પાંપણનાં દ્વારે દે ટકોરા સપનાં,
ને અધખુલા કમાડેથી પુછે કોક;
કોણ છો ને ક્યાંથી આવ્યાં તમે?
આજણ જેમ અંજાયા'તાં અમે,
આજ ઓળખાણનો ખપ પડે?
ઓળખું ! પણ સરભરા કરું કેમ?
હરીભરી ચેતના પણ અંગો શિથિલ !
જાઓ ! ભરો કોક યૌવનની છાબ,
તોરણ બાંધ્યાં જેણે ઉગમણે પાસ!
--વર્ષા શાહ