હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયાલ થયો......
કવિતાની કલમ મૂકીને હોસ્પિટલના
બિછાને પડ્યો.....
હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયલ થયો.......
એકલતાની આગમાં થોડી વાર તો
તડપતો રહયો......
સંબંધોની સુવાસ ક્યાંકથી આવતાં
સ્નેહનો છાયડો મલ્યો......
મિત્રોની માયા જોઈને ચિંતાઓના
વાદળોની વચ્ચે હું હસતો થયો......
રિપોર્ટ સગળા નોર્મલ આવતા હૈયેથી
થોડો હું હળવો થયો.....
હતો આજ કવિતા દિવસને કવિ જ
ઘાયલ થયો......
જિંદગી ની "યાદ"