જીવનમાં વારે વારે અપડેટ્સની નોટિસ આવે છે.
પણ તારી સાથે વિતાવેલો સમય અપડેટ્સ નથી થતો
મોબાઈલનો મેસેજ નવી વાતોને અપગ્રેડ કરે છે.
પણ તારો ટેક્સ્ટ હજું ત્યાં જ ચીપકી ગયો છે.
રોજ યાદ અપાવે છે કે હું હજું રંગીનતાથી દુર છું.
પણ તારી બ્લેક &વાઈટ તસવીર ત્યાં જ ફરે છે.
ભલે તને લાગે નવાં જમાના સાથે કદમ મિલાવયો છે.
પણ તારાં પ્રણય સાથે વેદનાં ત્યાં જ ઉભી છે.
દિઠેલ નવાં શબ્દો સાથે જોડતાં નવાં વાક્યો,
પણ આ કાગળને પેન તો હજું એવાને એવા જ છે.
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹