"સંબંધ, લાગણી અને જવાબદારી"
અંતર ઓછું રાખજો, સંબંધને જાણજો,
જ્યાં દીલની ધડકન કહે, એને માટે સાંભળજો.
ટકશે જો સંબંધ તો,જીવન સાર્થક લાગશે,
પ્રેમના સંબંધો ને, સાચવીને જાણજો.
જવાબદારી અને લાગણી વચ્ચે, ઉભા છીએ આપણે,
લાગણીના મંદિરે,વિવેક અને બુદ્ધિ રાખજો .
પ્રેમથી સાથ જાળવીને, સાચી દિશામાં જોજો,
લાગણી રહેશે આપણી,જવાબદારી નિભાવજો,
નથી જોયો બીજો જન્મ આપણે,
આ જન્મમાં જ સંબંધોને જાણજો.
સપના જેવી આ જિંદગી, પ્રેમથી એને માણજો,
સહજ લાગણી સાથે, ભવિષ્યનું ભાથું બાંધજો.
વિચારોમાં કદાચ અંતર હશે,સારા વિચારોને આવકારો,
લાગણી અને જવાબદારી સાથે, જિંદગીનું સુખ માણજો.
- કૌશિક દવે
- Kaushik Dave