જાણી જોઈ અળગા થયા તારાથી!
લાગણીના પાલવથી બંધાયા તારાથી
વહેમ બહુ મોટો પાળયો હતો અમે!
મારાથી ચાલત હતુું જીવન તારું
ખોટા વહેમમાં પાંખો ફેલાવી હતી.
મર્યાદાઓ થોડી છોડી હતી અમે!
વધતા પ્રણયને રોકવો હતો જરૂરી!
લીધા મૌનના સહારે અબોલા અમે!
કાયમ ક્યાં ચર્ચા હતાં શબ્દોમાં!
થોડી તકલીફ પણ કાયમ શાંતિ હતી!
વેદના જીવન લાગણીનાં સહારે ચાલતું નથી!
વાસ્તવિકતા ની પણ જરૂર છે જીંદગીમાં!