બીજાનાં આનંદ માં હસી લઉ છુ.
જીવન મળે ત્યાં જીવી લઉ છું.
દિવસ આખો પીગળતો રહુ છું,
રાતે એની યાદો માં ઠરી લઉ છું.
મહેફિલ માં રહું છું બધાની સાથે,
એકાંત માં ખુદ ને મળી લઉ છું.
પાપ અને પુણ્ય થી પર છુ હવે,
ક્યારેક મન નું પણ કરી લઉ છું.
હસતો રહું છું ,દુનિયા ની સામે
આઈના સામે હું રડી લઉ છું.
છે ઝખ્મ દિલ પર તો ઘણાં,"વિપુલ"
સમય મળે તો થોડા સીવી લઉ છુ.
વિપુલ પ્રીત
- Vipul Borisa