તમારા જેવા હમસફર મળે ના મળે.
તમારા જેવા હમકદમ મળે ના મળે.
વીત્યું આયખું તમારા સહકાર સાથે,
તમારા જેવા હમસબર મળે ના મળે.
સુખદુઃખની ઘટમાળે હાથ ઝાલીને,
તમારા જેવા મનમાતબર મળે ના મળે.
મળ્યું મબલખ મને મનભરીને મ્હાલ્યું,
તમારા જેવા દિલસધ્ધર મળે ના મળે.
મન વાંચી મારું ને વર્તનારા છો તમે તો,
તમારા જેવા દૂધસક્કર મળે ના મળે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.