પોતાને સૌથી બુદ્ધિશાળી માનતો માનવ
માનવતાનો જ રસ્તો ભૂલી ગયો.
આ મારું ને આ તારું કરતો માનવ,
પોતાનાને સાચવવાનું ભૂલી ગયો.
કુંભમેળો ને ચારધામ યાત્રા જતો માનવ
ઘરમાં માતા પિતાની સેવા જ ભૂલી ગયો.
મોબાઈલમાં અવનવી ગેમ રમતો માનવ
ભગિની ભેરું સંગ રમવાનું ભૂલી ગયો.
વધુમાં વધુ પૈસા કમાવાની ઘેલછામાં માનવ
સંતાનોને સંસ્કાર આપવાનું ભૂલી ગયો.
કોઈ મરતું હોય તો વિડિયો બનાવે,
પણ મરતાને બચાવવાનું ભૂલી ગયો.
કોઈ પણ કષ્ટ ન વેઠવાની સુખ સુવિધા માટે
પર્યાવરણને બચાવવાનું ભૂલી ગયો.
પક્ષ વિપક્ષની લડાઈમાં નેતા નામનો માનવ
દેશ નું હિત કરવાના રસ્તા જ ભૂલી ગયો.
અમૂલ્ય આ દેહ અને બુદ્ધિ મળ્યા છે ઓ માનવ !
પણ તું તો સારા કર્મો કરવાનું યે ભૂલી ગયો.
ભલાઈના દેખાડા કરી પોસ્ટ કરતો તું માનવ
પોતાને ભીતરથી શુદ્ધ કરવાનું ભૂલી ગયો.