ સામાન્ય છતાં અદભુત વ્યક્તિત્વ,
બધાને મદદ કરવી એવું નિખાલસ વ્યક્તિત્વ,
શબ્દો એમના એટલા હૃદય સ્પર્શી
દોસ્ત! દરેકના મન જીતીલે એવું વ્યક્તિત્વ.

આજના આપના જન્મદિવસે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન આપની દરેક મનોકામના પૂર્ણ કરે અને આપને ખૂબ ખૂબ ખુશીઓ સાથે લેખન જગતમાં આપનું નામ મોખરે કરે એવી મારી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

Happy Birthday Dear Shefali. Have a great and joyful life ahead 🎂🍫🌹❤️🥰🤗.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111982847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now