આજે સરજૂએ અમીજળ વહાવ્યાં હશે રામના પ્રતાપે.
ગ્રહ, નક્ષત્ર, યોગ,તિથિ અનુકૂળ થયાં હશે રામના
પ્રતાપે.
ભવ્ય અને દિવ્ય અવધપુરી શોભતી હશે અલકાપુરી
જાણે કે,
દેવતાઓ રામદર્શને નભેથી આવ્યા હશે રામના
પ્રતાપે.
ભૂલ્યા ભાન દિવાકર અસ્ત થવાનું હર્ષાવેશમાં અવધપુરીમા,
એને પણ રામદર્શનના ઓરતા જાગ્યા હશે રામના
પ્રતાપે.
ચારેય ભાઈના જન્મથી અયોધ્યા આનંદવિભોર થઈને,
જાણે કે દશરથના મનના કોડ પૂરાવ્યા હશે રામના પ્રતાપે.
યાચકો પણ થાકી ગયા હશે રામજન્મની ભેટ સ્વીકારીને,
લાલાના દર્શને કૈલાસપતિ ખુદ આવ્યા હશે રામના પ્રતાપે.
સફળ થયો જન્મ એવી અનુભૂતિ થૈ હશે દશરથને આજે તો,
માન્યું કે એના પરાભવના પુણ્યો ફળ્યા હશે રામના પ્રતાપે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.