Quotes by N in Bitesapp read free

N

N

@dhabie1552gmail.com7095


આજ તારા પ્રેમ નો એક અર્થ લખું,
નિરંજન, નિરાકાર એક અનુભૂતિ લખું.નિઃશબ્દ,ચિરંજીવ એક સંવેદના લખું,આજ તારા પ્રેમ વિશે એક કવિતા લખું...મળે જો ફરી આ જન્મારો ,તો મારા નસીબમાં તારા સાથ ની એક રેખા લખું..આજ તારા પ્રેમનો એક અર્થ લખું.. (Words by Eshan)

Read More

"તમને જોયે જાણે સદીઓ વીતી ગઈ હોય એમ લાગે છે.....
કોણ જાણે ક્યારે જોવા મળશે એ આંખો... જેમાં છબી હતી અમારી....
છે ધરપત કે સમય ના વહેણ ને રોકી નથી શકાતું....
વિરહની આ નદી જલ્દી વહી જશે એમ લાગે છે...."

Read More

મારા હોવાનો એક અર્થ લખું..
આવ તને શબ્દ સ્પર્શ લખું..
તને નિરખવા ની વાત જો હોય..
સમય નો ગમતીલો ખર્ચ લખું..
આંખ ની ભીનાશ આમ તો ગમે..
હોઠો પર સહેજ હર્ષ લખું..
તારા સાનિધ્યે ઉલ્લાસ ઉલ્લાસ..
જાય તું એ ક્ષણોમાં દર્દ લખું..
ટેરવાં તારા એ જ તો ઝાંકળ..
કેમ કરી એમાં કોઈ ફર્ક લખું..words from Eshan

Read More

એકબીજા ને ગમતા રહીયે,
કંઈ ખટકે તો ખમતા રહીયે..
સંજોગો કેવા પણ સજાૅય,
થોડા થોડા નમતા રહીયે...
સ્વાર્થી સાંકળા સંકુચિત ન રહેતા,
નદી ના નીર થઈ વહેતા રહીયે..
વાત મનમાં ને મનમાં ના રાખતા,
એક મેક ને કહેતાં રહીયે..
પડી ગાંઠના સરવાળા ના કરતાં,
મીઠા સંબંધોનો ગુણાકાર કરતાં રહીએ...(words by Eshan)

Read More

"થંભી જશે આ શ્વાસ
તો પણ અંતરમાં માત્ર તું...
અંતર વધી જશે..
તો પણ આશા માત્ર તું...
આસમાન રડી જશે..
તો પણ આંસૂ માં માત્ર તું...
આંસૂ સરી જશે..
તો પણ ઉદ્ગગાર માત્ર તું...
માત્ર તું જ જીવન કેરો ધબકાર..
ધબકાર વિના સમગ્ર બ્રહ્માંડ માત્ર તું...
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️મારું જીવન અને જીવન નો આધાર માત્ર તું....( શચી અને ઈશાન )

Read More