ગણિતમાં કાચો છું, પણ સંબંધોમાં નહીં,
કાગળ અને પેન હોય તો જ લખી શકાય,
ફરીયાદો ઘણી છે, પણ બોલીશ નહીં,
હું અને તું હોય તો જ સાથે રહી શકાય,
તુટીને વિખરાવ છું, પણ બદલાઈશ નહીં,
હ્દય અને મન હોય તો જ એક બની શકાય,
ચાલીને થાક્યો છું, પણ ઉભો રહીશ નહીં,
સુખ અને દુઃખ હોય તો જ જીવન જીવી શકાય.
મનોજ નાવડીયા